Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 687
________________ તા. ૮-૯-૩૪ શ્રી સિદ્ધચક્ર જ સુધા-સાગર (નોંધઃ- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોધ છે એમ ધારી અત્રે આપીએ છીએ. તંત્રી) ૧૧૦૧ વિગ્રહગતિના વચલા સમયો માત્ર જે એક, બે કે ત્રણ હોય તેમાં જ આ જીવ આહાર વિનાનો હોય છે. બાકી સર્વ કાળ આહાર કરવામાં જ પ્રવર્તેલો હોય છે, માટે તેના ત્યાગની પ્રથમ જરૂર છે. ૧૧૦૨ કેવળી મહારાજે કરાતા સમુઘાતમાં અને ચૌદમાં ગુણઠાણાની અયોગિદશામાં જ સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય અનાહારીપણું પામી શકે છે. ૧૧૦૩ તૈજસ શરીરમાં સંબંધ સર્વ કાળે હોવાથી જીવને સર્વ કાળ આહાર લેવો પડે છે. ૧૧૦૪ વિગ્રહગતિ વિગેરેમાં આહાર કરવા લાયક પુગલોને ગ્રહણ કરી શકતો નથી, માટે જ અનાહારીપણું રહે છે. તે વખત પુદ્ગલ ગ્રહણ કરવાનો સ્વભાવ નથી એમ તો નથી જ. ૧૧૦૫ ઉત્પત્તિસ્થાનમાં આવતાંની સાથે જ પ્રથમ સમયે જ જીવ આહાર ગ્રહણ કરે છે અને તેથી આહાર પર્યાતિની અપેક્ષાએ જીવ અપર્યાપ્તો ત્યાં હોતો નથી. ૧૧૦૬ તૈજસ શરીરરૂપી ભઠ્ઠી દરેક સંસારી જીવોની સાથે વળગેલી છે અને તે તૈજસઅગ્નિનું જાજવલ્યપણુંજ તેની અને જીવની અનાદિતા જણાવવા માટે બસ છે. ૧૧૦૭ મળેલા દાહ્યપદાર્થને બાળવો અને નવા દાહ્યપદાર્થને પકડવો એ જેમ અગ્નિનું કાર્ય છે તેવીજ રીતે આ તૈજસશરીરરૂપી અગ્નિમાં મળેલા આહારને પરિણાવે છે અને નવા આહારને પકડે છે. ૧૧૦૮ દાહ્યપદાર્થના પરિણમનરૂપ અગ્નિ હોવાથી જ્યાં સુધી અગ્નિ હોય ત્યાં સુધી દાહ્યપદાર્થની હૈયાતી માનવી જ પડે. ૧૧૦૯ તૈજસ અગ્નિ નવો ઉત્પન્ન થતો જ નથી, માટે તે અનાદિથી જ સળગતો છે. ૧૧૧૦ તૈજસ અગ્નિ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દરેક સમયે તે દાદ્યપદાર્થરૂપી આહારને ગ્રહણ કરતો જ રહેશે. (જો કે દિંગબરો કેવળીને કવલાહાર માનતા નથી તો પણ તેઓને નોક” નામનો એક નવો જ કલ્પેલો આહાર કેવળીને છે એમ માનવું પડે છે. કેવળી

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726