Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 700
________________ પપ૬ તા. ૮-૧૦-૩૪ શ્રી સિદ્ધચક કોઈ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જીવાદિ તત્ત્વોના શેય, ધ્યેય અને ઉપાદેયપણાની રૂચિને સમ્યકત્વ તરીકે ગણાવ્યા છતાં ભગવાન સિદ્ધસેનદિવાકરજી જેવા સમર્થ પૂર્વધર મહારાજાઓ પૃથિવીકાયાદિક છ એ જીવનિકાયની જીવ તરીકેની શ્રદ્ધાને સમ્યકત્વ તરીકે ગણાવે છે. આવી રીતે એક જીવતત્ત્વના એક સાંસારિક ભેદના પેટા ભેદરૂપ છ પ્રકારના જીવકાર્યની શ્રદ્ધાને સમ્યકત્વ તરીકે જે સ્થાન અપાયું છે તે જ જૈનશાસ્ત્રકારોની દયાની તત્પરતા બતાવવા લારાએ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરનું છે જીવનિકાયનું હિતૈષીપણું બતાવવા સાથે પરહિતરતપણું બતાવવાને સમર્થ થાય તેમ છે. આવી રીતે સર્વ તીર્થકરોની અપેક્ષાએ પરહિતરતપણું બતાવ્યા પછી વર્તમાન શાસનના સ્થાપક અને પ્રરૂપક ભગવાન વીર વર્ધમાનસ્વામીના પરહિરતપણાનો વિશેષ વિચાર કરીએ તો તે વધારે અનુકૂળ થશે. ભગવાન મહાવીરના પરહિતરતપણાનો વિચાર કયા ભવથી? જો કે ભગવાન મહાવીર મહારાજે તીર્થકર નામગોત્રનું નિકાચિતપણું પચીસમા નંદનરાજકુંવરના ભવમાં કરેલું છે, અને ત્યાંથી આરાધનાપૂર્વક કાળ કરી ભગવાન મહાવીર મહારાજપણે આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં અવતર્યા છે. (આચાર્ય મહારાજ શ્રીમાનું અભયદેવસૂરિજીએ શ્રીસમવાયાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન મહાવીર મહારાજના ભવથી નંદનરાજકુમારનો ભવ ચોથા ભવ તરીકે ગણાવ્યો છે, પણ તે માત્ર સૂત્રને સંગત કરવાને અંગે શ્રી દેવાનંદાની કૂખમાં રહેવાની અવસ્થાને એક જુદા ભવ તરીકે ગણીને ગણાવ્યું છે, પણ તે ઉપરથી શ્રી દેવાનંદાની કૂખમાં રહેવાના વખતને જુદો ભવ ગણી શકાય નહિ, કેમકે તે શ્રી દેવાનંદાની કુખવાળો ભવ જુદો ગણીએ તો તફય ભવો સફિત્તા, એટલે જે ભવમાં તીર્થંકરપણું થવાનું હોય તેના પાછલા ત્રીજા ભવે દરેક જીવ તીર્થકર થવાના હોય તો તીર્થકરપણું નિકાચિત કરે એવો શ્રી આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં જણાવેલો સાર્વત્રિક નિયમ રહી શકે નહિ. વળી દરેક તીર્થંકરનાં પાંચ કલ્યાણકો કે જેમાં નારકીના જીવો પણ અશાતાને નહિ વેદતાં શાતાને વેચે છે તે પાંચ કલ્યાણકો તીર્થકરના એકજ ભવની સાથે સંબદ્ધ છે તેમાં ભગવાન મહાવીર મહારાજનું ચ્યવનકલ્યાણક જે અષાઢ સૂદિ છઠને દિવસે છે તે ભગવાન મહાવીર મહારાજના ભવથી જુદું પડી જાય, એટલે ભગવાન મહાવીર મહારાજના ભવમાં જન્માદિ ચાર જ કલ્યાણક માનવાં પડે, તેમજ ત્રિશલાદેવીની કૂખે આવવાના બનાવને ચ્યવન કહી શકાય નહિ, કેમકે ચ્યવનનો હિસાબ સમયની સાથે છે ત્યારે આ હરિપ્લેગમિણે કરેલું ગર્ભસંક્રમણ અસંખ્યાત સમયનું છે. વળી ચ્યવનકલ્યાણક દેવતા કે નારકીની ગતિમાંથી આવવાને અંગે જ હોય છે, અર્થાત્ તીર્થકર મહારાજનો જીવ તીર્થંકરપણાના ભવમાં મનુષ્ય કે તિર્યંચગતિમાંથી આવે જ નહિ, અને અહીં તો દેવાનંદાની કૂખમાં મનુષ્યપણે રહેલા હતા ત્યાંથી ત્રિશલાદેવીની કૂખમાં આવવાથી મનુષ્યગતિમાંથી તીર્થકરનું આવવું માનવું પડે. ભગવાન મહાવીર મહારાજ જયારે દેવાનંદાની કૂખમાં આવ્યા ત્યારે જે ચૌદ સ્વપ્નો દેવાનંદાને આવેલાં છે તે જો તીર્થકરનું ચ્યવનકલ્યાણક ત્યાં ન માનવામાં આવે તો ઘટે નહિ. વળી ઈદ્રમહારાજે પણ ભગવાન મહાવીર મહારાજ દેવાનંદની કૂખમાં આવ્યા ત્યારે જ શક્રસ્તવ કહી

Loading...

Page Navigation
1 ... 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726