Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 699
________________ પપપ તા.૮-૧૦-૩૪ - શ્રી સિદ્ધચક્ર મનન કરવાની જે શક્તિઓ મેળવેલી છે અને જે શક્તિઓના ઉપયોગે જીવ પોતાનું જીવન ચલાવી રહ્યો છે તે સર્વ શક્તિઓનો નાશ તે જીવને મારનાર મનુષ્ય કરે છે. વળી જીવોને સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણવાની તેમજ વિષયોની ઈનિષ્ટ પ્રાપ્તિ અને પરિવારને માટે ભૂત,વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરી જે માનસિક શક્તિઓનો દુન્યવી રીતિએ ઉપયોગ થાય છે, તેમજ વળી આમુમ્બિક ભવન એટલે પુનર્જન્મની શ્રદ્ધા કરી તેની સુંદરતા માટે તેની અસુંદરતા કરનાર પાપોનો પરિહાર કરી દાનાદિક પવિત્ર કાર્યોમાં પ્રવૃત્તિના વિચારો કરવા સાથે અવ્યાબાધ, અક્ષય, અનંત અને મહાનંદમય એવા મોક્ષપદને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ કરવામાં જે વિચારશ્રેણીઓ કરાવી શકે એવી માનસિક શક્તિ જે જીવોમાં છે તે સર્વ શક્તિઓનો નાશ તે જીવને હણનારો મનુષ્ય કરે છે તે સ્પષ્ટ છે, અને આવી અનેક અપ્રાપ્ય, દુર્લભ શક્તિઓનો હિંસાકારાએ નાશ થતો હોવાથી જ તે હિંસા કરનારને ચારે ગતિમાં મહાદુઃખદાયક સ્થિતિ ભોગવવા સાથે તેવી અપ્રાપ્ય શક્તિઓથી બેનસીબપણે ભટકવું પડે છે અને તેવું ભટકવું તેમજ તેવી શક્તિઓના નાશથી ભવપરંપરામાં ચાલે તેવા વેરની જમાવટથી હિંસાની ભયંકરતા સ્વાભાવિક રીતે સમજાય તેમ છે. અહિંસા લક્ષણ માટે અસત્યની પણ છૂટ. એ પૂર્વોક્ત હકીકતથી પ્રાણાતિપાત વિરમણની ઉત્તમોત્તમતા સાબીત થતાં એ પણ સ્પષ્ટ સમજાશે કે જીવદાયના પાલનને માટે અસત્ય બોલવાની પણ શાસ્ત્રકારોએ જે આજ્ઞા કરી છે તે વ્યાજબી જ છે અને તેથી જ મૃષાવાદવિરમણને જિંદગીના ભોગે પણ પાળનારા મહાપુરુષો શિકારીના હરિણ આદિના દેખવા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મૌન રહેવાથી હરિણાદિકનો બચાવ ન થાય તો પોતે હરિણાદિકના ગમનની દિશા જાણતાં છતાં પણ હું નથી જાણતો' એમ સ્પષ્ટ શબ્દોમાં કહે. જો કે તે મહાપુરુષનું તે કથન સર્વથા અસત્ય જ છે તો પણ તે અસત્યને દ્રવ્યથકી જ અસત્ય ગણી ભાવ થકી તેને અસત્ય ગયું નથી, એટલું જ નહિ પણ તે દ્રવ્યઅસત્યને પ્રમાદરૂપ તરીકે પણ શાસ્ત્રકારોએ જણાવ્યું નથી, પરંતુ જેમ સત્ય બોલવું એ મહાપુરુષોનો આચાર એટલે કલ્પ છે તેમ ઉપર જણાવેલા પ્રસંગે ઉપર જણાવ્યા પ્રમાણે અસત્ય બોલવું તે પણ તેવા મહાપુરુષોનો કલ્પજ છે. જેવી રીતે આ હરિણાદિકના પ્રસંગમાં ફક્ત હરિણાદિની દયાને માટે અસત્ય બોલવું એ કલ્પ છે તેવીજ રીતે છે જીવનિકાયની હિંસાનું કારણ એવા કૃષિ આદિ આરંભમય વ્યાપારીની નિવૃત્તિરૂપ સાધુપણાને પામેલા એવા નવદીક્ષિતને તેને જ સાધુપણાથી શ્રુત કરી સંસારના દાવાનળમાં હોમવા માટે આવેલા તે નવદીક્ષિતના સગાસંબંધીઓને તે નવદીક્ષિતના સંબંધમાં પ્રશ્ન કરતાં તે નવદીક્ષિતની સર્વ હકીકત પણ જાણનારા મહાત્માઓને હું કાંઇપણ નથી જાણતો' એમ નિઃશંકપણે બોલવું પડે તો તે મૃષાવાદ પણ છે જીવનિકાયની દયાની દૃષ્ટિથીજ મહાપુરુષોના આચાર એટલે કલ્પરૂપે ગણાવેલું છે. આ સર્વ હકીકતનું તત્ત્વ એટલું જ કે છ જવનિકાયની દયાને માટે શાસ્ત્રકારોએ જે બીજા વ્રતોમાં અપવાદ રાખ્યા તે જૈનશાસ્ત્રની છ જીવકાયની દયા માટેની અદ્વિતીય સાધ્યતા સૂચવે છે. આવા જ

Loading...

Page Navigation
1 ... 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726