Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પરમપવિત્ર પર્યુષણાપર્વની વ્યવસ્થા અને તેનાં પવિત્ર કાર્યો.
(ગતાંકથી ચાલુ) સિદ્ધિમાં પશમિકાદિ અવસ્થાનો અભાવ છતાં શાયિક શાનદર્શનનો સદા સદ્ભાવ.
જો કે અન્ય ધર્મના તહેવારો તેમના દેવ, ગુરુ અને પોતે માનેલા ધર્મની સિદ્ધિના ઉદ્દેશને અનુસરીને હોય છે, તેમ શ્રીજિનશાસનમાં પણ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરરૂપી પરમેશ્વરો તથા ચૌદપૂર્વની અને દ્વાદશાંગીની રચના કરી શાસનને વર્તવામાં અપૂર્વ પ્રેરણા કરનાર સાહિત્યને જન્મ આપનાર શ્રી પુંડરિક સ્વામી આદિ તથા ગૌતમસ્વામી આદિ ગણધરો વિગેરે રૂપ ગુરુ મહારાજની આરાધના કરવાના ગર્ભઆદિક પાંચ કલ્યાણકો અને નિર્વાણ દિવસોને નિયમિત રીતે આરાધવા લાયક ગણવામાં આવેલા છે, તેની સાથે તે ત્રિલોકનાથ તીર્થકર મહારાજા અને ગણધરઆદિ ગુરુમહારાજાઓની આરાધનાનો મુખ્ય મુદ્દો આત્માના અનાદિકાળથી ઢંકાઈ ગયેલા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને તેના આવરણોનો નાશ કરી પ્રગટ કરવાનો જ હોય છે, કેમકે જૈનદર્શન પ્રમાણે આત્માના સ્વભાવરૂપ તે સમ્યગુદર્શનાદિ ત્રણે ગુણો માનવામાં આવેલા છે, અને તે ત્રણે ગુણો સ્વભાવરૂપ હોવાથીજ સમગ્ર કર્મનો નાશ કરી જેને દાવાનળ, સમુદ્ર અને અટવીની ઉપ' માપવામાં આવે છે, એવા ચતુર્ગતિરૂપ સંસારનો અંત કરીને સિદ્ધિદશાને પ્રાપ્ત થતાં આ જીવને ઔપશમિકાદિ અવસ્થાઓનો અભાવ થાય છે, તો પણ ક્ષાયિકદર્શન, કેવળ જ્ઞાન અને કેવળદર્શનરૂપી ગુણો સર્વ કાળને માટે સ્થાયીપણે જ રહે છે. જો તે સમ્યગદર્શનાદિ ગુણો આત્માના સ્વભાવરૂપ ન હોય અને કોઈપણ સંયોગથી થયેલા હોઈને ઔપાયિક સ્વરૂપે હોત તો ઔપશમિકાદિ ભાવોના ના ની સાથે તે સમ્યગદર્શનાદિ ગુણોનો પણ નાશ થઇ જાત અને તેવા ગુણોના નાશને માટે કોઇપણ વિચક્ષણ મનુષ્ય તૈયાર થાય જ નહિ અને તેવી રીતે ગુણોના નાશને માટે કરાતો પ્રથમ કે ઈતર ઉપદેશ સાંભળવા માટે કોઈ પણ સમજુ મનુષ્ય સજ્જ થાય નહિ, તો પછી તેવા ઉપદેશકોને દેવ કે ગુરુ તરીકે માનવાને મહાપુરુષો મરજી કરેજ કયાંથી ? ઉત્કર્ષ સ્વજાતિને ઓળગીને થતો નથી.
વળી કોઈ પણ પદાર્થનો ઉત્કર્ષ તેની જાતિને ઓળંગીને હોતો નથી, તેવી રીતે આ આત્મારૂપી પદાર્થનો ઉત્કર્ષ પણ આત્માના સ્વભાવને ઓળંગીને જ હોય નહિ તો પછી તે આત્માના સ્વભાવરૂપ સમ્યગુદર્શનાદિ ગુણોનો નાશ કરીને તેનો ઉત્સર્ગ સધાય જ કેમ ? એટલે આત્માના પરમ ઉત્કર્ષરૂપી મોક્ષની દશામાં સર્વકાળને માટે આવરણથી ઢંકાઈ નહિ અને આવરણ અંશભર પણ લાગે નહિ તેવી દશારૂપ મોક્ષ હોવાથી તે સમ્યગુદર્શનાદિના આવરણોને ખસેડવાનું કાર્ય આત્માની ઉન્નતિ ઇચ્છનારા દરેકને કરણીય તરીકે હોય
(અનુસંધાન પા. ૫૪૯ પર)