Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૪૬
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર ૨૯ હિંસાદિક આશ્રવો આત્માને દુર્ગતિએ લઈ જાય છે એવી સામાન્યપણે પણ ધારણા થવી તે
અવસ્થામાં મુશ્કેલ છે. ૩૦ રાજ્યેશ્વરની સ્વપ્નદશામાં પણ યુદ્ધ, સંપત્તિ, રાણીઓ વગેરેના નવનવા વિચારો ચાલ્યા
કરતા હોવાથી ત્યાગનું નામ પણ સ્વપ્નામાં આવવું સંભવિત નથી. ૩૧ રાજ્યેશ્વરની રદ્ધિમાં રક્ત બનેલા રાજાઓ ત્યાગની સુંદરતા કે ત્યાગીઓની પૂજ્યતા
અંતઃકરણથી ધારી શકતા નથી, પણ તેવા મહાપુરુષોને પણ તે રાજ્યમત્ત રાજવીઓ વિનરૂપ કે ભારરૂપ ગણે છે.
ઉપરની જે રાજ્યેશ્વર તે નરકેશ્વરની હકીકત જણાવવામાં આવી છે તે બહોળા ભાગને અનુસરીને જ જણાવવામાં આવી છે, પણ તેથી જેઓ કોઈપણ કારણસર વૈરાગી મહાત્મા ન બને તો પણ વીતરાગ પરમાત્માનું અહર્નિશ ધ્યાન કરે, ત્યાગથી કૃતાર્થપણું છે એમ માને, ત્યાગી પુરુષોની સેવા માટે પોતાના સર્વસ્વનો ભોગ આપવા સુધી પણ તૈયાર રહે, અને ધર્મિષ્ઠ પુરુષોના સમાગમમાં સર્વદા તત્પર રહી તેઓનું સન્માન કરે. પુણ્યના ઉદયે જે રાજ્ય મળ્યું છે તે પુણ્યના ઉદય સુધી ટકવાનું જ છે એમ નિશ્ચિત રહી તેને મેળવવા, રાખવા કે વધારવા કોઈ આકસ્મિક સંયોગ સિવાય પ્રવૃત્તિ ન કરે અને પોતાથી બની શકે તેવી રીતે હિંસાદિક સર્વ પાપોથી દૂર રહી સર્વથા હિંસાદિક પાપોનો ત્યાગ ઈચ્છે તેવો રાજવી રાધેશ્વર છતાં પણ પરદેશી મહારાજની પેઠે, સંપ્રતિ મહારાજા તથા કુમારપાળની પેઠે, આ ભવમાં રાજ્યેશ્વર છતાં પણ અન્ય ભવમાં સૂરેશ્વર બની શકે છે, પણ આવા કલ્યાણ અર્થે રાજાઓ કંઇ જમાના વહી ગયા પછી માત્ર કોઈક જ બને છે, અને તેવાઓને અંગે માત્ર રાજ્યેશ્વર તે સૂરેશ્વર એમ કહી શકાય, અને સર્વથા રાજ્યેશ્વરપણાનો ત્યાગ કરીને ઋષીશ્વરપણું આચરનારા તો રાધેશ્વરી અવ્યાબાધ પદને પણ પામ્યા છે અને ઉંચામાં ઉંચા સૂરેશ્વરપણાની પદવીઓ પણ તેઓએ હસ્તગત કરી છે, પણ તે સર્વ ધર્મપ્રધાન રાજ્યેશ્વરો રાજ્ય કરતાં પણ ધર્મપ્રાણને અધિક ગણનારા હોય છે છતાં તેવા ઘણા થોડા હોઈ પાછળ જણાવેલા લક્ષણવાળા જ ઘણા રાજાઓ હોય છે અને તેથી રાધેશ્વર તે નરકેશ્વર એમ કહેવાય છે.