Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૮-૯-૩૪
પBo
શ્રી સિદ્ધચક્ર નાવિક-શેઠ ! મને ટકોરા ગણતાં પણ આવડતા નથી.
શેઠ-ખરેખર ! તારી જિંદગી નિષ્ફળ છે કેમકે આ જીવનમાં ક્ષણે ક્ષણે વાંચવા લખવા વિગેરે માટે ભણવાની જરૂર છે. તારી જિંદગી ધૂળમાં ગઈ.
એટલામાં વહાણ ડોલ્યું, અવળું પડયું ત્યારે નાવિક કહે છે-શેઠજી ! તરતાં આવડે છે? શેઠ-ના, ભાઈ !
નાવિક-ત્યારે તમારી જિંદગી પાણીમાં ગઈ. પેલો ખલાસી તો પાણીમાં કૂદકો મારીને તરીને બહાર નીકળી ગયો. કહેવાની મતલબ એ કે જિંદગીના સાધન માટેનું શિક્ષણ મેળવ્યું પણ પાણીમાં પડયો તે વખતે બચવાનું સાધન શું? પાણીમાં તરવાની શક્તિ ન મેળવી તો ત્યાં તે શેઠનું ભર્યું ગયું કામ લાગ્યું નહિ. અસંશી કોણ? સંશી કોણ?
તેવી રીતે આ જીવનના નિર્વાહ માટે બધું કરીએ છીએ, પણ જીવનનો આધાર કોના ઉપર ? જે માટે કરીએ છીએ તે પરિણામ આવે છે. આ જીવનમાં વિદ્વાનું, બાહોશ, શૂરા, પ્રધાન કે રાજા કહેવાઇએ પણ એ બધું આ જીવનને અંગે છે. જીવનના પહેલા, બીજા (મધ્ય) કે છેલ્લા ભાગ ઉપર દૃષ્ટિ ગઈ હોય તેને તેટલું જ શિક્ષણ પાલવે પણ જેની દૃષ્ટિ જિંદગીની પછી (પાછળ) ગઈ હોય તેને એટલું શિક્ષણ પાલવે નહિ. અસંશીનું કામ શું? માત્ર ચાલુનો વિચાર કરી લેવો એ જ અસંજ્ઞીનું કામ છે. અસંજ્ઞી ભૂત, ભવિષ્યનો વિચાર કરે નહિ. તમે માખીને સાકરના પાણીમાંથી બચાવો છતાં તે ફરીને ઉડીને તેમાંજ પડે છે. વર્તમાનની મીઠાશને અંગે એ ત્યાં દોડે છે, પણ પોતે મરી જશે એ વિચાર કરવાની તાકાત એ ધરાવતી નથી. માખીએ તો કેવળ વ્યવહારથી અસંશી છે. ધાર્મિક દૃષ્ટિએ દેવતામાં, નારકીમાં, ગર્ભજ મનુષ્યમાં પણ અસંજ્ઞીપણું છે. તે શી રીતે ? માખી જેમ ભવિષ્યનો વિચાર ન કરવાથી અસંશી તેવી રીતે ભવચક્રને અંગે અતીત, અનાગત નહિ વિચારનારા કેવા? માત્ર ચાલ જિંદગીનો વિચાર કરે, અતીત, અનાગત જિંદગીનો વિચાર ન કરે તેને અસંશી કેમ ન કહેવાય ? જે શુભાશુભનો વિચાર ન કરે તેને સંશી શી રીતે કહેવાય ? કેવળજ્ઞાની મહારાજાની દૃષ્ટિ કયાંથી કયાં સુધીની ? અનાદિથી અનંતસુધીની.
શંકા-આ વાત યુક્તિથી કહેવામાં આવે છે માટે શાસ્ત્રસિદ્ધ નહિ કહેવાયના, તેમ નથી. આ વાત શાસ્ત્રસિદ્ધ છે. જેઓ ભૂતભવિષ્યનો વિચાર કરી સુધારણા કરતા નથી, બગાડના કારણો જાણીને તે કારણોથી દૂર રહેતા નથી તેવા મનુષ્યને અસંશી કહીએ છીએ, જેઓ આ જિંદગીને ગૌણ ગણી, ભવિષ્યને મુખ્ય રાખનારા તેને અસંશી કહેતા નથી. ભવિષ્યની જિંદગીના સાધનો તૈયાર કરવામાં જેઓ મહેનત કરતા નથી, અને વર્તમાન જીવનને અગ્રપદ આપે છે, ભવિષ્યની જિંદગીને અગ્રપદ આપતા નથી તેને અસંશી કહેવાય છે. જેને