Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૪-૮-૩૪
૫૦૮
શ્રી સિદ્ધચક્ર ઉત્તરાધ્યયનસૂત્રમાં હરિકેશીમુનિને ઉપદ્રવ કરવા તૈયાર થયેલા અધ્યાપક અને તેના શિષ્યોને લોહી વમતા કર્યા, અંગોપાંગ ઉતારી નાખ્યાં, છતાં એ બધું કરનાર કિંદુકવૃક્ષવાસી યક્ષને સૂત્રકારો વૈયાવચ્ચે કરનાર જ ગણે છે. યાદ રાખવું જરૂરી છે કે મહાપુરુષ તરફ અયોગ્ય વર્તન કરનારને તે મહાપુરુષના ભક્તો ભાવતુ શક્તિ શિક્ષિત કરે જ છે અને જેઓ તેવા પ્રસંગે યાવતુ શક્તિ શિક્ષણ ન કરે તેઓની ભક્તિ અને વૈયાવચ્ચમાં ખામી ગણાય એ સ્વાભાવિક જ છે. જો કે શિક્ષા કે ઉપદ્રવ કરનારને ઉપદ્રવ કરવો તેનો નિર્જરાના માપ સાથે હિસાબ નથી, તો પણ ભક્તિના તીવ્રરાગને અંગે આવેલો આવેશ કોઇપણ પ્રકારે દબાઈ શકે જ નહિ. તે આવેશનું ન આવવું, તે આવેશ ન આવવાને લીધે તેને દબાવવાની જરૂર ન પડવી એ વીતરાગ સર્વજ્ઞ ભગવાનને અથવા તો ભક્તિ હીનને જ બની શકે.) તીર્થકર ભગવાન જન્મથી વિશેષે કરી કેવળ થયા પછી જીવોના હિતમાં જ પ્રવૃત્તિ કરે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જે ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાન બીજાના ઉપકાર તળે જન્મથી પણ આવેલા જ નથી તે ભગવાન તીર્થકર કેવળજ્ઞાન પામીને કૃતાર્થ થયા છતાં સૂર્યોદયની માફક તીર્થપ્રવર્તન કરી સ્વભાવથી જ જગતના હિતને માટે પ્રવર્તે છે. આ જ કારણથી ઘણી જગા પર ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણરૂપ ફળને ઉદ્દેશીને તીર્થકર ભગવાનનો પ્રવૃતિ નિવૃતિનો ઉપદેશ છતાં ઘણી જગા પર તે ઇષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણરૂપ ફળ જણાવ્યા વિના પણ ભગવાન તીર્થંકર મહારાજના વચનમાત્રથી જ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી એ સમ્યગુદષ્ટિઓનું જરૂરી કર્તવ્ય હોય છે, અર્થાત્ ઇષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ રૂપે જણાવેલું ફળ સમ્યગુદષ્ટિ જીવોના શ્રવણની અપેક્ષાએ માત્ર અનુદ્યજ થાય છે, વિધેય તરીકે તો જો પ્રવૃત્તિ નિવૃત્તિમાં મુખ્ય હેતુ હોય તો તે માત્ર જિનકથિતપણાનો જ છે, અને તેથી જ જૈનસિદ્ધાંતોમાં દરેક પ્રવૃત્તિ નિવૃત્તિના ફળો બતાવવામાં આવેલાં નથી પણ માત્ર જિનઆજ્ઞા તરીકે જ કર્તવ્યદશા માનવામાં આવેલી છે, આ જ હેતુથી આપણે આગળ પણ જોઈશું કે જિનેશ્વર ભગવાનનું કે તેમની પ્રતિમાનું સ્નાત્રાદિક દ્વારાએ કરાતું પૂજન ફક્ત જિનેશ્વર મહારાજાઓએ કરવા લાયક કહ્યું છે, એટલી જ માત્ર સર્ભક્તિવાળું હોય તો તે પૂજનને યોગ્ય પૂજન કહી શકીએ, વળી ભગવાન જિનેશ્વર મહારાજના કે તેમની પ્રતિમાને સ્નાત્રાદિક દ્વારાએ પૂર્વે જણાવેલી ભક્તિથી કરાતા પૂજનનું બારમા અશ્રુત દેવલોક સુધીની પ્રાપ્તિરૂપી ફળ બતાવવામાં આવે છે તો પણ તે દેવલોકની પ્રાપ્તિરૂપી ફળને ઉદ્દેશીને કોઈપણ સમ્યગુદષ્ટિ પૂજન કરતો નથી અને છતાં કોઈ કરે તો તેવા પૂજનને યથાસ્થિત પૂજન કહેવાતું નથી. તેવા પૂજનને અપ્રધાન પૂજન જ કહેવું પડે, અર્થાત્ જિનેશ્વર મહારાજે ફરમાવેલી સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિઓ સર્વ જીવોના આત્માના કલ્યાણને માટે જ છે એમ જાણી જિનેશ્વર ભગવાનની આજ્ઞામાત્રથી જ પ્રવર્તવાનું થાય છે અને તેનું જો કાંઈ પણ કારણ હોય તો તે એ જ કે ત્રિલોકનાથ ભગવાન તીર્થકરો જન્મથી જ અને વિશેષ કરીને કેવળજ્ઞાન પછી અન્ય જીવોના હિતને કરવાવાળા જ હોય છે.