Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
થતું હતું એમ નિયમ નથી, કારણ કે જ્યારે અષાઢ સુદિ પુનમે ચાતુર્માસની સ્થિરતા નિયમિત થતી ત્યારે તેની પહેલાંના પાંચ દિવસોમાં પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ થતું હતું. પછી પાંચ પાંચ દિવસની વૃદ્ધિએ જેને જેને જ્યાં જ્યાં જેમ જેમ સ્થિરતાનું નિયમિતપણું થતું તેમ તેમ તે તે સાધુઓ તે તે સ્થાને સ્થિરતાની પહેલાંના પાંચ દિવસોમાં કલ્પનું કથન અને શ્રવણ કરતા હતા અને તે રીતે કલ્પના કથન અને શ્રવણનો વખત શ્રાવણમાસના કૃષ્ણપક્ષના અંતભાગમાં નિયમિત ન રહેતાં માત્ર સ્થિરતા કરવાની યોગ્યતા ઉપર જ તેના કથન અને શ્રવણનો નિયમ હતો, પણ તે પાંચ પાંચ દિનની વૃદ્ધિનો નિયમ શ્રીશ્રમણસંઘે જયારથી બંધ કર્યો અને ચાતુર્માસને માટે અવસ્થાનનો નિયમ અષાઢ શુકલ ચતુર્દશીથી નિયત કર્યો ત્યારે આ કલ્પસૂત્રના વાચન અને શ્રવણનો નિયમ શ્રાવણમાસના કૃષ્ણપક્ષના અંતભાગથી મુકરર કર્યો કારણ કે પૂર્વકાળમાં જ્યારે પાંચ પાંચ દિનની વૃદ્ધિથી અનિયમિતપણે અવસ્થારૂપી પર્યુષણ થતાં હતાં ત્યારે પણ તે અવસ્થાનરૂપી પર્યુષણની અંત્યમર્યાદા તો ભાદ્રપદના શુકલપક્ષમાં જ હતી. તે ભાદ્રપાદના શુકલપક્ષમાં તો અન્ય કોઇ અવસ્થાન માટે અનુકૂળ સ્થાન ન મળે તો વૃક્ષની નીચે પણ અવસ્થાનરૂપ પર્યુષણા કરી દેવાની સખત આશા હતી, અને તે જ અંતના અવસ્થાનરૂપ પયુષણના અંત દિવસને જ સાંવત્સરિક પર્વ સકળ સંઘ ગણતું હતું, અર્થાત્ અવસ્થાનરૂપ પર્યુષણમાં અનયમિતપણું છતાં પણ સાંવત્સરિકપર્વનું અનિયમિતપણું હતું પણ નહિ અને થઈ શકે પણ નહિ અને તે જ કારણથી શ્રીકલ્પસૂત્રકાર મહારાજા આ કલ્પસૂત્રના સામાચારી પ્રકરણમાં વિગ્રહ શમાવવાના અધિકાર માં જોવ' એમ કહી સાંવત્સરિક દિવસનો ઉદ્દેશ નિયમિત દિવસે જણાવે છે, અને તેથી જ સાંવત્સરિક દિવસનું અવસ્થાનરૂપ પર્યુષણાના કાલની માફક અનિયમિતપણું નથી એમ સ્પષ્ટ કરે છે. વળી વિચારવાની જરૂર છે કે દરેક સમુદાયને દરેક વર્ષે અવસ્થાન પર્યુષણાનું અનિયમિતપણું હોય પણ સાંવત્સરિક પવનું અનિયમિતપણું થઈ શકે જ નહિ, કારણ કે સૂત્ર, અર્થ, ભોજન અને આલાપના મહિના મહિનાના હસાબે સમુદાય, ઉપાધ્યાય અને આચાર્યે કરેલા પરિહારમાં બાર માસની મુદત ઘટી શકે નહિ, પણ મનનો વધારો થાય. વળી સાંવત્સરિક પ્રતિકમણને અંગે એક સંવચ્છરીથી બીજી સંવચ્છરીની વચ્ચે બારમાન કરતાં અધિક કાળ થતાં સંવચ્છરી પડિકમણું કર્યા પછી તેજ રાત્રિએ થયેલા કષાયની મુદત બાર માસ કરતાં અધિક થઈ જઈ વ્યવહારથી અનંતાનુબંધીના ઘરના તે કષાયો થઈ જાય અને તેવા કષાયવાળાને શીશ્રમણસંઘમાં સ્થાન ન હોય એ વાત કલ્પસૂત્રના નિર્મુહણાના અધિકારને સમજવાવાળો સહેલથી સમજી શકે તેમ છે. આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ માનવું પડશે કે અવસ્થાનરૂપ પર્યુષણા અનિયમિતકાળે જતી હતી ત્યારે પણ સાંવત્સરિક પર્વરૂપ પર્યુષણા તો નિયમિત કાળે જ થતી હતી, અને તેથી પાંચ પાંચ દિવસની વૃદ્ધિનો વિધિ બંધ પડતાં પર્યુષણાકલ્પને કથન કરવાનો અને શ્રવણ કરવાનો રિવાજ નિયમિત માદ્ર શુકલ ચતુર્થીરૂપ સાંવત્સરિક પર્વના સંબંધમાં જ પાંચ દિવસને અંગે રાખ્યો, અને જીવાભિગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે જણાવેલી હોવાથી સંવચ્છરીના દિવસને બાશ્રીને જ આઠ દિવસોના પર્યુષણ નિયત થયાં છે, અને તેથી જ શ્રાવણ વદિ બારસથી સામાન્ય રીતે કર્યુષણનો પ્રારંભ થાય છે. હવે તેની પવિત્રતા અને તેમાં કરવાનાં પવિત્ર કર્તવ્યોનો વિચાર કરીએ
(અપૂર્ણ)