Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક
પરમપવિત્ર પર્યુષણપર્વની વ્યવસ્થા અને તેના પવિત્ર કાર્યો
દરેક ધર્મવાળાઓ પોતપોતાના ધર્મના ઉદેશ પ્રમાણે પર્વો માને છે, અને તે પર્વોમાં પોતપોતાના ધર્મના ઉદ્દેશને અનુસારે જ તે ધર્મને માનનારા સર્વ મનુષ્યો તે તે પર્વોમાં તે તે સત્કાર્યોનું આચરણ કરે છે. ક્રિશ્ચિયનો નાતાલના દિવસોને, મુસલમાનો રમઝાન મહિનાને, વૈષ્ણવ અને શૈવો પુરુષોત્તમ માસને માને છે અને નવા જમાનાના નવા મતને માનનારા લોકો તે તે નવા નવા મતને પ્રવર્તાવનારાઓના જન્મ કે મરણ, જય કે પરાજયને ઉદ્દેશીને કે તેના તેવા કોઈપણ અપૂર્વ મનાયેલા કાર્યને ઉદ્દેશીને પર્વને ઉજવે છે. કેટલાક મતવાળાઓ તો પોતપોતાના આચાર્યોની ગાદીનશીન કિયાના મહોત્સવને ઉજવે છે. શ્વેતાંબર સમાજમાં પણ કેટલાકો પોતાના ગુરુની મરણતિથિ કે પાટમહોત્સવના દિવસોને પર્વ ગણી તે તે દિવસે તે તે પવિત્ર કાર્યો કરી ઉજવણી કરે છે, પરંતુ પર્યુષણાપર્વ એ સમગ્ર જૈનશાસનનું અપૂર્વ મહત્મ પર્વ છે. તે પર્વ કોઈપણ તીર્થકર ભગવાનની વ્યક્તિને કે કોઇપણ ગણધર મહારાજની વ્યક્તિને યાવતું કોઈપણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની વ્યક્તિને ઉદ્દેશીને પ્રવર્તેલું નથી, પણ તે પરમપવિત્ર પર્યુષણાપર્વ ભગવાન વીતરાગના માર્ગના ધ્યેયને ઉદ્દેશીનેજ પ્રવર્તેલું છે.
જો કે તે પર્યુષણપર્વમાં પહેલા અને છેલ્લા તીર્થકર મહારાજના શાસનમાં સર્વ મુનિઓને સર્વકાળે પાંચ દિવસોમાં નવ વાચનાએ કલ્પનું કથન કરવાનો નિયમ છે. (ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રના આઠમા અધ્યયનપણે પર્યુષણાકલ્પ નામે અધ્યયન દ્વારાએ વર્તમાનનું કલ્પસૂત્ર ગોઠવ્યું ન હતું તે પહેલાં પણ પૂર્વગત શ્રતમાં રહેલું તે કલ્પાધ્યયન સર્વ સાધુઓ કથન કરતા અને સાંભળતા હતા. પર્યુષણાકલ્પની ભગવાન ભદ્રબાહુસ્વામીએ નવી જ ઉત્પત્તિ કરી છે એમ નથી, પણ ભગવાન ભદ્રબાહુસ્વામીની પહેલાં પણ ગણધરોએ પૂર્વગત શ્રુતની અંદર તે પર્યુષણકલ્પની સંકલના કરેલી જ હતી.
કદાચ શંકા કરવામાં આવે કે ગણધરોએ પૂર્વગતશ્રુતમાં રચેલા પર્યુષણકલ્પમાં અને ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ઉદ્ધત કરેલા પર્યુષણકલ્પમાં આચાર્ય મહારાજ દેવર્તિગણિક્ષમાશ્રમણ સુધીની પરંપરા કેમ આવી? વાસ્તવિક રીતિએ એમ કેમ ન માનવું કે આ પર્યુષણકલ્પની રચના આચાર્ય ભગવાન દેવદ્ધિગરિમાશ્રમણજીએ કરેલી હોય, અને તેઓશ્રીએ જ પોતાની તે સ્વતંત્ર રચના છે એમ જણાવતાં ભગવાન મહાવીર મહારાજથી પોતાના ગુરુ સુધીની બધી પાટપરંપરા આપી હોય. આવી રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન ગૌતમસ્વામીજીના પૂર્વગતઋતપણે રચેલા પર્યુષણાકલ્પમાં કે શ્રુતકેવલી યથાર્થ યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુસ્વામીજીના રચેલા પર્યુષણાકલ્પમાં આચાર્ય મહારાજ દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી સુધીની પટ્ટપર પરા ભવિષ્યના જ્ઞાનને હિસાબે લખી શકે તેમ છતાં પણ ન લખી હોય, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રો જે તે કલ્પસૂત્રમાં વર્ણન કરવામાં આવે છે તે બધાં ચરિત્રો ભગવાન ગણધર મહારાજાની વખતે ન હતાં, અગર ભગવાન ભદ્રબાહુસ્વામીજી પૂર્વગત શ્રુતના
(અનુસંધાન પા. પર૭ પર)