Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૧
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર આ ગર્ભને ઘણા ગર્ભશાતન (કટકા થઈને પડવું), પાતન (અખંડ ગર્ભ પાડવો), ગાલન (પીગળાવીને ખરાવવું) અને મારણ (મરણના કારણો)થી શાડન, પાડા વિગેરે કરવું. એવી રીતે વિચાર કરીને ઘણા ખારા, કડવા અને તુરા એવાં ગર્ભશાતનોના ઔષધો ખાતી અને પીતી તે ગર્ભને શાડા વિગેરે કરવા ઇચ્છે છે, પણ તે ગર્ભ શડતો, પડતો, ગળતો કે મરતો નથી. પછી તે મૃગાદેવી મહારાણી તે ગર્ભને શાડન વિગેરે કરવા સમર્થ થતી નથી ત્યારે થાકેલી, ગ્લાનિ પામેલી અને સર્વથા નિરૂત્સાહવાળી થયેલી વગર ઈચ્છાએ પરાધીનપણે તે ગર્ભને મહાદુઃખે વહન કરે છે. ગર્ભમાં રહેલા તે બાળકને આઠ નાડીઓ અત્યંતર પ્રવાહવાળી, આઠ નાડીઓ બાહ્ય પ્રવાહવાળી, આઠ નાડીઓ પરૂ વહેવાવાળી, આઠ નાડીઓ લોહી વહેવાવાળી થઈ છે, તેમાં કાન, આંખ, નાક અને ધમનીની અંદર વારંવાર લોહી અને પરૂને વહેવડાવે છે. તે બાળકને ગર્ભમાં આવ્યો ત્યારથી જ અગ્નિક નામનો રોગ ઉત્પન થયો. તે બાળક જે આહાર કરે તે જલદી નાશ પામે અને પરૂ અને લોહીપણે થઈ જાય, અને તે થયેલા પરૂ અને લોહીને પણ ખાઈ જાય.
પછી તે મૃગાદેવી મહારાણી નવ મહિના સંપૂર્ણ થયે દારકને જન્મ આપે છે. તે બાળક જન્મથી આંધળો, મૂગો, અંગની રચના જેની બરોબર નથી એવો, અને આંધળા આકાસ્વાળો, માત્ર અનવસ્થિત આકતિને ધારણ કરવાવાળો થયો, ત્યારે તે મૃગાદેવી મહારાણી અવ્યવસ્થિત અંગવાળા અને આંધળા બાળકને દેખીને ભય પામી, ત્રાસ પામી, ઉદ્વેગ પામી છતી ધાઈમાતાને બોલાવે છે, અને બોલાવીને કહે છે કે-હે દેવાનુપ્રિય ! તું જા, અને આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દે. પછી તે ધાઇમાતા મૃગાદેવી મહારાણીનું વચન કરવા લાયકપણે અંગીકાર કરીને જે સ્થાને વિજય ક્ષત્રિય રાજા છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડીને એમ કહે છે કે- હે સ્વામિનું ! મૃગાદેવી મહારાણીએ નવ મહિને જન્માંધ વિગેરે વિશેષણવાળા છોકરાને જન્મ આપ્યો, અને તે મૃગાદેવી તે અનવસ્થિત અને અંધસ્વરૂપ ગર્ભને દેખીને ભય, ત્રાસ અને ઉદ્વેગ પામી તેથી મને બોલાવીને એમ કહ્યું કે-હે દેવાનુપ્રિય ! તું જા અને આ બાળકને એકાંત ઉકરડે ફેંકી દે તો હે સ્વામિન્ ! હુકમ કરો કે તે બાળકને એકાંતમાં ફેંકું કે નહિ તે વખત વિજય ક્ષત્રિય રાજા તે ધાઇમાતાની પાસે આ હકીકત સાંભળીને સંભ્રમવાળો ઊઠે છે અને ઊઠીને જે જગા ઉપર મૃગાદેવી મહારાણી છે ત્યાં આવે છે અને મૃગાદેવીને કહે છે કે આ તારો પહેલો ગર્ભ છે, અને જો તું એને એકાંતમાં ઉકરડે ફેંકાવી દઇશ તો તારી પ્રજા સ્થિર થશે નહિ, માટે તું એ બાળકને એકાંત ભોંયરામાં ગુપ્તપણે ખોરાકપાણીથી પોષતી રહે, તો તારી પ્રજા સ્થિર થશે. પછી તે મૃગાદેવી મહારાણી વિજ્યક્ષત્રિય રાજાના એ વચનને વિનયથી કબુલ કરે છે અને તે બાળકનું એકાંત ભોંયરામાં ગુપ્તપણે આહાર પાણીથી પોષણ કરે છે એવી રીતે હે ગૌતમ ! મૃગાપુત્ર બાળક પહેલા ભવના જૂનાં દુષ્કર્મો કે જેનું પડિકમણું, પ્રાયશ્ચિત વિગેરે કર્યા નથી તેના અશુભ ફળને ભોગવે છે.