Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧૧
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર પટાની મુદત ખલાસ થયેથી અમારો સિપાઈ આવેથી તરત લુગડાંભેર મકાનમાંથી નીકળી જવું પડશે.
આવી શરતે કોઈ રાજ્ય પોતાની જમીન રેયતની માગણીથી બને જ નહિ પણ પરાણે આપવા માગે તો પણ કોઈ લે ? આવી શરતો કબુલ કરી એ પ્લોટ કોણ લેશે? તેવી શરતોની સાથે શરીરરૂપી ઘરની શરતોની સરખામણી આ રહીઃ
માતાના ગર્ભમાં (ઉદરમાં) જીવને લાવીને મૂકવો, જીવે અમુક આકારનું શરીર કરવું અને તે દરેક વર્ષે વધારવું, સાચવવું અને વધારવું. મનુષ્યના આયુષ્યરૂપ પુણ્ય પહેલાં જ બાંધવું. રાગ, દ્વેષ, સ્નેહરૂપે અધ્યવસાય વિગેરે ગફલતીનો દંડ આપણને વગર જણાવે જ એમાંથી વસુલ થશે, શ્વાસોચ્છવાસ (આયુષ્ય) પૂર્ણ થયેથી ખબર આપ્યા વગર ક્ષીણ થશે, પછી દેવગતિના આયુષ્યના ભોગે પણ આ ગતિમાં રહી શકાશે નહિ, દેવલોકના પાંચ વર્ષના ભોગે પણ અહીંની એક મિનિટ પણ મળશે નહિ, જેના ધન, કુટુંબ કે સ્ત્રી પુત્રાદિ માટે પાપો કર્યા હશે તેમાંનું કંઈ પણ સાથે લઈ જવા દેવામાં આવશે નહિ, સિપાઈ (મૃત્યુ) આવે કે તરત લુગડાંભેર (પુણ્ય-પાપ જે હોય તે લઈ) નીકળી જવું પડશે, એ માટે અગાઉથી જણાવવામાં પણ આવશે નહિ-વિગેરે વિગેરે
આવું ભાડુતી ઘર પરાણે આપવા છતાંયે કોણ લે? આ તો થઈ ઘરને લેવાની વાત, પણ આ શરીરરૂપી ઘરની સ્થિતિ તો તપાસો. ભંગીની ઝુંપડીમાં ખરાબ પદાર્થો હોય તેમ આમાં એ અશુભ અને અશુચિ પદાર્થોથી જ ભરેલું છે. કાયા એ મલમૂત્રની કોથળી છે. આપણને માલમ જ છે કે એ અશુચિ અને બીભત્સ પદાર્થો ભરેલા હોવાથી જ આ શરીરના ઓપરેશન વખત ભલભલાને ઉભું રહેવું મુશ્કેલ પડે છે. મેલા (વિષ્ઠામૂત્ર)ની ગાડી જેમ ટીનના પતરાથી મઢેલી હોય તેમ આ શરીર ઉપરથી સારું દેખાય છે પણ ઉપરનું ઢાંકણું ખોલવામાં આવે એટલે ઉભું રહેવું ગમે તેમ નથી. વળી શરીર એ બેડી છે.
શ્રી મુનિસુંદરસૂરિ કહે છેઃ- નોહાશ્રિતો દિ તે નિધતિમઝધા જ તેવસ્થ નસ્વાશ્રયત્વે અરે જીવ! તારા મુઝારાનું સ્થાન મુખ્ય આ શરીર છે. કુટુંબ, કબીલો, ધનમાલ ઈચ્છે છે પણ બધામાં સાધ્ય આ શરીરને અંગે જ છે ને તેમાં જ મુંઝાયો છે. પોતાના કેદને કઠણ કરનારો કેદી કેટલો નિભંગી. જીવ કેદને કેદ, બેડીને બેડી ન સમજી શકયો. જે બેડીને ઝાંઝર સમજે તે જ એને મજબૂત કરે. બેડીને ઝાંઝર સમજવું એ જ ભ્રમ છે. શરીર એ જીવની બેડી છે. આત્માની સ્વતંત્રતા પર શરીરે ત્રાપ મારી છે. જેમ ગાયને ગળે બાંધેલું દોરડું જેમ ખેંચીએ તેમ બિચારી ગાયને ખેંચાવું પડે છે તેવી રીતે આ આત્માને ગળે આ શરીરરૂપી દોરડું બંધાયું છે એટલે શરીરને જે બાજુ લઈ જવામાં આવે તે બાજુ