Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૦ શ્રી સિદ્ધચક્ર
તા.૨૪-૮-૩૪ શક્રઈદ્રના ચિત્તમાં ચિંતા થવા લાગી અને તે ઉપસર્ગોને નિવારવા માટે દેવલોકના દેવતાઈ સુખોની દરકાર કર્યા વગર ભગવાન મહાવીર મહારાજની સેવામાં તેઓશ્રીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી રહેવાની માગણી કરી. (શક્રઈદ્ર જાણતા હતા કે તીર્થકર ભગવાનોને કેવળજ્ઞાન થવા પહેલાં જ ઉપસર્ગોની સંભાવના હોય છે, પણ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી તીર્થકર ભગવાનોને ઉપસર્ગો હોતા નથી. ભગવાન મહાવીર મહારાજને કેવળજ્ઞાન થયા પછી સાડાતેર વર્ષે ગોશાલા તરફથી જે ઉપસર્ગ થયો તે આશ્ચર્યરૂપ અને ઘણી જ વખતના આંતરે હોઈ તેની વિવક્ષા જણાવી નથી.) ભગવાન મહાવીર મહારાજે શક્રઈદ્રની તે માગણી કબુલ ન કરી તે એમ કહીને કે કોઈપણ તીર્થકર કોઈપણ સુરેન્દ્ર કે અસુરેન્દ્રની મદદથી પરિષહ, ઉપસર્ગો જીતીને કેવળજ્ઞાન મેળવતા નથી. મહાપુરુષો ઉપસર્ગ, પરિષહ કે અભિગ્રહમાં અવધિ આદિનો ઉપયોગ કરતા નથી.
જો કે ભગવાન મહાવીર મહારાજનું શક્રઈદ્રના અવધિજ્ઞાન કરતાં પણ વિશાળ અવધિજ્ઞાન હતું, પણ અવધિજ્ઞાનનો સ્વભાવ એવો છે કે તેના દ્વારાએ અવધિજ્ઞાનવાળો જીવ ઉપયોગ મેલે તો જ જાણી શકે. ઉપયોગ મેલવાની જરૂર ન હોય અને પ્રત્યેક સમયે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આપોઆપ સ્વાભાવિક ઉપયોગથી જણાતા હોય તો તે સામાÁ માત્ર કેવળજ્ઞાનનું જ છે. છતાં ભગવાન મહાવીર મહારાજના તે વિસ્તીર્ણ અવધિજ્ઞાનથી છદ્મસ્થપણાના સાડાબાર વર્ષમાં થનારા ઉપસર્ગોને જાણી શકત પણ ઉપસર્ગ, પરિષહ કે અભિગ્રહમાં તે મહાપુરુષે અવધિજ્ઞાનનો ઉપયોગ કરેલો જ નથી. (વાસ્તવિક રીતિએ અચાનક અજાણપણે આવી પડેલા પરિષહ ઉપસર્ગોના સહનમાં કે પાલન કરાતા અભિગ્રહમાં રોમાંચ ન થવાનું કે ક્રોધના અભાવપૂર્વક સહન કરવાનું સામર્થ્ય જેવું અદ્વિતીય ગણાય તેવું જાણ્યા પછી તે સહન કરવામાં ગણાય નહિ તેમજ હોય નહિ તે સ્વાભાવિક જ છે.) આવી રીતે પોતે અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારાએ ઉપસર્ગ નહિ જોયા તો પણ શક્રદ્રના કથનથી અત્યંત ઘોર પરિષહ, ઉપસર્ગોનો સંબવ જાણ્યા છતાં તથા તે નિવારવા માટે ઈદ્રની ભક્તિભરી માગણી છતાં જે ઈદ્રને વૈયાવચ્ચ માટે રહેવાનો નિષેધ કરવામાં આવ્યો તે ત્રિલોકનાથની બીજાના ઉપકાર તળે નહિ રહેવાની ઉત્તમોત્તમ દશાને સૂચવાનાર છે. (આમ છતાં પણ ઈદ્રમહારાજ મરણાંત ઉપસર્ગ કરનારા લુહાર વિગેરેને તેમજ અયોગ્ય રીતિએ ઉતારી પાડી અપભ્રાજના કરવા તૈયાર થયેલા અચ્છેદક વિગેરેને જે શિક્ષિત કર્યા છે તથા પુષ્પ નામના સામુદ્રિકને ભગવાનનું યથાસ્થિત સ્વરૂપ જણાવી સમૃદ્ધિપાત્ર કર્યો છે તેમાં જો કે ઈદ્રની વૈયાવચ્ચ કરવાની જરૂર બુદ્ધિ છે તો પણ ભગવાન મહાવીર મહારાજે વૈયાવચ્ચનો નિષેધ કરેલો હોવાથી ઈદ્રના ઉપકારમાં આવેલા ગણાય નહિ.) મહાપુરુષોને હેરાન કરનારને ભક્તો યોગ્ય શિક્ષા કર્યા વગર રહી શકતા નથી.
(ઇદ્રએ વૈયાવચ્ચ માટે કરેલી શિક્ષાથી ઈન્દ્રની ઉપર કેટલાક અણસમજુ લોકો અમાનુષતાનો આરોપ કરે છે, પણ તેઓએ ઇદ્રની ભક્તિ, મરણ અને અપભ્રાજનાની અનિવાર્યતા વિચારી નથી. તેમજ શ્રી