Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬૪
તા. ૨૬-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર કેઃ ઈશ્વર તેઓને કાચી વસ્તુ આપે છે. અર્થાત્ એક પહાડ આપે પણ પત્થર કોણ કાઢે ? વરસાદ આપે પણ ખેડુતો ખેતી ન કરે તો વરસાદ નકામો છે તેવી રીતે સમજજો. આથી જ ઇજિનિયરો, શોધખોળ કરનારા વધારે મનાવા જોઈએ-અર્થાત્ કાચી વસ્તુ આપનાર ઈશ્વર કરતાં પાકી વસ્તુ આપનાર ખેડુતો વિગેરે કાર્યકર્તાઓ છે,” પરંતુ આ બધી પંચાત આગળ કહ્યા પ્રમાણે તેઓને જ છે કે જે લોકો ઈશ્વર પહાડ-પાણી વિગેરે બનાવે છે તેને લીધે માનવા તેવું માનનાર છે. અહીં જૈનમતમાં તો તેવી વસ્તુ બનાવનાર તરીકે ઈશ્વરને માનવામાં નથી આવતો અર્થાતુ દુનિયાના જડ-પદાર્થ આત્માને ફસાવનાર છે. માયાજાળમાં ફેંકનાર પૌલિક પદાર્થોને અંગે ઈશ્વરની મહત્તા કરવામાં આવી નથી. બલ્ક આત્માને ઉજ્વલ કરવાપણાને અંગે પોતે ઉજ્વલ કર્યોને તે કરીને બીજાને ઉજ્વલ બનાવવાનો રસ્તો દેખાડનાર તરીકે ઈશ્વરની મહત્તા છે. ઉપાધિ વળગાડનારને જૈનો ઈશ્વર માનતા નથી.
તેઓ પણ જે રીતે માને છે તે પણ બધું સરવાળે શૂન્ય જેવું “સોકે ભયે સાઠ, આધે ગયે નાઠ, દશ હેંગે, દશ દિલાયેંગે, દસકા દેના લેના કયા ?” એ હિસાબે બધું બનાવ્યું, પણ શા માટે ? ઉપાધિ માટે, બોલો ઉપાધિ-એ સમાધિરૂપ? ઉપાધિ વળગાડનાર પરમેશ્વર કે? ત્યાગી માણસ ઉપાધિ વળગાડનારને ન ધિક્કારે એટલું ઓછું છે. પૃથ્યાદિ ન હતાં ત્યારે તે શુદ્ધ-ચિંદાનંદમય આત્મા હતો, તેવા આત્માને જોતરાં-ધૂસરાં વળગાડયાં-કેટલું નિષ્ફર કર્મ !!!
દુનિયાને ફાની સમજનાર, માયારૂપ સમજે તેવો મનુષ્ય ઝાડે જતાં પણ તેનું નામ લે નહિ !! બિચારો આ જીવ અજ્ઞાની !!! એને ફસાવી દે, દુનિયામાં ભોળાને ભરમાવનાર ને અજ્ઞાની ઉપર અધમારોપ ચડાવનાર કેવો કહેવાય ? વિચારો, આ વસ્તુઓમાં ન સમજનાર બિચારા અજ્ઞાની આત્માને ઠગી ઉપાધિમાં બેસાડી દીધો, ખેર ! એ પંચાત જૈનમતમાં નથી.
આ ઉપરથી એમ નથી સમજવાનું કે જેનો ઈશ્વરને માનતા નથી, જેનો ઈશ્વરને માને છે પણ કઈ રીતિએ? જો જેનો ઈશ્વરને ન માનતા હોય તો તે લોકોના દેવ, ગુરુ, તીર્થ ને ધર્મ ચાલત જ નહિ, અર્થાત્ જેનો દેવને ઈશ્વરને શુદ્ધ રીતિએ ને ઉંચામાં ઉંચી કોટિએ
માને છે.
સ્કૂલમાં શિક્ષક હોય તે તમને નીતિમાર્ગે લઈ જવા ભણાવે છે, હોંશિયાર કરવા ભણાવે છે, ભવિષ્યના ઉદયનો રસ્તો દેખાડવા ભણાવે છે, પણ તેનો અમલ બધા કરે એ ખરા ને ન એ કરે. જે એના શિક્ષણનો અમલ કરે તે સુખી થાય, તે જ લાભ મેળવે. અમલ ન કરે તે દુઃખી થાય-લાભ ન મેળવે. સુખી માસ્તરે કર્યા-અર્થાત્ સુખી થાઓ તે સ્થિતિ માસ્તરે કરી, પણ દુઃખી થાઓ, લાભ ન મળે તેમાં શિક્ષકનો ગુન્હો નથી. એવી જ રીતે અજવાળું