Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૮-૩૪
હું સમાલોચનાની સંકીર્ણ કર્તવ્યતા.
આજકાલ જગતમાં તેમજ જૈન સમાજમાં માસિકો પાક્ષિકો, સાપ્તાહિકો અને દૈનિક પત્રો સારી સંખ્યામાં પ્રચાર પામેલાં છે, અને દિનપ્રતિદિન તેમાં ઉપયોગી કે અનુપયોગી તત્ત્વનો પ્રચાર કરવા કે અન્ય કોઇ દૃષ્ટિથી વધારો થતો જાય છે એ વાત સુજ્ઞ સજ્જનોની સમજ બહાર નથી. આવી વખતે સર્વપત્રો શાસ્ત્રના જ્ઞાનવાળા અને રૂચિવાળાના હાથે જ લખાતાં હોય એમ છે નહિ, તેમ તેવું થવાનો સંભવ પણ નથી ને તેથી અનેક પત્રોમાં ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિલોકનાથ તીર્થકર ભગવંતો, તેઓશ્રીએ જ જગજંતુના ઉદ્ધાર માટે પૂર્વાપરના અવિરોધપણાના ગુણવાળા અને આત્મકલ્યાણમાં કરમલતાનો કાળો કેર વર્તાવનાર આરંભ, પરિગ્રહ, વિષય અને કષાયનો ત્યાગ કરી સર્વથા સર્વદા મોક્ષમાર્ગની જ માન્યતાને વળગી રહી તે અવિચલ અવ્યાબાધપદની પ્રાપ્તિ માટે જ પરમપુરુષાર્થથી પ્રયત્ન કરનાર મહાપુરુષોએ પવિત્રતમ રીતિએ અપનાવેલા એવા આગમના અપ્રતિહત પ્રભાવ અને દુર્ગતિના દુર્ગમ કૂપમાં કુદી પડતા જગતના જંતુમાત્રને બચાવી સદ્ગતિમાં સ્થાપન કરતા અહિંસા, સંયમ, અને તપસ્યરૂપ અતીન્દ્રિય પદાર્થોને દેખવાની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમાર્થદર્શ પરમેશ્વરોના પરમપુનિત પરમાગમોને આધારે અને અનુસાર આત્મકલ્યાણની આકાંક્ષાથી આચરણમાં મુકાયેલા મૈત્રી. પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના ભવ્ય પ્રવાહવાહી અભય, સુપાત્ર કે અનુકંપાદાનની નિરંતર નિરંતરાય પ્રવૃત્તિ સાથે આત્મ અને અન્યના અમોગ ઉદ્ધારના કારણ તરીકે જિનચૈત્ય જિનબિંબ ને જૈનધર્મની જયપતાકા ફરકાવવા જન્મેલાં તીર્થોની ભવ્યરચના જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉત્સવ, આડંબર આદિ કરાય, અનાદિકાલથી અવ્યાહતપણે વહેતો અવિરતિનો ઝરો જડમૂળથી ઉખેડવા મહાવ્રત અને અણુવ્રતો આચરવામાં આવે, સદાકાલ અવિરહિતપણે પ્રવર્તેલી આહારાદિની તૃષ્ણાનો સદાકાલ રોધ કરવા શાસ્ત્રોકિતને અનુસરીને આચરાતાં અનેકવિધ અતિશય નિધાન તપો તથા અનિત્યતાદિક જે બાર પ્રકારની વૈરાગ્ય ભાવના, મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય એ માધ્યસ્થરૂપ સમ્યકત્વભાવના અને રત્નત્રયીને ધારણ કરનારાઓની અનાહત ભક્તિ તેઓશ્રીના ત્રિવિધયોગને અનુકૂળ તથા સંયમસાધક એવાં અનેક કાર્યોની ચિકીર્ષા તથા સંસારના સતત પ્રવાહને ભયંકર કાનન સમાન દુષ્ટ દાવાનલ સમાન માનીને તેનાથી અહોરાત્ર ઉદ્વિગ્ન રહેવારૂપ ધર્મભાવનારૂપ પ્રવૃત્તિમય ધર્મને ધક્કો લગાડનારાં લખાણો આવ્યાં છે, આવે છે અને આવવાનો સંભવ પણ છે.
જો કે તેવી રીતે આવતાં લખાણો કેટલાંક સત્ય પદાર્થના પારમાર્થિક સ્વરૂપની સુજ્ઞતાના અભાવે થયેલા હોય છે, કેટલાંક તત્ત્વત્રયીનો ખરો બોધ છતાં પણ તેની ઉપરના દ્વેષ કે પોતાના માનેલા તત્ત્વના અયોગ્ય પક્ષપાતને લીધે હોય છે. જ્યારે કેટલાંક લખાણો સુન્નતાનો સર્વોત્તમ સદ્ભાવ છતાં શાસનની સર્વોત્તમતા પ્રતિ પરમપ્રતીતિ હોવા છતાં અજાણપણે કે અનાયાસે અયુકત બોલાયું કે લખાયું હોય તેનો શુદ્ધ તત્ત્વ માલમ પડતાં પણ સુધારો ન કરતાં વિશ્વમાં વિખ્યાતિ પામેલા પદોને પંપાળવા માટે અસત્ય, અયોગ્ય અને અસભ્ય લેખો લખાયેલા હોય છે તે સર્વને ભાસ્વર પદાર્થ માત્ર પ્રકાશ જ પાડે તેવી રીતે આ પાક્ષિકપત્ર માત્ર તેવા લેખોને માટે પ્રકાશ પાડવા પૂરતી જ સમાલોચના રાખી તેનો એક વિભાગ રાખેલો છે.