Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર વસ્ત્ર વડે મુખ બાંધે છે, મુખ બાંધતી તે મૃગાદેવી ભગવાન ગૌતમસ્વામીને એ પ્રમાણે કહે છે કે હે ભગવાન તમે પણ મુહપત્તિથી મુખ બાંધો ત્યારે ભગવાન ગૌતમસ્વામીજી મૃગાદેવીએ એ પ્રમાણે કહ્યું છતે મુહપત્તિથી મુખ બાંધે છે. ત્યારબાદ તે મૃગાદેવી અવળે મુખે ભોંયરાનું દ્વાર ઉઘાડે છે.
મૃગાપુત્રને જેમાં રાખ્યો છે તે ભોંયરાનું દ્વાર ઉલટા મુખવાળી એવી મૃગાવતી રાણીએ જયારે ઉઘાડયું ત્યારે તેમાંથી મરેલા સાપના કલેવર જેવા, ગાયના મડદા જેવા અને કુતરાના મડદા જેવા અનિષ્ટ પદાર્થનો જે ગંધ હોય છે તેના કરતાં અત્યંત અનિષ્ટ, અપ્રિય, અમનોજ્ઞ અને અનિચ્છનીય એવો દુષ્ટ ગંધ નીકળ્યો. (એવા ભૂમિગૃહમાં મહારાણી મૃગાવતી અને ગૌતમસ્વામીજી ગયા પછી તે મૃગાવતી મહાદેવી તે મૃગાપુત્રને માટે જે ખોરાક આપ્યો હતો તે બધો અનશન, પાન, ખાદિમ, સ્વાદિમનો ખોરાક મૃગાપુત્રની આગળ મેલ્યો.)
તે વખત તે મૃગાપુત્ર બાળક તે અનશન, પાન, ખાદિમ, સ્વાદિમના સમુદાયના ગંધે કરીને વ્યાપ્ત થયેલો તે અનશન આદિકના સમુદાયમાં મૂછ, ગૃદ્ધિ, આસક્તિ અને તીવ્ર અધ્યવસાયને પામ્યો પછી તે અનશનઆદિકના સમુદાયને મોઢાથી ખાઈને તરત જ તે અનશનાદિકના સ્વરૂપનો નાશ કરે છે, અને પછી તે અનશનાદિકના પુગલોને પરૂ અને લોહીપણે પરિણાવે છે અને પાછો તે જ પરૂ અને લોહીનો આહાર કરે છે.
આ બધી તે મૃગાપુત્રની હકીકતને સાક્ષાત્ જોઇને ભગવાન ગૌતમસ્વામીજીને એવો વિચાર થયો કે આશ્ચર્યની વાત છે કે આ બાળક પહેલા ભવમાં ખરાબ રીતે કરેલાં અને પ્રાયશ્ચિત વિગેરે નહિ કરવાથી જેનો નાશ નહિ થયેલો એવા દુઃખના કારણભૂત પાપકર્મોના અશુભ ફળ અને વિપાકને વેદ છે. જો કે મેં નરક અને તેમાં રહેલા નારકીજીવો પ્રત્યક્ષ દેખ્યા નથી તો પણ આ પુરુષ પ્રત્યક્ષપણે નરકના જેવી વેદનાને ભોગવે છે એમ વિચારી મૃગાદેવી મહારાણીને જવાની સૂચના કરી ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવી મહારાણીના ઘેરથી નીકળીને મૃગગામ નગરની મધ્યે થઈને નીકળે છે, અને જે સ્થાને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ બિરાજે છે ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, તથા વંદના, નમસ્કાર કરીને એમ જણાવે છે કે હું આપની આજ્ઞાથી મૃગગામ નગરમાં ગયો અને જ્યાં મૃગાદેવી મહારાણીનો મહેલ હતો ત્યાં ગયો ત્યારે તે મૃગાદેવી મહારાણી આવતા એવા મને જોઇને અત્યંત હર્ષ પામી યાવતુ પૂર્વની બનેલી પરૂ અને લોહીનો આહાર તે મૃગાપુત્ર કરે છે એવી હકીકત જણાવી અને જણાવ્યું કે તે મૃગાપુત્રની તેવી અવસ્થા દેખીને મને વિચાર થયો કે અત્યંત ખેદની વાત છે કે આ બાળક આવા પાપોના અશુભ ફળને ભોગવતો વિચરે છે.
હે ભગવાન એ મૃગાપુત્રનો જીવ પૂર્વભવમાં કોણ હતો? તે કયા ગામ કે નગરમાં રહેતો હતો? શું દઇને, શું ખાઈને, તે શું આચારીને આવાં પાપો બાંધ્યાં અને કયા પાપોનું ફળ એ ભોગવે છે?”
એ પ્રશ્નના ઉત્તરમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજા “હે ગૌતમ,’ એવી રીતે ભગવાન ગૌતમને આમંત્રણ કરીને મૃગાપુત્રના પૂર્વભવને જણાવતાં કહે છે -
(અપૂર્ણ)