Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૬-૦-૩૪
૪૦
શ્રી સિદ્ધચક્ર શ્રાદ્ધવિધિ કે ધર્મસંગ્રહ વિગેર ગ્રંથો રચવામાં આવેલા છે, પણ તે સર્વ ગ્રંથોમાં એ વાત તો સ્પષ્ટ જ કરવામાં આવી છે કે સર્વ પાપની નિવૃત્તિરૂપ યતિધર્મને લેવા માટે અશક્ય હોય તેવાઓને જ દેશવિરતિનું ગ્રહણ હોય છે, તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ કરવાને અસમર્થ મનુષ્યોને જ એકલું સમ્યત્ત્વનું ગ્રહણ વિગેરે હોય છે એમ સ્પષ્ટ કરે છે. આ બધી વસ્તુસ્થિતિ જોનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પોતાના ઘરમાં સાથે રહેનારા કુટુંબીજનો તો શું પણ સામાન્ય સંબંધવાળા કે લાગવગવાળા જીવોને પણ તેઓ જે પાપ કરે તેનાથી તેમને રોકવા માટે પ્રયત્ન ન કરાય તો તે પાપ નહિ કરનારા મનુષ્યને પણ અનિષેધ નામની અનુમતિ લાગી તેનું પાપ લાગે છે. આ જ કારણથી દરેક સમ્યકત્વવાળો મનુષ્ય મા વાર્ષીત fu પાપાન એટલે જગતનો કોઈપણ જીવ પાપનાં કાર્યો ન કરો એવી ભાવના તથા તેની ઉદ્ઘોષણા સતત પ્રવૃત્ત રાખે છે.) આવી અનિષેધ અનુમોદનાની માફક બીજી પ્રશંસા નામની અનુમોદના શાસ્ત્રકારો જણાવે છે. પાપ કરવામાં સાગરિત થનારા જેમ સ્પષ્ટપણે પાપના ભાગી હોય છે, તેવી જ રીતે પાપ કરતી વખતે પાપમાં મદદગાર નહિ બનનારો પણ મનુષ્ય પાપનું કાર્ય થઈ રહ્યા પછી પણ ફળભોગ કે વચનદ્વારાએ પણ તે કાર્યને વખાણે તો તે વખાણનાર મનુષ્યને તે થયેલા પાપ કાર્યની પ્રશંસા નામની અનુમોદના ગણવામાં આવે છે. આવી જાતની અનુમોદના લોકોમાં પ્રસિદ્ધ હોવાથી ઘણા મનુષ્યો યથાવસ્થિત વસ્તુના બોધને અભાવે પૂર્વે જણાવેલી અનિષેધ અનુમોદનાને કે આગળ જણાવીશું તેવી સહવાસ અનુમોદનાને, અનુમોદનારૂપે બોલતા નથી અને ગણતા નથી, પણ માત્ર આ પ્રશંસા અનુમોદનાને જ અનુમોદના રૂપે ગણે છે. આ પ્રશંસા અનુમોદનાના નિષેધ માટે જ યોગબિંદુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ માતાપિતા આદિનું મરણ થયા છતાં પણ તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગનો નિષેધ કરેલો છે, અને તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગ કરનારને મરણના ફળનો ઉપભોગ ગણનાર ગણી, માતાપિતા આદિના મરણની અનુમોદનાવાળો ગણેલો છે, અને તેથી જ તે જે શાસ્ત્રમાં તે માતાપિતાદિના વસ્ત્ર, આભૂષણને તીર્થક્ષેત્રાદિમાં ખર્ચી નાખવાનું જણાવેલું છે. આ અનિષેધ અને પ્રશંસા અનુમોદનાની માફક ત્રીજી સહવાસ નામની અનુમોદના શાસ્ત્રકારોએ જણાવેલી છે. આ સહવાસ નામની અનુમોદનાથી લાગતા પાપની નિવૃત્તિ માટે જ તીર્થકર, ગણધર આદિ મહાપુરુષોને પણ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સાધુતા ગ્રહણ કરવાની વિશેષે જરૂર હોય છે. આ વસ્તુને સમજનાર મનુષ્ય જેટલી અવિરતિ રહે તેટલું વધારે વધારે કર્મ બંધાય એવું શાસ્ત્રોકત્ત યથાસ્થિત કથન સહેજે માની શકશે. આ ત્રીજી સહવાસ અનુમોદનાના ભેદને સમજનારો મનુષ્ય પોતાના કુટુંબીજનમાંથી કોઇએ પણ કરેલા પાપની અનુમોદનાના દોષનો ભાગીદાર કુટુંબના સમગ્ર જન બને છે એમ સ્પષ્ટ સમજી શકશે. (આવા જ કારણથી ગૃહસ્થાશ્રમમાં રહીને ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થ લાયક ધર્મકરણી કરવાવાળો પણ પાપને અંગે માત્ર ખાળે ડૂચા મારે છે પણ મોટા દરવાજા ખુલ્લા જ રાખે છે, અને આ કારણથી દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ પ્રમત્તસંયતના જધન્ય સ્થાનમાં અસંખ્ય ગુણ નિર્જરા જે શાસ્ત્રકારોએ ફરમાવી છે તથા સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઉત્કૃષ્ટ દેશવિરતિની પ્રાપ્તિ માટે ખપાવાતી કર્મસ્થિતિ કરતાં વધારે ખપાવે ત્યારે જ પ્રમત્તચારિત્રની પણ પ્રાપ્તિ થાય એ વાત સ્પષ્ટપણે સમજાશે.)