Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૦-૮-૩૪
૪૮૩
શ્રી સિદ્ધચક્ર તે રૂપ સર્વવિરતિને જ ભાવસ્તવ કે ભાવપૂજામાં ગણેલ હોવાથી તેના અતીત અને અનાગત પરિણામી કારણ તરીકે જો કે આત્મદ્રવ્ય જ છે, અને તેથી જ્ઞશરીર, ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપ તરીકે આત્મદ્રવ્યને જ લઇ શકીએ, અને તે અપેક્ષાએ આત્માને જ જ્ઞશરીર નોઆગમ દ્રવ્યપૂજા કે ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યપૂજા કહી શકીએ, પણ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાનની કે તેઓશ્રીની પ્રતિમાની સ્નાન, વિલેપન, ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત અને નૈવેદ્ય વિગેરેથી કરાતી પૂજાને આગમ થકી દ્રવ્યપૂજા કે નોઆગમથકી જ્ઞશરીર અથવા ભવ્ય શરીર દ્રવ્યપૂજામાં ગણી શકીએ તેમ નથી. તે સ્નાત્રાદિકથી કરાતી પૂજાને દ્રવ્યપૂજા કહેતી વખત વ્યતિરિકત દ્રવ્યનિપાને જ ખ્યાલમાં રાખવો પડે; કેમકે તે સ્નાત્રાદિકે કરાતી પૂજા તે આજ્ઞાપાલન કે સંયમરૂપ ભાવપૂજાનું ઉપાદાન કારણ કે પરિણામી કારણ નથી એ ચોક્કસ જ છે. શરીર અને આત્માનો કંચિત્ અભેદ.
એમ નહિ કહેવું કે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપામાં જાણકાર થયેલાનું ને જાણકાર થવાવાળાનું શરીર જ લેવામાં આવ્યું છે અને તે શરીર તો ઉપાદાન કારણ હોતું જ નથી, પરંતુ તે શરીર નિમિત્ત કારણ માત્ર જ હોય છે, અને તેથી શરીરરૂપી નિમિત્ત જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે લેવામાં આવ્યું છે, તેવી રીતે શરીરને ઉપલક્ષણ તરીકે રાખીને બીજાં પણ અતીત, અનાગતનાં કારણો જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે કેમ નહિ લેવાં? આવા કથનના ઉત્તરમાં સમજવાનું છે કે વ્યવહાર દૃષ્ટિએ શરીર અને આત્માનો ભેદ ગણાતો નથી. જેમ ક્ષીર અને નીર એકઠાં મળ્યાં હોય, તેમાં આ ક્ષીર છે, અને આ નીર છે, એવો વિભાગ કરવો તે અશકય નહિ તો અયોગ્ય તો છે જ. આ જ કારણથી ભવાંતરોમાં ઈદ્રિયો અને યોગદ્વારાએ બંધાયેલાં કર્મોને અંગે, “મેં બાંધ્યા છે,” એમ ભવાંતરમાં પણ આત્મા કહી શકે છે. જો શરીર અને આત્માનો સર્વથા ભેદ ગણવામાં આવે તો ઈદ્રિયો અને યોગાદિદ્વારાએ આત્માને તેનાથી ભિન્ન હોવાને લીધે કોઈપણ પ્રકારે કર્મબંધ થાય નહિ. જેમ સંસારી આત્માના ઈદ્રિયો અને યોગોથી થતું કર્મબંધન તે ઈદ્રિય અને યોગોથી ભિન્ન એવા સિદ્ધના આત્મા કે અન્ય સંસારી આત્માઓને લાગતું નથી, તેવી રીતે તે ઈદ્રિયો અને યોગોને પ્રવર્તાવનાર આત્મા પણ તે ઈદ્રિયાદિમય શરીરથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો તે શરીર આદિ દ્વારાએ તે આત્માને બંધ થવો જોઈએ નહિ, અને એવી રીતે બંધનો અભાવ માનીએ તો ચાર ગતિરૂપ સંસારનો વિચ્છેદ થઈ જાય, અને જીવને સુખદુઃખ આદિનું વેદન પણ જે શરીર આદિ દ્વારાએ થાય છે તે પણ થાય નહિ. જો કે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિપામાં જીવ સહિત શરીરને લેવું જ કે ન જ લેવું એમ નથી, કેમકે જ્ઞશરીર ભેદમાં ગણાતું શરીર જીવ રહિત હોય એમ નિશ્ચિત છતાં પણ ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપા તરીકે ગણાતું શરીર જીવ રહિત નથી જ હોતું એ ચોક્કસ છે છતાં તે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિપામાં