Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૪૪
તા.૧૧-૦૩૪
શ્રી સિદ્ધચક, વખતમાં એ અંગારા ઉપર પગ મૂકે અને દાઝે એવો પ્રસંગ છે. એટલામાં એક બીજો માણસ સામેથી આવે છે. એ અંગારાને જુએ છે. એને ખબર છે કે જે એ અંગારા ઉપર પગ મૂકે એ દાઝી જવાનો. એ પેલા વિચારમગ્ન માણસને જુએ છે. એ માણસ ભૂલમાં અંગારા ઉપર પગ મૂકીને દાઝી જશે એ વિચારથી એનું હૃદય કમકમી ઉઠે છે. એ દોડે છે. પેલા માણસને રોકી રાખે છે. એની વિચારનિદ્રાને ઉડાડીને એને બચાવી લે છે અને પેલા ધગધગતા અંગારાનું દર્શન કરાવે છે. ભલા આ આખીય ઘટનામાં પેલા બીજા માણસે કેટલો ભાગ ભજવ્યો ? પહેલાં એણે અંગારા જોયા. અંગારામાં પડનાર બળી મરે એનો વિચાર કર્યો. પેલા માણસને બળતાં બચાવી લીધો અને અંગારાનું દર્શન કરાવ્યું. પણ આમ કરવાથી એણે અંગારાને પેદા કર્યા કે અંગારામાં પડનાર હવે પછી દાઝી મરે એવો ધારો કર્યો એમ તો કોઈપણ બુદ્ધિવાળો માણસ નહિ જ કહી શકે. અગ્નિ ત્યાં પડેલો જ હતો અને એના બાળવાનો સ્વભાવ પણ પ્રથમ કાળનો જ હતો. એણે તો માત્ર પેલા વિચારમગ્ન માણસને અગ્નિનું દર્શન કરાવીને દર્શક તરીકેનું કામ કર્યું. આજ પ્રમાણે તીર્થકર ભગવાને પણ ધર્મ અને અધર્મનો માર્ગ બનાવ્યો નથી પણ જે ધર્મ અને અધર્મના તો અનાદિકાળથી ચાલ્યા આવતા હતા તે લોકોને ઉઘાડા કરીને બતાવ્યા. એક બીજું વધુ સાધારણ દષ્ટાંત લઇએ. એક ઓરડો છે. એમાં અનેક વસ્તુઓ પડી છે. સોનું, ચાંદી મોતી અને ઝવેરાત પણ પડયાં છે. રાત્રિનો સમય છે. ઓરડામાં ચારે તરફ અંધકાર વ્યાપી રહેલો છે. આપણે એ ઓરડામાં ગયા. અંધારાના લીધે આપણે કંઈ પણ નથી જોઈ શકતા, પણ પાસેનું વિજળીનું બટન દાળ્યું અને એકદમ બત્તી થઈ અને શૂન્ય જેવો ઓરડો આપણને અનેક પ્રકારની વસ્તુઓથી ભરેલો લાગ્યો. દીવો થવા અગાઉ ઓરડામાં કોઈ પણ ચીજ હતી જ નહિ અને દીવો થતાં જ એ બધી વસ્તુઓ પેદા થઈ ગઈ-એટલે કે દીવાએ જ એ વસ્તુઓને બનાવી દીધી એમ કોઈ પણ માણસ કહી શકે ખરો ? વસ્તુઓ તો હતી જ. માત્ર જે અંધારાના લીધે દેખાતી ન હતી તેને દેખાડવાનું કાર્ય દવાએ કર્યું. પણ આ પ્રમાણે વસ્તુનું દર્શન કરાવવાથી એ વસ્તુના સર્જક તરીકે તો દીવાને કોઈ પણ નથી જ ગણતા. ખોટા સોનાનું સાચું સોનું, મીણીયા મોતીનું સાચું મોતી કે કાચનો હીરો બનાવવાનું દીવાના હાથમાં નથી. એ તો જે વસ્તુ જેવી હોય તેવી જ તેને બતાવી શકે છે. આ ઉપરથી પણ આપણે સમજવું જોઈએ કે આ દીવા કે સૂર્યની માફક તીર્થકર ભગવાન માત્ર ધર્મ અધર્મનો પ્રકાશ કરનાર છે, ધર્મ અધર્મને બનાવનારા નથી. ધર્મ તે ધર્મ અને અધર્મ તે અધર્મ.
જ્યારે આપણે એ વાત જાણી લીધી કે તીર્થકર મહારાજે ધર્મ અધર્મને બનાવ્યા નથી પણ બતાવ્યા છે તો તેઓ તેમાં ફેરફાર ન કરી શકે એ હેજે સમજાય તેવી બિના છે. જે વસ્તુ જે માણસે બનાવી ન હોય એમાં એ ફેરફાર કઈ રીતે કરી શકે? અને દર્શકને એમાં ફેરફાર