Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક
૪૪૧
ભલા જીવની જઘન્ય સ્થિતિ માનવામાં ખાસ વિશેષતા શી છે? આપણે બધા જાણીએ છીએ કે જ્યાં બીજ હોય ત્યાં જ અંકુર, વૃક્ષ, ફૂલ અને ફળ થઈ શકે છે. જ્યાં બીજનું નામ પણ ન હોય ત્યાં એ વસ્તુ વૃક્ષરૂપે સંભવે જ શી રીતે ? એ જ પ્રમાણે આત્મામાં ગમે તેવી સ્થિતિમાં પણ બીજરૂપે પણ ચૈતન્યનું અસ્તિત્વ તો રહેવું જ જોઇએ. જો બીજરૂપનું એટલું ચૈતન્ય પણ જો નાશ થઇ જતું હોય તો પછી ચૈતન્ય શક્તિના વિકાસ જેવી વસ્તુ જ કયાં રહેવાની ? જ્યાં વસ્તુનું નામનિશાન પણ ન હોય એના ઉત્કર્ષની વાત જ શી કરવી? અને જો એમજ હોય તો આપણે અત્યારે જે સ્થિતિએ પહોંચ્યા છીએ એ સ્થિતિએ પહોંચવાપણું પણ કયાંથી હોત ? આપણે આટલી હદે પહોંચ્યા છીએ, અનંત જીવો સિદ્ધસ્વરૂપ થયા છે. આ બધું એ સ્પષ્ટ બતાવે, છે કે જેણે જેટલો પોતાના ચૈતન્ય સ્વરૂપનો વિકાસ કર્યો તે તેટલી ઉંચી દશાને પ્રાપ્ત થયો, અને આ ઉચી દશા અને નીચી દશા એ કોઈ એક જ વસ્તુની હોવી જોઈએ કે જેના લીધે આપણે એક આત્માને ઉંચો અને એકને નીચો કહીએ છીએ. આ વસ્તુ તે આત્માનું ચૈતન્ય સ્વરૂપ. એટલે હવે આપણે સમજી શકીશું કે જીવની જઘન્ય સ્થિતિ કેટલી મહત્વની છે. ટૂંકમાં આપણે કહેવા માગતા હોઇએ તો આપણે કહી શકીએ કે જીવની જઘન્ય સ્થિતિ એટલે ચૈતન્ય સ્વરૂપના વિકાસના અસ્તિત્વનો પાયો. સમ્યગુદષ્ટિ અને મિથ્યાષ્ટિ.
આપણે ઉપર જાણી ગયા કે જીવની જઘન્ય સ્થિતિ અનાદિ કાળની છે અને તેથી જ એકેન્દ્રિયપણું પણ અનાદિ કાળનું છે. લોકો એકેન્દ્રિયપણાનું અસ્તિત્વ કબૂલ પણ કરે છે, અને વિજ્ઞાન-સાયન્સની-દષ્ટિએ પણ હવે વનસ્પતિમાં જીવ માનવા લાગ્યા છે. ઋતિકાર પણ ઝાડપાન વિગેરે વનસ્પતિમાં જીવ માને છે છતાં જૈનધર્મની વનસ્પતિ વિગેરેમાં જીવની માન્યતા અને આ લોકોની જીવની માન્યતામાં મહાન અંતર છે. આ અંતર કયું ? જૈનધર્મ તો એ સાફ રીતે કહે છે કે વનસ્પતિમાંનો કે પાણીમાંનો, અગ્નિનો કે વાયુનો, મનુષ્યનો કે પશુનો, દરેક જીવ જીવની દષ્ટિએ સરખા જ છે અને દરેકને સુખદુઃખની લાગણીઓ થાય છે. મનુષ્યને દુઃખ થાય છે અને મનુષ્યને ઉપયોગી થઈ પડતી કે મનુષ્યની સ્વાર્થવૃત્તિને પોષતી વનસ્પતિ વિગેરેમાંના જીવને દુઃખ નથી થતું એમ કયાંય પણ નથી કહ્યું. જ્યારે સ્મૃતિકાર વિગેરેએ તો જુદું જ પ્રકાર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે એક ગરજવાન માણસ પોતાની ગરજના જ વિચારમાં ગરકાવ થઈ જાય છે અને જેનાથી પોતાની ગરજ સારવાની છે એ વ્યક્તિ તરફ-એ વ્યક્તિના સુખદુઃખનો વિચાર કરવામાં એ હેવાન બની જાય છે. આપણામાં કહેવત પણ છે કે “ગરજવાનને અક્કલ ન હોય” સંસ્કૃતમાં પણ કહ્યું