Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૦-૬-૩૪
૪૧૮
શ્રી સિદ્ધચક આપણા આત્માની સંભાળ લઇએ છીએ કે ? જો આપણને આપણા આત્માની દવાનું ભાન થયું હોત તો જરૂર આપણને આત્મામાં ખામી આવતાં ચમકારો થાત ! પરન્તુ એ દવા જાણવા માટે આપણે કયાં દરકાર કરીએ છીએ ? શરીરની દવા ગોતવા માટે આપણે ઘરે ઘરે, ગામે ગામે, શહેરે શહેરે, અરે દેશે દેશે કરવામાં પણ પાછા પડતા નથી. જેને બોલાવવા પણ ન ગમે એવા વૈદ્યોની ગુલામી ખુશામત કરતાં પણ અચકાતા નથી. ભલા આપણા આત્માની દવા મેળવવા માટે આપણે શું કર્યું ? હવે જૈનશાસનની પ્રાપ્તિના કારણે એ દવા મેળવવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. હવે પણ જો આપણે એ નહિ મેળવીએ તો હવે પછી કયારે મેળવવાના ? ભલા કદાચ આપણે જાણવાની દ્રષ્ટિએ દવાને જાણી પણ લઈએ છતાં આત્માને કયે રસ્તે દોરવો એનું આપણને ભાન ન થાય તો એ પણ છાર ઉપર લીંપણ જ સમજવું!
એક માણસનું શરીર રોગગ્રસ્ત થયું છે. લોહી સુધરતું નથી, અને ઉપરથી ભપકાદાર કપડાં પહેરી લીધાં છે. તો શું શરીરને કંઈ ફાયદો થઈ જવાનો ? જરાપણ નહિ. એ જ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રવૃત્તિરૂપ કપડાં પહેરી લીધાં પણ વિષયાદિક ખસેડવા પાલવતા ન હોય તો એનું ફળ શું? માત્ર વેશ ધારણ કરવાથી કંઈ ન જ વળે ! કુતરાને રાજગાદી પર બેસાડો છતાં એ ખાસડાં જ કરડવાનો ! તે જ પ્રમાણે આ જીવ અનાદિ કાળથી ચઢતો ચઢતો જૈનશાસનની ગાદી ઉપર તો બેસી ગયો પરતુ અનાદિ કાળથી ચાલતો આવતો પોતાનો, આહારાદિક કુપથ્ય ભોગવવાનો, સ્વભાવ છોડી શકતો નથી. ખરી રીતે રાજઋદ્ધિને તત્વરૂપ લેખીને પોતાનો ચામડાં કરડવાનો સ્વભાવ ત્યાગ કરવાની માફક સમ્યગદર્શનાદિને તત્વરૂપ ગણીને આહારાદિકથી પોતાના મનને હઠાવતા રહેવું જોઈએ. શરીરનું સાફલ્ય.
ભલા “શરીરમાં વહુ ઘસાધનમ્” એ પણ શાસ્ત્રકારનું જ વચન છે તો પછી આહારાદિકનો ત્યાગ કરીને એને સુકાવવું શા માટે ? અને જો એને સુકાવવું કહ્યું તો પછી એને ધર્મનું સાધન કરવા માટે રક્ષવું કેવી રીતે? શાસ્ત્રકારે જે એ વાકય કહ્યું છે એ બરાબર કહ્યું છે. આ શરીરદ્વારા જ આપણે આપણા આત્માનું સાઘન કરી શકીએ છીએ, અને એ આત્માનું સાધન થઈ શકે ત્યાં સુધી એનું પોષણ પણ કરવું, પણ એ શરીરના પોષણમાં
જ્યારે આત્માનું શોષણ થાય ત્યારે એ શરીરની ચિંતા છોડી દેવી જોઇએ. વેપારી માલ ખરીદે છે એ કમાણીની જ આશાએ. અનેક જાતનો માલ ખરીદવામાં પોતાનું સઘળું દ્રવ્ય વ્યય કરે છે અને માલની વખારો ઉપર વખારો ભર્યો જાય છે એ બધું પણ કમાણી માટે જ. જયાં કમાણી થતી ન લાગે કે એ માલ લેવો બંધ જ કરવાનો. કમાણી થતી લાગે ત્યાં