Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૯
તા.૨૭-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર સુધી તો એ જરૂર માલ ખરીદવાનો. કમાણી કે નુકશાનીનો લેશ પણ વિચાર કર્યા વગર માત્ર ખરીદવાની ખાતર જ માલ ખરીદનાર વેપારી છેવટે દેવાળું નહિ કાઢે તો બીજું શું કરશે? એ જ પ્રમાણે જે શરીરથી ધર્મસાધન થતું લાગે તે શરીરને લેવું, અને જયારે ધર્મ થતો ન લાગે ત્યારે એ શરીરને ફેંકી દેવું. કમાણી કરાવે તે માલને સંઘરવો અને ધર્મ કરાવે એ શરીરને સંઘરવું.
ઉપર કહેલ વાતનો વિચાર કરીને ઘણાય માણસો કહી દે છે કે ધર્મ ન થાય તો શરીરને વોસરાવી દેવું. પરંતુ આ વાકય સાચી દાનતથી બોલાય છે ખરું ? શાસ્ત્રકારે તો સાફ કહ્યું કે સમ્યગુદર્શનાદિનો લાભ થતો લાગે તો જિંદગી ટકાવો નહિ તો એને લટકાવી દ્યો. અનશન કરીને એનો અંત લાવો, પણ આનું પાલન કયાં થાય છે ? સાધુમુનિરાજ ધર્મલાભના નામે ખોરાક લે છે, વસ્ત્રાદિક લે છે, પરન્તુ એ લઇને આત્મસાધન ભૂલીને શરીર પોષણ કરે તો કેવું કહેવાય? અન્નવસ્ત્રાદિ લીધાં ધર્મના નામે અને વાપર્યા પીંડપોષણના કામે ! નાણું લીધું કોઈ પેઢીનું અને જમા કરાવ્યું બીજી કોઈ પેઢીમાં ! ધર્મલાભનું ઉચ્ચારણ કરીને રોટલાનો ટૂકડો પણ મેળવવો તો તે શા માટે ? આ શરીર ટકી રહે એ દૃષ્ટિએ, અને એ શરીર પણ શા માટે ટકાવવું? એ શરીરનું એકે એક ડગલું સમ્યગુદર્શનાદિકના સાધનમાં જ ભરાય-એક એક ક્ષણ એવી શુભ પ્રવૃત્તિમાં જ વપરાય એટલા જ માટે. જો એમ ન થાય તો ધર્મના નામે ઉઘરાવેલી રકમ હાડકાં ચામડાં ખાતે જમે કરાવી લેખાય, અને આમ ધર્મના નામે ઉઘરાણું કરીને પિંડપોષણ કરાય તો એ આત્માની શી વલે થવાની ? આ સ્થિતિથી બચવા માટે પોતાનું સ્વરૂપ સમજીને સમ્યગદર્શનાદિકમાં લીન થઈને એના સાધનમાં આ શરીરને સાર્થક કરવું જોઇએ.
આ શરીર એ હાડકાંનો ઢગલો છે, લોહીની કોથળી છે અને વિષ્ટાનો ટોપલો છે અને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્માને એનો સંસર્ગ છે. એ સંસર્ગ મોક્ષ નહિ મળે ત્યાં સુધી અનિવાર્ય છે, અને એ સંસર્ગ ટૂટશે નહિ ત્યાં લગી મોક્ષ થવાનો નથી. એટલે-આ બધું વિચારીને આપણે એવી જ પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી એ શરીરનો ઉપયોગ આત્માના મોક્ષમાર્ગના સાધનમાં જ થાય, અને એ ઉપયોગ કરવા માટે આહારાદિક હમેશાં દૂર કરતા રહેવું જોઇએ. આહારાદિકની વૃદ્ધિમાં જેવો આનંદ થાય છે એવો આનંદ સમ્યગુજ્ઞાનાદિકની વૃદ્ધિમાં પણ થવો જોઇએ. શરીર માટે જેમ આડાઅવળા દોડીએ છીએ એ જ પ્રમાણે આત્મા માટે પણ આત્માના ગુણો આપનાર પાસે ગમે તેમ કરીને પહોંચી જવું જોઈએ ! જેમ વેષના જેવું જ સુંદર શરીર હોવું જોઇએ. એ જ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ જેવો જ આપણો આત્મા શુદ્ધ હોવો જોઈએ!