Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૭-૬૩૪
શ્રી સિદ્ધચક
૪૦૦
સંયમાત્મા.
અત્યાર સુધીમાં આપણે જાણી ગયા કે સમ્યગુદર્શનાદિકની પ્રવૃત્તિ હોવા છતાં જ્યાં સુધી આહારાદિક કુપથ્થથી દૂર થવામાં ન આવે ત્યાં લગી ખરું કલ્યાણ નથી થતું. એ સમ્યદર્શનાદિકમાં આત્મા ખરો તલ્લીન કયારે થઈ શકે એ હવે વિચારીએ. પોતાના સ્વરૂપનો વિચાર કરતી વખતે જ્યારે આત્મા પોતાને સંયમસ્વરૂપ માને ત્યારે જ એ ખરી રીતે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનવાળો બની શકે છે. જ્યારે આત્મા પોતાને સંયમસ્વરૂપ માનશે ત્યારે એ આહારાદિકને કુપથ્થરૂપ ગણશે, અને પોતાનું સ્વરૂપ સમ્યગુદર્શન-જ્ઞાનચારિત્રમય જ છે એ સમજશે.
સમ્યગુદર્શન એટલે શું? માત્ર શબ્દને જ વળગી રહેવાથી કંઈ નહિ વળે. એ શબ્દનું અંદરનું રહસ્ય સમજવું જોઇએ. જરા આગળ વધીને વિચારીએ તો શુધ્ધ દેવાદિકને માનવા એ પણ આમાં જ આવી જાય છે. અંદરનું રહસ્ય સમજ્યા વગર આપણે શબ્દનું સાચું મહત્વ નથી સમજી શકતા. માનો કે- એક બાળક માંદું પડયું. વૈધે એને તપાસ્યું અને સંગ્રહણીનો રોગ હોવાનું કહ્યું. બાળકે એ શબ્દ સાંભળી લીધો. સંગ્રહણી કેવો ભયંકર રોગ છે એનું એને ભાન નથી. એ તો માત્ર એટલું જ સમજ્યો કે એને જે રોગ થયો છે એનું નામ સંગ્રહણી. બીજા કોઈ સગાવહાલા એને જોવા આવે છે ત્યારે એ બધાને એ બાળક પોતાને સંગ્રહણી હોવાનું કહે છે છતાં એને મનમાં એ રોગની ભયંકરતાજન્ય ગભરામણ નથી થતી. એ જ પ્રમાણે આપણે પણ કોઈ ગુરુ મુખથી સાંભળીને કહીએ છીએ કે આહારાદિ કુપથ્થરૂપ છે અને આપણા આત્માને કર્મનો રોગ વધારવામાં મદદ કરે છે. આપણો આત્મા સચ્ચિદાનંદરૂપ છે. આ રોગથી બચવા માટે આપણે ક્રિયાદિક પણ કરીએ છીએ અને એ પણ કોઈ છેતરવાના પરિણામથી નથી કરતા છતાં જ્યાં સુધી આપણે એનું ખરું રહસ્ય ન સમજીએ ત્યાં સુધી આપણે એનું પુરેપુરું મહત્વ નહિ સમજવાના અને પુરતો લાભ નહિ ઉઠાવવાના. બાળક જો સંગ્રહણીનું સાચું સ્વરૂપ સમજ્યો હોત તો કદી વાલ ખાવાની ઇચ્છા ન કરત. એ જ પ્રમાણે આપણે પણ જો આશ્રવબંધને સંસારમાં રખડાવનારરૂપ અને સંવરનિર્જરાને આત્માને છોડાવનારરૂપ જાણી લઈએ તો એવા આશ્રવમાં કદી પણ પ્રવૃત્ત ન જ થઈએ, અને આ પ્રમાણે અશુભ પ્રવૃત્તિથી અટકવા માટે આપણે આત્માને સંયમરૂપ માનવો જોઇએ. સંયમસ્વરૂપ માન્યા વગર જ્ઞાનદર્શન સ્વરૂપ માનીએ તો પણ ભૂલભરેલું છે. કારણકે આશ્રવ છોડવારૂપ અને સંવર આદરવારૂપ છે અને એ પ્રમાણે એક છોડવામાં અને એક આદરવામાં સમ્યગુદર્શનાદિકની જડ રહેલી છે. એટલે છેવટે સંયમરૂપમાં જ એ જડ જાય છે એટલા માટે સંયમરૂપ આત્મા બને ત્યારે જ શાન અને દર્શનરૂપ બની શકે છે.