Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પા. ૪ નું અનુસંધાન) ઉપાદેયતા મોક્ષના કારણ તરીકે જણાવે છે. જ્યારે ખુદ ધર્મની ઉપાદેયતા પણ સ્વતંત્રપણે નથી પરંતુ મોક્ષના કારણપણાને અંગે જ છે, એટલેકે આત્મીયસુખના કારણો પણ આત્મીયસુખની સાધ્ય દશાને અંગે જ ઉપાદેય થાય છે, પણ સ્વતંત્રપણે ઉપાદેય થતા નથી, તો પછી આત્માના સ્વરૂપને બાધ કરનાર કર્મની જંજીરથી જકડનાર અને ચર્તુગતિના ચક્કરમાં ચૂરનાર એવા બાહ્યસુખ અને તેના સાધનો તો ઉપાદેય તરીકે ગણવાના હોય જ કેમ? અને જો બાહ્ય સુખો અને તેના સાધનો કોઇપણ અંશે શાસકારો ઉપાદેય તરીકે ગણતા હોત તો “સત્રા મેડ્ડો વેરમU' કહી પાંચ પ્રકારના વિષયોના ઉપભોગો રૂપ બાહ્ય સુખને વર્જવાનું જણાવત નહિ તેમજ તે બાહ્ય સુખને કરનારા વિષયોના સાધનો તરીકે રહેલા ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક પદાર્થોને પણ ત્યાગ કરવા માટે “સદ્ગારો વરાહગો વેરમ' અર્થાતુ સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક પદાર્થોનું ગ્રહણ અને મમત્વરૂપ પરિગ્રહથી વિરમવાનું કહેત નહિ. અર્થાત્ જે અર્થ અને કામને જૈનશાસકારોની અપેક્ષાએ હેય તરીકે ન માનતાં, ઉપાદેય તરીકે માનવામાં આવે તો તે જૈનશાસ પરસ્પર વિરૂદ્ધ અર્થને કથન કરનારું થાય, પણ જૈનશાસનની એ ખુબી છે, કે તેમાં પરસ્પર વિરૂદ્ધ અર્થનું કથન હોતું જ નથી, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શાસનની સ્તુતિ કરતાં હેતુ તરીકે જણાવ્યું છે કે પૂર્વાપરાયેંડવિરોઘસિદ્ધઃ' એટલે આગળ પાછળના પદાર્થોમાં વિરોધરહિતપણું હોવાથી ભગવાન જિનેશ્વરનું શાસન પ્રમાણભૂત છે. અર્થાત્ અર્થ અને કામની હેયતા માનીએ તો જ જિનશાસનની પ્રામાણિકતા રહે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ પાડવામાં આવ્યા છે તે માત્ર વર્ગીકરણના હિસાબે છે, પણ ઉપાદેયતાના હિસાબે નથી.
આ ઉપરથી ત્રિવસંસાધન મંતરે ' ઇત્યાદિ વાક્યો માત્ર ધર્મની ઉપાદેયતા અન્યોએ પણ સ્વીકારી છે. એટલું જ સિદ્ધ કરવા પુરતા ઉપયોગી છે. કેમકે એમ ન માનીએ તો ‘ર તે વિના ય અવતોડર્થવ' એટલે ધર્મ વગર અર્થ અને કામ થતા નથી એમ જણાવી ધર્મની ઉપાદેયતા અર્થ અને કામના સાધન તરીકે જે જણાવવામાં આવી છે તે કોઈપણ પ્રકારે જૈનદષ્ટિને કે અધ્યાત્મવાદને અનુકૂળ થઈ શકે તેમ નહિ.
કદાચિત બાહ્યદૃષ્ટિવાળાને માર્ગપ્રવેશને માટે પ્રાથમિકલ્દષ્ટિએ અર્થ અને કામના સાધન તરીકે પણ ધર્મનું કરવાલાયકપણું હોય તો પણ ઉપદેશકોએ તો અર્થ અને કામના વિષયને સાધ્ય તરીકે ગણાવાય જ નહિ, , અર્થાત્ અર્થ અને કામના વિષયોનો સમગ્ર અધિકાર મુખ્યતાએ તો હેય જ હોય, છતાં કોઈક જગાએ અનુવાદ કરવાલાયક ગણાય તો તે જુદી વાત છે, પણ વિધેય કે ઉપાદેય તો તે બે ગણાય જ નહિ.
અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પુરુષાર્થ કહો કે વર્ગ કહો પણ તેની મતલબ એટલી જ કે જીવો આ ચાર વસ્તુના ધ્યેયથીજ જગતમાં પ્રવર્તવાવાળા હોય છે, પણ તેટલા માત્રથી મોક્ષ કે ધર્મની માફક અર્થ અને કામની ઉપાદેયતા ગણાવાની તો ભૂલ થવી જોઈએ જ નહિ.
જેવી રીતે સાધ્ય પદાર્થની અપેક્ષાએ જીવોના ચાર વર્ગો કરવામાં આવ્યા છે તેવી રીતે પ્રવૃત્તિ અને તેના ફળની અપેક્ષાએ જીવ માત્રના છ વર્ગો કરવામાં આવેલા છે. તેમાં પણ ઉત્તમોત્તમપણું અને ઉત્તમપણું જ માત્ર સાધ્ય તરીકે ગણાય, પણ અધમાધમ, અધમ, વિમધ્યમ અને મધ્યમપણું તે આદરવા લાયક કે સાધ્ય તરીકે ગણવા લાયક નથી, અર્થાત એ છ ભેદ પણ અર્થકામ ધર્મ અને મોક્ષની માફક કેવળ વર્ગીકરણરૂપે જ છે.