Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૨૩
શ્રી સિદ્ધચક
તા.૨૦-૬-૩૪
ભરીને દહીં લઈ આવ્યો. અહીં આજ્ઞા માત્ર દહીં જ લાવવાની હતી. નહિ કે હાંડો લાવવાની. છતાં હાંડો કેમ લાવ્યો? એજ પ્રમાણે જેણે “નમો અરિહંતા” શબ્દ ઉચ્ચાર્યા એણે કેટલી વસ્તુ માની લીધી. સૌથી પહેલાં અરિહંત માન્યા. તેમને નમસ્કાર કરવામાં ફાયદો માન્યો. શુભનો બંધ અને અશુભની નિર્જરા કરવાનું માન્યું. કર્મતત્વ અને જીવતત્વને માન્યાં. ખરાબ કર્મોથી દુર્ગતિ અને સારા કર્મોથી સદ્ગતિ માની. કર્મની નિર્જરાથી મોક્ષ માન્યો, અને એ નિર્જરા કરવા માટે અરિહંત ભગવાનની ભક્તિ માની. આટલું બધું એક “નમો અરિહંતા” બોલવામાં માની લીધું. આનું નામ અધિકરણ સિદ્ધાંત. આટલી બધી વસ્તુ જે માણસ સાચી રીતે માનવા લાગે એ કરોડો સાગરોપમનું નરકનું આયુષ્ય તોડે એમાં નવાઈ શી ?
સામાયિકવ્રતનું શુદ્ધ રીતે આરાધના કરીને અનંતા જીવો મોક્ષે ગયા છે. ઉપર બતાવેલ અધિકરણ સિદ્ધાંત પ્રમાણે આત્માને સંયમરૂપ માનનાર માણસ પણ અનેક વાતો આપોઆપ માની લે છે. સૌથી પ્રથમ એ સંયમની ઉત્તમતા સ્વીકારે છે. સંયમના ધારકોની ઉત્તમતા માને છે. આશ્રવની કનિષ્ઠતા માને છે. આ પ્રમાણે ઉત્તરોત્તર વસ્તુ માનીને એ પ્રમાણે આચરણ કરતાં અંતે સમ્યગૃજ્ઞાન અને સમ્યગુદર્શનની સમીપમાં જઈ પહોંચે છે. આત્માનું સંયમરૂપ એ સંપૂર્ણ આત્મરૂપ છે જ્યારે દર્શન અને શાન સ્વરૂપ એ અપૂર્ણ સ્વરૂપ છે. ચારિત્ર નાશે સર્વનાશ.
કેટલાક કાર્યો એવા છે કે જેમાં ચારિત્રનો વધ થતાં જ્ઞાનદર્શનનો વધ થઈ જાય છે. સમજો એક પરમ શ્રદ્ધાળુ માણસ છે. એણે દેવદ્રવ્ય ખાધું. એ ખાધા છતાં એની મૂળ શ્રદ્ધામાં હરકત નથી આવી. એ એમ પણ માનતો નથી કે દેવદ્રવ્ય ખાવામાં દોષ નથી. એ એટલું પણ જાણે છે કે દેવદ્રવ્ય ખાઈશ તો ડૂબી જઈશ. આટલું બધું હોવા છતાં એણે દેવદ્રવ્ય ખાધું એટલે એનું સમકિત રહેશે કે કેમ? આનો ઉત્તર સાફ છે કે એણે પોતાના વર્તનમાં પોતાના આત્માને વશ ન રાખ્યો અને ઉલટું આચરણ કર્યું એટલે એના સમ્યગુજ્ઞાનદર્શન એ બન્ને પલાયન કરી જવાના. બીજું ઉદાહરણ -એક માણસ ધાર્મિક છે. તત્વાતત્વનું એને ભાન છે. એણે સાધ્વીના ચતુર્થવ્રત ભંગનું પાતક કર્યું. પાતક કરવા છતાં એ એટલું તો સમજે છે કે આ કૃત્ય ખરાબ છે. છતાં એણે આચરણમાં વિચાર ન રાખ્યો એટલે એના સમ્યગુજ્ઞાનદર્શન ઉડી જ જવાના. એટલે જ્ઞાનદર્શન હોવા છતાં ચારિત્રની ખરાબીમાં એ ખરાબ થઈ જાય છે. ચારિત્રના સુધારામાં એ બને સુધરી જાય છે આ વસ્તુ નિશ્ચયનય અને વ્યવહારનય બનેને માન્ય છે એટલા જ માટે શ્રીઉપાધ્યાયજી મહારાજે આત્માને સંયમરૂપ કહ્યો છે. આત્માને સંયમરૂપ માનીને ચારિત્રની આરાધના કરનાર મનુષ્ય કર્મરોગથી ધીમેધીમે મુક્ત થઈને અંતે પોતાના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રમય સ્વરૂપને પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં રત બને છે.