Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૨-૬-૩૪
૪૦૦.
શ્રી સિદ્ધચક્ર જ અનેક મનુષ્યોના પ્રાણોનો ભોગ લેવામાં પણ પાછી પાની ન કરી. ધન, પૈસો મેળ વા માટે અનેક પરિશ્રમ ઉઠાવ્યા. આ કાયાના પોષણ માટે અનેક ઉદ્યમો કર્યા. આ બધું કરવા છતાં એ સંસારથી બચવાની સાચી ચાવીને ભૂલી હોતા ગયા. એ દશામાં પણ એમને આત્મશુદ્ધિ માટે દેહદમનનું ભાન હતું, અને તેથી જ અનેક કષ્ટો વડે મેળવેલ રાણીઓને પણ એમણે આનંદપૂર્વક ભગવાનને અર્પણ કરી દીધી. મહાનુભાવો કૃષ્ણ મહારાજ જેવો મહાશક્તિશાળી અને મહદ્ધિક વ્યક્તિને પણ છેવટે આ રસ્તો જ ગ્રહણ કરવો પડયો તો પછી સાધારણ માણસો માટે તો કહેવું જ શું? અને એ કાયાના દમનમાં પણ એજ ભવભીરૂતાનો મહાન ઉદ્દેશ સમાયેલો છે. જયાં સુધી ભવભમણ અને ભવભીરુતાની ભાવનાપૂર્વક ધર્મને માનવામાં ન આવે ત્યાં સુધી સુધર્મને સુધર્મ તરીકે માન્યો ન ગણાય. અન્ય દેવગુરુને નાટક કરતાં પણ ન આવડયું.
ભલા સુદેવાદિકે પોતાનું કલ્યાણ કરવાની સાથે તમારા ઉપર ઉપકાર કર્યો હોવાના કારણે એના ગીતો ગાઓ કે એમની સ્તુતિ કરો એ ઠીક છે, પરંતુ એ પ્રસંગે કુદેવનું નામ ઉચ્ચારવાનું અને એમની નિંદા કરવાનું શું કામ? ફલાણી વ્યક્તિ કુદેવ છે, ફલાણો સાધુ કુગુરુ છે કે ફલાણો ધર્મ એ કુધર્મ છે એવી પારકી પંચાયત કરવાની શી જરૂર? આ પ્રશ્નનું સીધું સમાધાન આપવા પહેલાં એટલું જાણવું જરૂરી છે કે સંસારમાં જે સુદેવ નથી તે કુદેવ કે જે સુગુરુ નથી તે કુગુરુ જ અને જે સુધર્મ નથી એ કુધર્મ જ એમ અમે અહીં કહેતા નથી.
અમારો કહેવાનો મુખ્ય મુદ્દો જે લોકો સરાસર કુદેવરૂપ, કુગુરુરૂપ કે જે વસ્તુ કુધર્મરૂપ હોવા છતાં સુદેવ, સુગુરુ કે સુધર્મપણાનો ખોટો દાવો કરે છે એમના પ્રત્યે જ છે. એક ચોર પોતાની જાતને ચોરરૂપે જ માનીને સભામાં એકાદ ખુણામાં પડયો રહે તો એમાં કંઈ હરકત નહિ અને એને નિરર્થક ચોરરૂપે ઓળખાવીને જાહેર કરવાની પણ જરૂર ન હોય, પણ જે ચીનના શાહુકારની માફક સ્વયં ચોર હોવા છતાં પોતાના શાહુકારપણાની છાપ બીજાઓ ઉપર બેસારવા માગતો હોય તે વખતે તો સાચા શાહુકારોના રક્ષણ માટે પણ એ ઢોંગી શાહુકારને ચોર તરીકે ઓળખાવવો જ જોઈએ. નહિ તો પરિણામ લાભ કરતાં હાનિકારક જ આવે. એક માણસ જ્યારે બીજાનું નામ ધારણ કરીને એના નામની સહી કરવાની ધૃષ્ટતા વાપરીને પૈસા હડપ કરવા માંગતો હોય તો એનું પાપ ઉઘાડવું જ જોઈએ. ઠીક એ જ પ્રમાણે સુદેવાદિ હોવાનો ઢોંગ કરનારાઓ માટે પણ માનવું. અરે જે લોકો પોતે સુદેવાદિ હોવાનો ઢોંગી દાવો કરે છે. એ લોકો પોતાનો બાહ્ય વેશભૂષાદિનો વ્યવહાર પણ જ્યારે સુદેવાદિકને છાજતો નથી રાખી શકતા તો અંદરની તો વાત જ શી કરવી ? નાટકનો એક નટ પણ જ્યાં સુધી જે પાર્ટીમાં હોય ત્યાં સુધી પોતાનો બાહ્ય દેખાવ તો એ પાત્રને અનુકૂળ જ રાખે છે.