Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૦-૬-૩૪
૪૧૦
શ્રી સિદ્ધચક્ર દ્રવ્યનિપાના બે ભેદોનું નિરૂપણ કર્યા પછી હવે વ્યતિરિકત એટલે જ્ઞશરીર ભવ્ય શરીરથી ભિન્ન લક્ષણવાળો નોઆગમથી દ્રવ્યનિક્ષેપો વિચારવાની જરૂર છે. દ્રવ્યનિપાના સામાન્ય સ્વરૂપ જણાવતી વખતે આપણે સ્પષ્ટ કરી ગયા છીએ કે મુખ્યતાએ દ્રવ્યશબ્દ અનુપયોગ અગર યથાર્થ ભાવરૂપ વસ્તુના કારણ તરીકેમાં વપરાય છે. તે કારણતાને દ્રવ્ય કહેવાની દૃષ્ટિએ ભવિષ્યના પર્યાયના કારણની અપેક્ષાએ ભવ્ય શરીરપણું અને ભૂતકાળના પર્યાયના કારણની અપેક્ષાએ જ્ઞશરીરપણું હોય છે એ વાત વિસ્તારથી પહેલી કહેવાઈ ગઈ છે. અત્રે ભૂત અને ભવિષ્યના કારણો સિવાય બીજી કઈ અવસ્થા રહે છે કે જેને આપણે કારણ તરીકે માનવા સાથે વ્યતિરિક તરીકે માની શકીએ, કારણકે ભૂત અને ભવિષ્યના કારણોને જ દ્રવ્ય તરીકે કહી શકીએ પણ તે બે સિવાયના વર્તમાન કારણો તો ખુદ કાર્યરૂપે જ પરિણમેલા હોઈ તેને અંગે દ્રવ્યનિક્ષેપો લાગુ ન થતાં ભાવનિક્ષેપો જ લાગુ થાય કેમકે જે જે અવસ્થામાં વર્તમાન પર્યાયો હોય તે તે અવસ્થા તો ભાવરૂપે જ ગણાય. અર્થાત્ જ્ઞશરીર અને ભવ્ય શરીર સિવાયની અવસ્થા ભાવરૂપ હોઈ જ્ઞશરીર ભવ્ય શરીરથી વ્યતિરિકત તરીકે ઓળખવા લાયક પદાર્થ જ રહેતો નથી. આ સ્થળે જો કે પૂર્વ અને પશ્ચાત્ કાળના જ્ઞાનની તેમજ જ્ઞાન સહિત ક્રિયાની કારણતાને લઈને જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા બે નોઆગમથકી દ્રવ્યનિક્ષેપા કરવામાં આવ્યા છે, પણ તેમાં મુખ્યતાએ ઉપાદાન કારણને એટલેકે પરિણામી કારણને સ્થાન આપવામાં આવ્યું છે પણ તેના નિમિત્ત કારણોને સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રોતાને થતા પદાર્થબોધના કારણ તરીકે ગણાતી જિનેશ્વર ભગવાનની વાણીને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે તેમજ કોઈપણ પદાર્થને કહેનારો શબ્દ વક્તાએ ભાવશ્રુતના કાર્ય તરીકે પ્રગટ કરેલો હોઇ શ્રોતાના ભાવશ્રુતના કારણ તરીકે બની દ્રવ્યશ્રુત તરીકે ગણાય છે. તેમાં તે કેવળજ્ઞાની મહારાજે કહેલા શબ્દો શ્રોતાઓને જ્ઞાનરૂપે પરિણમવાવાળા હોતા નથી. તેમજ અન્ય છદ્મસ્થોએ પણ ઉપયોગપૂર્વક અભિધેય પદાર્થનો નિર્દેશ કરવા માટે ઉચ્ચારણ કરેલા શબ્દોનું ઉપાદાન કારણ જ્ઞાન નથી તેમજ શ્રોતાને થવાવાળા જ્ઞાનના ઉપાદાન કારણ તરીકે પણ તે શબ્દો નથી. આ વાત તો સહેજે સમજી શકાય તેવી છે, કેમકે ભાષાવર્ગણાના પુગલો જડ એવા પુલાસ્તિકાયના પરિણામોત્તરને પામેલા વિભાગો છે અને તેથી તે ભાવકૃતના ઉપાદાનરૂપે થઇ શકે જ નહિ, છતાં તે ભાવૠતને ઉત્પન્ન કરવામાં કારણરૂપ હોવાથી એ જ વચનને દ્રવ્યશ્રત કહેવામાં આવે છે તો એ દ્રવ્યદ્ભૂતપણું નથી તો જ્ઞશરીરની અપેક્ષાએ નથી ભવ્ય શરીરની અપેક્ષાએ એ બંનેની અપેક્ષા નહિ રહેતી હોવાથી તે વચનને વ્યતિરિકતની અપેક્ષાએ દ્રવ્યશ્રુત કહી શકાશે.
નામાદિ ચારે નિપાના ભિન્ન ભિનપણાની અપેક્ષાએ વ્યતિરિત ભેદને માટે ઉપર પ્રમાણે વિચાર કરીએ પણ દરેક વસ્તુમાં ચારે નિક્ષેપ સહચરિત જ હોય છે એ અપેક્ષાએ વિચાર કરતાં જેમ ઘટપણે વર્તમાનમાં પરિણમેલી માટીને મૃત્તિકા અને ઘટપણારૂપી ઉભય ધર્મથી અંકિત માનીએ છીએ તેવી રીતે જૈનશાસ્ત્રના હિસાબે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકની