Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬૩
શ્રી સિદ્ધચક
તા. ૨૦-૬-૩૪
આમાંધદેશના
આગમાં દ્વારકની
(દેશનાકાર
'ભજવર
ભગવતી
ડિ િ8િ
નિર/ દdડા,
/આઇસધ્ધes.
સાચી સ્વાધીનતા.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ' કરતાં થકા કહી ગયા કે- આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડપટ્ટી કરે છે. જીવની આ અનાદિકાળની રખડપટ્ટી એ દરેક જીવને સ્વયંસિદ્ધ છે. એટલે એને સાબીત કરવાની જરૂર નથી, કારણકે દરેક જીવ શરીરને અને આયુષ્યને આધીન છે એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં કોઈ મનુષ્ય પોતાના આત્માને પરાધીન ન માનતાં સ્વતંત્ર માને તો તે ભૂલભરેલું છે. પોતાનો આત્મા પરાધીન હોવાના કારણે એના કેટલાય ગુણો અપ્રકાશમાન હોય છે અને તેથી પોતાના આત્માની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એ અપ્રકાશમાન ગુણોને પ્રકાશમાં લાવવાના હોય છે. એ ગુણોને પ્રકાશમાં લાવવાને અનુકૂળ સમય પણ મળ્યો હોય છતાં એ ગુણોને પ્રકાશમાં ન લાવે અને પોતાના આત્માને સંપૂર્ણ કહે તો તે “તમાચો મારીને મોટું લાલ રાખવા” જેવું જ કર્યું ગણાય. શરીર ક્ષીણ થઈ ગયું હોય, લોહી સુકાઈ ગયું હોય, મોટું ફીકું પડી ગયું હોય છતાંય મોટું લાલ દેખાડવાની ઇચ્છા થાય તો તમાચો માર્યા સિવાય બીજો શો ઉપાય ? પણ એ તમાચો મારીને લાલ કરેલું મોટું કેટલો સમય લાલ રહેવાનું ? પરિણામે તો મોઢે પહેલાં કરતાં પણ વધારે ફીકું થવાનું ! ઠીક એ જ પ્રમાણે આત્મા પરાધીન હોવા છતાં સ્વતંત્ર માની લે તો આત્માને પણ વધારે સહન કરવું પડે છે. જે માણસ પોતે સંપૂર્ણ ન હોવા છતાં પોતાને સંપૂર્ણ માની લે તો એ કદીપણ પોતાને સંપૂર્ણ બનાવવા તરફ તો પ્રયત્ન નહિ જ કરવાનો અને ઉલટું એ સંપૂર્ણતાની ખોટી માન્યતાના આધારે પોતાની પાસે જે કંઈ સારું હોય તે પણ ગુમાવી બેસવાનો. પોતાનો આત્મા અનાદિ કાળથી આ સંસારમાં રખડ્યા કરે છે એ