Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૨
તા. ૨૦--૩૪
શ્રી સિદ્ધચક ધર્મક્રિયાને ભાવધર્મ ગણી શકીએ અને તેવું ફળ આપનાર તો તે જ ધર્મ હોય કે જે યથોકત ઉદ્દેશ હોવા સાથે સંપૂર્ણ વિધિયુક્ત હોય, આ અપેક્ષાએ અવિધિથી કરાતા ધર્મને પણ જે દ્રવ્યધર્મ કહીએ તે અવિધિની મુખ્યતાએ અપ્રધાનપણું ગણીને જ દ્રવ્યધર્મ કહી શકાય, આ જ કારણથી જે જે ધર્મક્રિયામાં અવિધિ દૂર કરવાના અને વિધિને આદરવાના પરિણામ સાથે કરાતી ધર્મક્રિયા અવિધિથી થતી હોય તો પણ તેને ભાવધર્મ કહેવામાં આવે છે કારણકે અવિધિને ટાળવાના અને વિધિને આદરવાના પરિણામના સામર્થ્યથી અવિધિથી થયેલા દોષો નાશ પામે છે, અને તેથી જ એવા વિચારવાળા ધર્મને દ્રવ્યધર્મ નહિ કહેતાં ભાવધર્મ કહેવામાં આવે છે.
જો કે અવિધિ ટાળવાના ઇરાદાપૂર્વક નહિ ટાળી શકાય તેવી અવિધિથી થયેલો ધર્મ ભવિષ્યના ભાવધર્મના કારણ તરીકે થઈ દ્રવ્યધર્મ ગણાય, તેમાં વ્યતિરિકત દ્રવ્યધર્મપણાની અડચણ નથી, પણ સાતિચાર અનુષ્ઠાનો નિરતિચાર અનુષ્ઠાનનું કારણ બને છે. તે દૃષ્ટિએ તેમજ સકષાય અને અવિરતિપણામાં થયેલા અધ્યવસાય અને આચરણો જ નિષ્કષાય અને સર્વવિરતિપણાને લાવનાર હોઈ તે બધા વિધિની ખામીને લીધે જો દ્રવ્યધર્મો ગણાય તો તેનાથી ગુણઠાણાના અનુક્રમે થતી નિર્જરા થઈ શકે નહિ, અને જો તેમ થાય તો પ્રથમથી જ નિરતિચાર નિષ્કષાય કે સંપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન આવે તો જ ભાવધર્મથી સાધ્ય તરીકે ગણાતી નિર્જરા થઈ શકે, પણ સાતિચાર સકષાયપણામાં અને ન ટાળી શકાય તેવી અવિધિની+દશામાં ભાવધર્મથી સાધવા લાયક નિર્જરા થઈ શકે નહિ અને જો તેમ થાય તો નિષ્કષાય વિગેરે દશાની પ્રાપ્તિ અસંભવિત થાય. ધ્યાન રાખવાની જરૂર છે કે ક્ષાયોપથમિક ભાવની પ્રાપ્તિ થયા વગર ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થતી નથી, અને ક્ષાયોપથમિક ભાવની દશામાં મંદ રસવાળો પ્રદેશોદય હોવાથી શંકાદિક, વધાદિક કે સમિતિભંગાદિકના અતિચારો લાગવાનો સંભવ છે, એટલે ક્ષાયોપથમિક ભાવની પરિણતિએ થતા સર્વ અનુષ્ઠાનને જો ભાવધર્મ ગણવો હોય અને દ્રવ્યધર્મ તરીકે તેને ગણવો હોય તો માનવાની જરૂર પડશે કે અવિધિ ટાળવાના પરિણામ અને પ્રયત્ન અવિધિથી થયેલા દોષોનું ઝેર દૂર કરેલું છે. આ જ કારણથી ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રદ્ધાવાળાઓની જેવી તેવી વાણીને પણ પ્રસંશાપાત્ર ગણે છે અને શ્રદ્ધાશૂન્યોની સંપૂર્ણ ગુણવાળી વાચના અને ક્રિયા બંનેને અનુયોગદ્વારા વિગેરે સૂત્રકારો તાત્ત્વિક અનુષ્ઠાનરૂપે નહિ ગણાવતાં અપ્રધાનપણે દ્રવ્ય અનુષ્ઠાન ગણાવે છે, આવી રીતે ઉદ્દેશની ભાવનાથી શૂન્ય, કે અન્યોદ્દેશવાળું અથવા અવિધિની બેદરકારીથી થતા અવિધિ અનુષ્ઠાનોને જે દ્રવ્ય તરીકે કહેવાય છે અને કહેવા પણ પડે તે જ્ઞશરીર કે ભવ્ય શરીરના ભેદોની અપેક્ષાએ તો કહી શકીએ તેમ નથી. તો પછી તેને દ્રવ્યધર્મ કહેવાનો એકજ રસ્તો છે કે તેને વ્યતિરિકત નામના ભેદમાં દાખલ કરીએ, અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના નિક્ષેપ કરતાં વ્યતિરિકતની અપેક્ષાએ જ બની શકે.