Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૫
શ્રી સિદ્ધચક્ર
તા.૨૦-૬-૩૪
પણ છે કે જેઓ ધાર્મિક ક્રિયાઓ કરે છે, સદાચરણના નિયમો પાળે છે, છતાંય પોતાના આત્માને અનાદિ કાળથી પડેલી કુપથ્ય સેવનની ટેવ દૂર થઇ શકતી નથી. એ કુપથ્યોનો નિરંતર આદર કરવામાંથી મન હજુ દૂર થતું નથી. માણસ જ્ઞાન, ધ્યાનમાં આનંદ જરૂર માને છે પરંતુ એ આનંદ એટલો મજબુત નથી કે જેથી એ કુપથ્ય સેવનના આનંદ કરતાં વધી જાય. જ્યારે એ પથ્ય સેવનની અભિરૂચિના સ્થાન પર શાનાદિકની અભિરૂચિ જાગે ત્યારે સમજવું કે આપણે જૈનશાસનનો સાચો લાભ મેળવ્યો છે અને સાચી તત્વદ્દષ્ટિનું દર્શન કર્યું છે. ખરું સામાયિક.
શાસ્ત્રકાર મહારાજે જ્ઞાનાદિ-સામાયિક આદિ-કરવાનું ફરમાવ્યું છે, તે કઈ દૃષ્ટિએ ? એટલા જ માટે કે ધીમે ધીમે આપણા આત્માને કેળવીને આપણે એ કુપથ્યોથી અળગા થઇએ! ત્યારે આપણે અત્યારે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ તો એથી જુદા જ પ્રકારની છે. પહેલાં આપણા આહારાદિક બરાબર સચવાય અને ત્યારબાદ જ્ઞાનાદિક-સામાયિક આદિ કરાય ! આ સ્થિતિ-સાધુ હો કે શ્રાવક હો-દરેકમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. અનુકૂળ ભોજન વિગેરેની સગવડ ન મળતાં શરીરની જે સ્થિતિ થાય છે એવી જ સ્થિતિ કદીક જ્ઞાનાદિકના સાધનો ન મળતાં થાય છે ખરી કે ? સમજો કેઃ-તમો મુસાફરીએ નીકળ્યા. એક જંગલમાં જઇ ચડયા. ભૂલા પડયા. એકલા છો. બરાબર મધ્યાહ્નનો સમય થયો છે. સૂર્યનારાયણ માથા ઉપર તપી રહ્યો છે. સવારનું કંઇપણ ખાવા મળ્યું નથી. આસપાસમાં કોઇ ગામ કે ઝુંપડું દેખાતું નથી અને ભોજન માટે જરાપણ સંભવ દેખાતો નથી. એવી કફોડી સ્થિતિના વખતે તમારા શરીર ઉપર જે અસર થાય અને મનની ઉપર જે દુઃખની લાગણીઓ ઘેરાઇ આવે એ દુઃખને એક પલ્લામાં મૂકો અને બીજી તરફઃ-સમજો કે તમે રોજ સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્રનું કંઈપણ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છેઃ- રેમિ ભંતે ! સામાયિયં ના પવિત્ર શબ્દો ઉચ્ચારીને સમ્યગ્દર્શનાદિકના કારણસ્વરૂપ અને ફળરૂપ કાર્યો કરવાની ઇચ્છાપૂર્વકની પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા વખતે પણ તમે એવા કફોડા સંયોગોમાં આવી પડયા છો. કોઇપણ પ્રકારની તમારી પ્રતિજ્ઞાને અનુકૂળ પ્રવૃત્તિ કરી શકો એવા સાધનો તમારી પાસે નથી અને પરિણામે તમે પ્રતિજ્ઞાભંગના દોષમાં આવી પડો એમ છો. એ પ્રતિજ્ઞાભંગથી મન ઉપર થતી લાગણીઓને બીજી તરફ મૂકો, અને પછી જવાબ આપો કે કયું પલ્લું નીચું નમે છે ? કયા પલ્લામાંની દુઃખની લાગણીઓનું વજન વધી જાય છે? તમારે કબુલ કરવું પડશે કે શરીરને થયેલ અશાતાથી ઉત્પન્ન થયેલ દુઃખ પ્રતિજ્ઞાભંગના દુઃખ કરતાં વધી જવાનું, અને જ્યાં સુધી આવી સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી સમજવું કે