Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૦૦
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬-૩૪
સુખની હાનિને કે દુઃખની વૃદ્ધિને લક્ષ્યમાં લેતા નથી અને તેને જ લીધે તેવા રાજવીઓ પ્રજાજનને કરના બોજાથી ત્રાયત્રાય પોકરાવી પોતાના અલ્પકાલના સંતોષની ખાતર ઋદ્ધિસમૃદ્ધિને વધારી તે પ્રજાની પીડાના ભારે કર્મોથી પણ પરભવે નરકાદિકની પીડા ભોગવવા નરકના પરોણા થાય છે.
આ વસ્તુ કેવલ આનુમાનિક અગર વિધિ માત્રથી સમજાવવાની નથી પણ ખુદ ભગવાન મહાવીર મહારાજાના વખતે દૃષ્ટાંતાદિ સાથે મૃગાપુત્રનો પૂર્વ ભવ જે ઈક્કાઇ રાઠોડનો હતો તે દ્વારા સર્વ કાલને માટે સિદ્ધ તરીકે સમજી શકાય તેવી છે. તે ઇક્કાઈ રાઠોડનું દૃષ્ટાંત સ્પષ્ટપણે હેતુ અને ફલ પુરસ્સર સમજાય માટે પ્રથમ શ્રી વિપાક સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનને વિચારીએ.
ગણધર મહારાજા સુધર્માસ્વામી ચરમ કેવળી થનારા જંબુસ્વામીજીને જણાવે છે કે તે અવસર્પિણીના ચોથા આરામાં ભગવાન મહાવીર મહારાજાના વખતમાં વર્ણન કરવા યોગ્ય એવું મૃગગામ નામનું નગર હતું. તે મૃગગામ નગરની બહાર ઇશાન ખુણામાં ચંદનપાદપ નામનો બગીચો હતો. તે બગીચો સર્વ તુના ફૂલફલાદિ સમૃદ્ધિવાળો અને વર્ણન કરવા લાયક હતો. તે બગીચામાં સુધર્મા નામના યક્ષનું યક્ષાયતન ઘણા લાંબા કાળનું ઉવવાઇસૂત્રમાં વર્ણવેલા પૂર્ણભદ્ર નામના યક્ષના મંદિર જેવું છે. એ મૃગગામ નગરમાં વર્ણન કરવા લાયક વિજય નામે ક્ષત્રિય વંશનો રાજા રાજ કરે છે. તે વિજય ક્ષત્રિય વંશના રાજાની મૃગા નામની મહારાણી છે. તે મહારાણી હીન નહિ અને સંપૂર્ણ પાંચ ઈદ્રિયોયુક્ત શરીરવાળી છે વિગેરે જે વર્ણન વિવાદમાં કહેલું છે તે વર્ણન યુક્ત છે.
તે વિજય ક્ષત્રિય રાજાનો પુત્ર અને મૃગાદેવી નામની મહારાણીનો આત્મા જ (દેવીના શરીરથી થયેલો) મૃગાપુત્ર નામનો કુમાર હતો. તે કુમાર જન્મકાળથી જ આંધળો, મુંગો, બહેરો, પાંગળો અને સર્વ અવયવમાં પ્રમાણ વિનાનો તથા વાયુના રોગવાળો હતો, એટલું જ નહિ પણ તે બાળકને હાથ, પગ, આંખ, કાન કે નાસિકા વિગેરે અંગોપાંગો પણ ફુટ થયેલાં નથી. માત્ર તે મૃગાપુત્રને તે હાથપગાદિ અંગોપાંગોની સ્થિતિ દેખાય તેટલો માત્ર આકાર છે, એટલેકે આકૃતિમાત્ર પણ સુંદરરૂપે નથી. આવા કારણથી તે મૃગાદેવી મહારાણી તે મૃગાપુત્ર નામના કુંવરને મહેલમાં રહેવાવાળા કે બિહારના લોકોથી જાણવામાં નહિ આવેલા એવા ગુપ્ત ભૂમિગૃહમાં રાખે છે, અને કોઈ ન જાણે તેવી રીતે ગુપ્તપણે ખાનપાનથી તે બાળકની પાલન કરે છે. સૂ. ૨.
તે મૃગગામ નગરની અંદર જન્મથી અંધ એવો કોઈ બીજો પુરુષ રહેતો હતો. તેજ જન્માંધ પુરુષને એક ચક્ષુવાળો પુરુષ દોરતો હતો, તે આંધળો લાકડીને આગળ કરીને ચાલનારો, માથાના વાળ છૂટા થઈ ગયેલા, માખીનો મોટો વિસ્તાર જેની સાથે ગુમગુમ કરતો ચાલી રહ્યો છે એવો હતો, (કોઈપણ આજીવિકાનો અન્ય ઉપાય ન મળવાથી તેમજ તેને લાયક ન હોવાથી) મૃગગામ નામના