Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૫-૩૪
પુરુષો કાળધર્મ પામેલા તીર્થકર, ગણધર મહારાજાઓના નિર્જીવ શરીરનો સંસ્કાર જે શાસ્ત્રોમાં ભક્તિપૂર્વકનો સ્પષ્ટ અક્ષરે જણાવેલો છે તે ધ્યાનમાં કેમ નહિ લેતા હોય વળી પોતાના આચાર્યાદિક જ્યારે કાળધર્મ પામે ત્યારે તેમના નિર્જીવ શરીરને ઈતર મનુષ્યોના નિર્જીવ શરીરની માફક જ તેઓ કે તેમના મતને અનુસરવાવાળા કોઈ દિવસ ગણે છે ખરા ? તેઓની જ પ્રવૃત્તિ એવી છે કે કાળધર્મ પામેલા મુનિના નિર્જીવ શરીરના દર્શન કરવા સંખ્યાબંધ લોકો આવે છે, એટલું જ નહિ પણ એ નિર્જીવ શરીરની દહનક્રિયા કરવા પહેલાં તે નિર્જીવ શરીરને સુંદર માંડવી વિગેરેની રચના કરી તેમાં બિરાજમાન કરે છે અને વાજાગાજાની સાથે જ્યજયનંદા-જ્યજ્યભટ્ટા સરખા ઉત્તમ ગુણવાન મનુષ્યને યોગ્ય એવા સંબોધનો પગલે પગલે બોલવાપૂર્વક મોટો મહોચ્છવ કરતા શહેરના મુખ્ય સ્થાનોમાં ફેરવે છે, અને ઉત્તમ મનુષ્યોને લાયક એવા ઘી અને ચંદનાદિથી સંસ્કાર કરી તે નિર્જીવ શરીરની દહનક્રિયા કાળધર્મ પામેલા મહાત્માના ગુણોને અનુસરી કરે છે.
આ પૂર્વે જણાવેલી નિર્જીવ શરીરની સત્કારક્રિયામાં જ્ઞશરીર દ્રવ્યનિક્ષેપાનું કેટલું પ્રાબલ્ય છે તે એટલા જ ઉપરથી સમજાશે કે કાળ કરનાર મહાપુરુષ આચાર્ય, ઉપાધ્યાય કે સામાન્ય મુનિપણાની સ્થિતિમાંથી જે કાળ કરનારો જે સ્થિતિમાં હોય તે આચાર્યાદિક સ્થિતિને અનુસરીને જ ઉત્તમ કે મધ્યમ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રકારો પણ તીર્થકર ભગવાન અને ગણધર ભગવાનને સામાન્ય અણગાર જેવાની પણ ચિતાઓ જુદી જુદી કહે છે અને તેઓને અગ્નિ પણ ઉંચા નંબરની નીચા નંબરમાં સંક્રમી શકે, પણ નીચા નંબરની ચિતાનો અગ્નિ પણ બીજી ચિતાઓના અગ્નિમાં ન સંક્રમી શકે એમ જણાવી જ્ઞશરીરની મહત્તાને અંગે તેની ચિતાના અગ્નિની પણ કેટલી બધી મહત્તા જણાવે છે તે વિચારવા જેવું છે. અર્થાત્ નિર્જીવપણાને લીધે જેઓ પ્રતિમાજીની ભક્તિને દૂર કરાવે છે તેઓએ પોતાની જ નિર્જીવ શરીરને અંગે થતી પ્રવૃત્તિ અને શાસ્ત્રકારોએ તેનેજ અંગે કહેલી સ્થિતિ અને ભક્તિને વિચારવી જરૂરી છે. જો તેઓ સમ્યગુદર્શનાદિ ગુણોને અને તેના આશ્રયભૂત આત્માને જ આરાધ્ય ગણતા હોય તો તે મતવાળાઓએ નિર્જીવ શરીરને સત્કાર સન્માનપૂર્વક પ્રશસ્ત શબ્દ ઉચ્ચારણપૂર્વક દહનક્રિયા કરવી જોઈએ નહિ પણ તેઓ ભગવાનની પ્રતિમાને નિર્જીવપણાને આશ્રી જે પાષાણાદિક શબ્દો વાપરે છે તે અપેક્ષાએ તેઓને સ્પષ્ટપણે કોઈ એમ કહે કે દીન અનાથના મડદાની માફક કે ઢોરઢાંકરના કલેવરની માફક માત્ર તમારા કાળ કરેલા આચાર્યાદિકને ઢહડીને બહાર નાખી દઈ ગામમાં દુર્ગધ ફેલાતી દૂર કરવી જોઇએ. જો કે કોઈના પણ પ્રત્યાઘાત તરીકે કહેલા આ શબ્દો સ્થાપનાનિક્ષેપો નહિ માનનારને અત્યંત ખોટું લાગશે પણ તેઓએ શબ્દોની કટુકતા તરફ નહિ વિચાર કરતાં પોતાના શબ્દો અને પોતાની મંતવ્યતાનો વિચાર કરવાની જરૂર છે. એવો ન્યાય કોઈ દિવસ ન હોઈ શકે કે સ્થાપના