Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૧
તા. ૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર માતાપિતાને અંગે જે કહેવામાં આવ્યું છે તે અનુવાદ તરીકે જ કહેવાયું છે. વિધાનમાં અત્યંત અપ્રાપ્તિ હોય તે કરવાનું કહેવાય એનું નામ વિધિ. તે વિધિનું જો પાલન કરવામાં ન આવે તો દોષ લાગે. લોકમાં થતી પ્રસિદ્ધ વસ્તુઓનું કથન એનું નામ લૌકિક. તેજ હિસાબે અહીં લોકમાં કરવામાં આવતી માતાપિતાની ભક્તિ એ પણ અનુવાદ તરીકે જ જણાવી. જ્યારે તીર્થંકર મહારાજની સેવા-ભક્તિ એ લોકોત્તર છે અને તેથી એ શ્રીજિનેશ્વર દેવની સેવાઉપાસના કરતાં ધૂપ-દીપ-પુષ્પ વિગેરે ચઢાવવામાં આવે છે તે વિધિ ગણાય છે. જ્યારે બીજી તરફ માતાપિતાની ભક્તિનો નિયમ તે લૌકિક અને તેથી અનુવાદ છે. ધર્મ પ્રતિબોધઃ ઉપકાર વાળવાનો અદ્વિતીય માર્ગ.
આખા જગતમાં માતાપિતાએ કરેલો ઉપકાર એ દુષ્પતિકાર છે, અને તેવીજ રીતે સ્વામી (શેઠ) અને ગુરુમહારાજનો ઉપકાર પણ દુષ્પતિકાર ગણવામાં આવે છે. પ્રતિકાર એટલે બદલો વળતર. દુષ્પતિકાર એટલે જેનો બદલો વાળવો અતિઅતિ કઠિન હોય યા અશક્ય હોય છે. આ બધાના ઉપકારોને સામાન્ય રીતે દુષ્પતિકાર બતાવ્યા છે છતાં ગુરુ સિવાયના બીજાના ઉપકારોનો બદલો વાળી શકાય છે અને એ બદલો વાળવાનો એકનો એક અને સર્વોત્તમ માર્ગ છેઃ એ આપણા માતાપિતા રબા લિક (શેઠ)ને વીતરાગ કેવળી મહારાજે પ્રરૂપિત ધર્મને સમજાવવો તે. આ પ્રમાણે એમને ધર્મ સમજવીને ધર્મોન્મુખ બનાવી શકાય તો સમજવું કે એમણે આપણા ઉપર કરેલા મહાન ઉપકારનો જવાબ આપણે એમને વાળી દીધો. મહાનુભાવો ! આ સ્થાને એક વાતનો વિચાર કરો કે એક તરફ માતાપિતા અને માલિકના ઉપકારને દુષ્પતિકાર કહ્યો અને બીજી તરફ એ દુષ્પતિકાર ઉપકારના ઉચિત બદલાના ઉત્તમ ઉપાય તરીકે ધર્મનો બોધ કહ્યો. તો એ ધર્મ કેટલો મહામૂલ્યવાન હોવો જોઇએ કે જે સમજાવવા માત્રથી આપણે દુષ્પતિકાર ગણાતા એવા ઉપકારના ભારથી મુક્ત થઇ શકીએ છીએ ? એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે એ ધર્મની કીંમત આગળ એ માતાપિતાની કિમત કોઈપણ રીતે વધી શકે એમ નથી જ ! આ કથન મારા પોતાના ઘરનું કે કોઈ કલ્પનામગ્ન માણસની કલ્પનાનું પરિણામ નથી પરંતુ સૂત્ર બનાવનારનું છે. ધર્મની સાથેની સરખામણીમાં તો માતાપિતાનો ઉપકાર લાખમાં ભાગમાં પણ નથી આવી શકતો.
ગુરુમહારાજે આપણા ઉપર કરેલા ઉપકારનો બદલો તો આ લોક અને પરલોકમાં પણ આપણે વાળી શકીએ નહિ. લોકોત્તર માર્ગના ઉપદેશક શ્રી તીર્થંકર મહારાજે જે માર્ગનું વિધાન કર્યું તે લોકોત્તર માર્ગ, અને એ લોકોત્તર માર્ગના મહાન પ્રરૂપક તીર્થકર મહારાજની અષ્ટપ્રકારની ત્રિકાલિક પૂજા તે લોકોત્તર પૂજા. આ લોકમાં આપણા સંસારમાં ઉપકારક એવા માતાપિતાની સેવા એ લૌકિક સેવા. પરમ ઉપકારી ગુરુ, લોકોત્તર માર્ગ પ્રરૂપક દેવ કે ધર્મને