Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૫-૩૪
૩૦૦
શ્રી સિદ્ધચક્ર સમાધાન- આયુષ્ય તો શું પણ આઠે કર્મો બાંધેલાં હોય તે ભોગવવાં તો પડે જ છે, બાંધેલા કોઇપણ કર્મનો નાશ થતો જ નથી, પણ જ્ઞાનાવરણીઆદિકનો ભક્તિ આદિ ધારાએ અને આયુષ્યનો ઉપક્રમ દ્વારાએ જે નાશ કહેવાય છે તે માત્ર તેના ભોગને જલદી કરવાને અંગે અને તેના રસના નાશને અંગે છે, એટલેકે કર્મબંધ બે પ્રકારે છેઃ એક રસબંધ અને બીજો પ્રદેશબંધ. તેમાં જેવા રસથી કર્મ બાંધ્યું હોય તેવા રસથી જ તે ભોગવવું પડે એવો નિયમ નથી, કેમકે રસને અંગે બાંધ્યા જેવો ભોગવવાનો નિયમ રાખીએ તો નિંદન, ગહણ, પ્રાયશ્ચિત, ક્રિયા નિષ્ફળ થવા સાથે સર્વ ધર્મક્રિયા પણ નિષ્ફળ ગણવી પડે, એટલું જ નહિ પણ જ્ઞાનાદિકને માટે અભ્યાસ વિગેરેની જરૂર રહેજ નહિ, અને તે નિંદનાદિક બધા નિષ્ફળ હોય તો કર્મના અટલ સિદ્ધાંતને જાણનાર અને પ્રરૂપનાર મહાપુરુષો તે નિંદનાદિ કરવાનો ઉપદેશ અને તે દ્વારાએ કર્મ નાશ થવાના કહેતે જ નહિ, બીજો બંધ જે પ્રદેશદ્વારાએ કહ્યો છે તે તો જેવો પ્રદેશબંધ થયો હોય તેવો ભોગવવો જ પડે, તત્ત્વ એ છે કે રસબંધ ભોગવવો અનિયમિત છે, પણ પ્રદેશબંધનું ભોગવવું નિયમિત છે.
પ્રશ્ન ૬૭૫- રસ અને પ્રદેશના ભેદમાં કોઇ દષ્ટાંતથી સમજણ દઇ શકાય ખરી?
સમાધાન-કોઇક મનુષ્ય વગર વિચાર્યે વધારે કેરીઓ ખાધી હોય અગર કેળાં ખાધાં હોય અને પછી તેના પેટમાં દુઃખાવો થતાં વૈદ્યને તે દુઃખાવો ટાળવા માટે પૂછવામાં આવે ત્યારે વૈદ્ય તે દુઃખાવાની શાંતિ માટે કેરી ખાનારને સુંઠ અને કેળાં ખાનારને એલચી ખાવાનું જે જણાવે છે તે સુંઠ અને એલચી ખાધા પછી માત્ર કેરી અને કેળાંના વિકારને તોડે છે, પણ કેરી અને કેળાંના પુદગલો જે પેટમાં રહેલા છે તેનો નાશ કરતાં નથી, તે પુદ્ગલો તો જઠરમાં જ રહે છે, તેવી રીતે જ્ઞાનાવરણી આદિકના જ્ઞાન રોકવા આદિકના વિકારોને ભક્તિ આદિની ક્રિયા તોડી શકે છે પણ તેના નીરસ પુદગલો તો આત્માને ભોગવવા પડે છે.
પ્રશ્ન ૬૭૯-આયુષ્ય વિગેરે કર્મોના ઉપક્રમ થાય અને તેથી તે જલદી ભોગવાય છતાં તેમાં કરેલા કર્મનો નાશ ન માનવો તે કેમ બને ?
સમાધાન-એક મનુષ્ય પ્રતિદિન શેર અનાજ ખાતો હોય અને તેને જો મણ અનાજ આપવામાં આવે તો તેનો ચાલીસ દિવસનો ખોરાક છે એમ કહી શકાય, છતાં તે મનુષ્યને કોઈક એવો જબરો ભસ્મક જેવો વ્યાધિ થાય અને તે ચાલીસ દિવસનો ખોરાક દસ દહાડામાં ખાઈ જાય તેમાં આહાર જલદી ખાધો કહેવાય, પણ આહારનો નાશ થયો કહેવાય નહિ, તેવીજ રીતે બાંધેલાં કર્મો પણ અનુક્રમે ભોગવતાં જેટલા વખતે ભોગવી લેવાવાનાં હોય તેના કરતાં થોડા વખતમાં જે કર્મ ભોગવી લેવાય તેનું નામ ઉપક્રમ (નાશ) કહેવાય છે. ઘડીયાળની કુંચી ઘડીયાળ રીતસર ચાલે તો છત્રીસ કલાક પહોંચવાની હોય છતાં જો તેની ઠેસ ખસી જાય કે ખીલી ઢીલી થાય તો તે ચાવી જલદી ઉતરી જાય તેમાં ચાવીનો નાશ થયો કહેવાય નહિ, તેવી રીતે અનુક્રમે ભોગવાતું આયુષ્ય સો આદિ વરસ ચાલવાનું હોય છતાં રાગદ્વેષાદિકારાએ જલદી અંતર્મુહૂર્તથી માંડીને કોઈપણ વખતમાં ભોગવાઈ જાય તેમાં કર્મ ઉડી ગયું કહેવાય નહિ.
પ્રશ્ન ૬૭ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચનું આઉખું ઉપક્રમવાળું હોતું નથી એમ ખરું?
સમાધાન- અસંખ્યાત વરસ આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચનું આયુષ્ય નાશ પામતું નથી એમ જે કહેવાય છે તે પર્યાપ્ત અવસ્થા થયા પછી સમજવું, કેમકે અપર્યાપ્ત અવસ્થાવાળા જીગલીઆઓનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય તો તે ઘટીને અંતર્મુહૂર્ત જેટલું થઈ જાય છે. એમ જો ન માનીએ તો જીગલીયાઓનું સ્ત્રીઓને નવ લાખ જીવોની ઉત્તિ મનાય નહિ અથવા તો અકર્મભૂમિના ક્ષેત્રમાં સંખ્યાતા વરસનું ભાવતું અંતર્મુહૂર્તના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો માનવા પડે, પણ તે બનતું નથી, માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ પલ્યોપમનું આયુષ્ય પણ અપવર્તનીય થાય છે.