Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સરલતાનો સ્વાભાવિક સૂર્યોદય ફક
(અનુસંધાન ગતાંકથી) ગતાંકના લેખ ઉપરથી સરળતા નામના ગુણની ઉત્તમતા અને જરૂર કેટલી છે તે વાચકના ખ્યાલમાં આવી હશે. જો કે જગતમાં કોઇપણ ગુણ દુર્જનોએ દૂષિત કર્યો ન હોય એવું બનતું નથી તેવી રીતે સરળતાના ગુણને પણ દુર્જનો દૂષિત ગણી સરળતારૂપી ગુણવાળાને દુર્જનો અક્કલ વગરનો, ગાંભીર્ય ગુણ વગરનો, તુચ્છ વિગેરે ઉપનામો આપી નિંદે તે સ્વાભાવિક છે, પણ સરળતા જ્યારે ઉત્તમ ગુણ તરીકે અનુભવસિદ્ધ છે એટલેકે સરળતાવાળો મનુષ્ય દરેક પ્રસંગોમાં હૃદયને ચોખ્ખું રાખી મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરી શકે છે, પણ માયાની જાળમાં ફસાઇને સરળતાનું સત્યાનાશ વાળનારો મનુષ્ય પોતાના મન, વચન કે કાયાના એકપણ પ્રવર્તનને શુદ્ધપણે કરી શકતો નથી. માયાવી મનુષ્યોના વિચારો કેટલા બધા ઘાતક હોય છે, વચનો કેવાં આંટીકુટીવાળાં હોય છે, અને પ્રવૃત્તિની દિશા કેવી ઉલટપાલટવાળી હોય છે તે કોઈપણ વિવેકી, પુરુષથી અજાણ્યું નથી. એટલી બધી માયાવી પુરુષની હકીકત સમજીનેજ સુણ પુરુષો સરળતાનો શણગાર પોતાના આત્મામાં સજે છે. શરીર ઉપર સજેલાં ઘરેણાં કોઈ લઈ જાય નહિ એની સાવચેતી જેમ મનુષ્યો રાખે છે તેવી રીતે સરળતાનો સજેલો શણગાર પણ આત્મા ઉપરથી ઉતરી ન જાય એવી સાવચેતી દરેક વિવેકીએ રાખવાની જરૂર છે.
સરળતાને ગુણ તરીકે દેખાડવાનો એ ભાવાર્થ તો નથી કે જેમ આવે તેમ સંકલ્પો કરવા, બાળકની માફક જેમ આવે તેમ અણસમજુપણે બોલવું, અને ગાંડાની માફક વિચારશૂન્યપણે પ્રવૃત્તિ કર્યા જવી; કેમકે વિવેકી પુરુષોને માથે એ તો ફરજ તરીકે રહેલું છે કે વિચાર કરવા પહેલાં પરોપઘાતક કે આરૌદ્રાદિકના વિચારો ન આવવા જોઇએ.
સપાપ, નિષ્ફર, અસભ્ય કે અનવસરનું વચન ન બોલાવું જોઇએ, તથા કોઈપણ પ્રાણીને ઉપઘાત કરનારી કે લોકલોકોત્તરમાર્ગથી વિરૂદ્ધપણાવાળી પ્રવૃત્તિ હોવી જોઇએ જ નહિ, પણ જેના હૃદયમાં સરળતાએ નિવાસ કરેલો હોય તેવો મનુષ્ય પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિને તેવી રીતે ન કરે જેથી બીજાને યથાસ્થિત વસ્તુના સ્વરૂપથી વિપરીત ધારણા કરવાનું કારણ મળે. વિવેકી પુરુષોએ ઉપધાતક બુદ્ધિ છોડીને શ્રોતાના ઉપકારને માટે કરેલી પ્રવૃત્તિ
(અનુસંધાન ટાઈટલ પા. ૨)