Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૦
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર આનો એકદમ અમલ કરવો સહેલો ન હતો. પોતાની સહીયરોની પણ સલાહ લીધી. ઘણી ઘણી મંત્રણાઓ થઈ. સહીયરોએ પણ “સોંપી દેવાની સલાહ આપી. સહીયરોએ આપેલી આ સલાહથી એ વાત સમજી શકાય છે કે એ બાળકના રોવાથી નિદ્રાદિક ન આવવાના કારણે કેવળ માતા જ લાચાર નહોતી થઈ પરન્તુ સહીયરો ઉપર પણ એની કંઈક અસર જરૂર થઈ હશે. નહિ તો પોતાનો પુત્ર સોંપી દેવાની' સલાહ એ કદાપિ ન આપત. એક વખત “દીક્ષા ન થઈ હોત તો મહોચ્છવ થાત’ એમ કહેનાર સહીયરો આજે “સોંપવાની સલાહ આપે છે. બસ ખતમ ! મા અને સહીયરો એકમત થયાં, અને વજસ્વામીને પોતાનું મનગમતું મેળવવાનો સુઅવસર નજીકમાં આવી લાગ્યો. જ્યારે ધનગિરિ વહોરવા પધાર્યા ત્યારે માતાએ પુત્રનું દાન કર્યું. ધણી ધણીયાણીમાં પુત્રનો સોદો થયો. સહીયરો એ સોદાની સાક્ષીભૂત બની અને શ્રી વજસ્વામી આજથી માતાના મટીને પિતાના થયા. સંસારી મટી વૈરાગી થયા. ભોગી મટીને ત્યાગી થયા. મોક્ષનો માર્ગ એમનો રાજમાર્ગ બન્યો.
આ પ્રસંગમાં એકજ વસ્તુ મુદ્દાની છે કે-જે માતા પુત્ર પ્રાપ્તિ માટે પત્થર એટલા પૂજે દેવ' કરવામાં પણ ખામી નથી રાખતી, પોતાના પ્રાણ આપવા પણ કબુલ કરે છે તેજ માતા પોતાના એકના એક દીકરાને, સાક્ષી કરી સોંપે છે એ બતાવે છે કે માતા અને સહીયરો હેરાનગતિના શિખરે પહોંચેલાં હોવાં જોઇએ, અને વજસ્વામીએ જાણી જોઇને ઈરાદાપૂર્વક આવી સ્થિતિ પેદા કરેલી. તો મહાનુભાવો ! વિચાર કરો કે આવું કામ કરવા માટે વજસ્વામીને કેવા ગણવા જોઇએ? કોઈપણ શાસ્ત્રકાર, ગ્રંથકાર કે ચરિત્રકાર વજસ્વામીના એ કાર્યને અંશમાત્ર પણ ઓછું ગણતા નથી ! તો પછી તમે કહો છો એવા પ્રકારની માતૃભક્તિ, પિતૃભક્તિનો સવાલ જ કયાં રહ્યો ? લૌકિક અને લોકોત્તર પૂજા.
માતાપિતાની ભકિતના પ્રસંગે એક વાત ધ્યાન રાખવી જોઇએ કે-માતાપિતા એઓ લૌકિક દૃષ્ટિએ ઉપકારી છે અને શ્રી જિનેશ્વર તીર્થકર મહારાજ લોકોત્તર દષ્ટિએ ઉપકારક છે. શાસ્ત્રકારો માતાપિતાની ભક્તિનું પ્રતિપાદન અનુવાદ તરીકે કરે છે પરતુ વિધાન તરીકે એનું પ્રતિપાદન નથી કરતા.શ્રી ગૌપાતિવા સૂત્રમાં માતાપિતાની ભક્તિનો અધિકાર ચર્ચવામાં આવ્યો છે છતાં જ્યારે એ પ્રશ્ન કરવામાં આવે છે કે માતાપિતાની ભક્તિ કરનાર આરાધક ગણાય કે નહિ ત્યારે જવાબ આપ્યો કે માતાપિતાની ભક્તિને અંગે માતાપિતાનું વચન ન ઓળંગાયું હોય તેટલા માટે એમાં આરાધકતાનો અંશ નથી આવી જતો. જો એ કાર્યને આરાધકતાનો અંશ ગણ્યો હોત તો તેથી એ માણસને દેશ આરાધક તરીકે માન્યો હોત, પણ શાસ્ત્રકાર એ વાતનો ઈન્કાર કરે છે. આથી સાફ સાફ સમજાય તેવું છે કે