Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૫-૩૪
૩૯
શ્રી સિદ્ધચક્ર ખાતર “મારો છોકરો', “મારો છોકરો” એમ કર્યા કરતી હતી પણ આ પુત્ર મારું કંઈ લીલું કરે એવો નથી. છોકરો માથા ઉપર ચીસેચીસ પાડીને રોતો હોય ત્યાં માતાને ઊંઘજ કયાંથી આવે ? કંસારાની પાડોશમાં ઊંઘવા માંગીએ તો ત્યાં નથીજ ઊંઘી શકાતું. દિવસો ઉપર દિવસો વીત્યા. રોજ ઊંઘ બગડે અને તેથી ભોજન પણ ભાવે નહિ.
પેલા-સગાસંબંધી પાડોશીઓએ દીક્ષાને હલકી ગણીને કહ્યું હતું કે જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો અત્યારે (વજસ્વામીના જન્મ પ્રસંગે) મહોત્સવ થાત. વજસ્વામીએ દીક્ષા શબ્દને પકડી લીધો અને એ શબ્દ અસર કરનારો પણ થયો. તેમને વિચાર આવ્યો કે “આવો દીક્ષા' શબ્દ મેં પહેલાં કયાંક સાંભળેલો છે.” આવો પૂર્વભવનો વિચાર કરવાની શક્તિ સામાન્ય સ્થિતિવાળા જીવોમાં નથી હોતી પણ જેમને પૂર્વભવનું જ્ઞાન હોય તેઓ માટે કંઇપણ નવાઈ જેવું નથી ! જો આમ ન થતું હોય તો અભિષેક કરતી વખતે મહાવીર સ્વામી ભગવાન ઈદ્રમહારાજનો વિચાર કઈ રીતે જાણી શકત? દેવાનંદાને દુઃખ થયું, ત્રિશલામાતાને (ગર્ભમાં) દુઃખ થયું એ પણ કેવી રીતે જાણી શકત ? એથી શાસ્ત્રકાર આપણને કહે છે કે પરમાત્મા મહાવીરને અવધિજ્ઞાન હતું. વળી તીર્થકર ભગવાનની માફક બીજા જીવોમાં પણ ભવપ્રત્યયિક જ્ઞાન હોવામાં કોઈપણ અડચણ નથી કે બીજા જીવોને અવધિજ્ઞાન ન જ હોઈ શકે એવો નિયમ નથી. તીર્થકર મહારાજને તો અવશ્ય કરીને અવધિજ્ઞાન હોય છે; એટલે શ્રીવજસ્વામીને “દીક્ષા”નું સ્મરણ થયું. દીક્ષા શબ્દથી જેને ભવાંતરનો સંબંધ હોય અને એને ન ઓળખે તો પણ તેના ઉપર રાગ થાય. આમ થવાનું કારણ શું? પૂર્વના ભવના સંસ્કારો. પૂર્વના ભવના સંસ્કારના કારણે એક વસ્તુના જાણ્યા વગર પણ એના ઉપર રાગ છે. જ્યારે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ લોકપાળને પુંડરિક અધ્યયન સંભળાવ્યું ત્યારે વજસ્વામીના જીવે પોતાના પૂર્વભવમાં એ અધ્યયન સાંભળ્યું હતું અને પછી એનું પાંચસો વખત અધ્યયન કરી નાખ્યું હતું. આ બધાં કારણે એમને દીક્ષા ઉપર રાગ થયો અને માતાને એમાં પ્રતિબંધ સમજીને એ પ્રતિબંધ દૂર કરવા માટે ઉપર કહ્યા પ્રમાણે રોવાનું શરૂ કર્યું, અને એની અસર માતા ઉપર થઈ પણ ખરી. ઊંઘ ગઈ એટલે ભોજન બગડયું અને છેવટે એની અસર શરીર ઉપર પણ થઈ. એ માતાની એવા વખતે કેવી અવસ્થા થઈ હશે? પિયરમાં કોઈ ભાઈ વિગેરે નહિ, સાસરામાં કોઈ સાસુસસરા વિગેરે નહિ. પતિદેવે પણ દીક્ષા અંગીકાર કરેલ. આવા નિરાધાર જણાતા સંસારમાં “અંધાની લાકડી' સમો કેવળ એકનો એક જ પુત્ર અને તે વજસ્વામી. એને સોંપી દેવાનો વિચાર સરખો પણ ક્યાંથી આવે? એ વિચાર એવો નથી કે કોઈ અકસ્માતમાંથી ઉઠી આવે. છતાં ઘણા ઘણા વિચારો કર્યા બાદ એકાદ વખત એ માતાને એવો વિચાર આવી જતો કે “એને આપી દેવો.” છતાં