Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૨
તા.૧૩-૫-૩૪.
શ્રી સિદ્ધચક આશ્રીને જે પ્રતિજ્ઞા લેવામાં આવે તે લોકોત્તર પ્રતિજ્ઞા. સાધુમાર્ગ લોકોત્તર પ્રતિજ્ઞાથી પણ વધુ મૂલ્યવાન વસ્તુ
હવે અહીં આપણે એ વાત વિચારીએ કે એક માણસે લોકોત્તર પ્રતિજ્ઞા લીધી કે મારે રોજ શ્રીજિનેશ્વર ભગવાનનું ત્રિકાળ પૂજન કરવું, ગુરુ મહારાજનું દર વરસે એક વખત દર્શન કરવું, ધર્મના ઉદ્યોત અને પાલન માટે અમુક દાન દેવું, અમુક જિનાલય બંધાવવા વિગેરે. હવે એ માણસને આ દેશવિરતિપણાનો ત્યાગ કરીને સર્વવિરતિપણું-સાધુપણું-ચારિત્ર અંગીકાર કરવાનો પરમ પવિત્ર મનોરથ જાગ્યો. હવે એણે શું કરવું ? પહેલાં લીધેલી લોકોત્તર પ્રતિજ્ઞા પાળવા માટે એ બંધાયેલો છે. બીજી તરફ દીક્ષા અંગીકાર કર્યા બાદ એ સમગ્ર લોકોત્તર પ્રતિજ્ઞાનો નાશ થઈ જવાનો છે. તો હવે એણે દીક્ષા લેવી કે એ પ્રતિજ્ઞાઓને વળગી રહીને દીક્ષા લેવાનું માંડી વાળવું ? મહાનુભાવો ! શાસ્ત્રકાર મહારાજ તો આ માટે સાફ રીતે ફરમાવે છે કે-એ એક વખત લીધેલી લોકોત્તર પ્રતિજ્ઞાઓ પણ એક માણસને સર્વવિરતિપણાનો ઉપાસક બનતાં અટકાવી શકે નહિ. એ સર્વવિરતિપણાની પરમ પવિત્ર દશાના મહામૂલ્ય આગળ એ લોકોત્તર પ્રતિજ્ઞાઓ કોડીની કીંમતની નથી. એ પ્રતિજ્ઞાઓના ભોગે પણ સાધુપણું લેવામાં કશી હરકત નથી, અને એ પ્રતિજ્ઞાઓના ઉદ્દેશની દૃષ્ટિએ તો, સાધુ બનવા છતાં, એનો દેખાતો નાશ એ સાચો નાશ નથી, પણ છાશમાં રહેલ છૂટા ઘીના કણના બદલે એ સાવ ચોખ્ખું તન ઘી જ છે. ફરક એટલો જ કે પહેલાં બાહ્યરૂપ જુદું હતું હવે જુદું બની ગયું છે છતાં એની પાછળ રહેલ ભાવનામય આત્મા તો એકજ અને વધારે ઉન્નત છે.
ભલા શાસ્ત્રકાર મહારાજે આમ કેમ-કઈ દૃષ્ટિએ કહ્યું? એકજ દૃષ્ટિએ કે એ લોકોત્તર પુરુષના આરાધનની પાછળ કયો મુદ્દો સમાયેલો હતો એ વિચારવું જોઈએ. એ લોકોત્તર પુરુષનું પૂજન વિગેરે દ્વારા કરાતું, આરાધન પણ સર્વવિરતિપણાની પ્રાપ્તિ માટે જ કરવામાં આવતું હતું. આ વસ્તુ લક્ષ્યમાં આવતાં આપણને તરત સમજાઈ જશે કે શાસ્ત્રકાર મહારાજનું ઉપર પ્રમાણેનું (આપણને ઉપલક દૃષ્ટિએ વિચિત્ર લાગતું) ફરમાન એ બરાબર યથાર્થ જ છે. શાસ્ત્રકાર મહારાજ તો સર્વવિરતિપણાની પ્રાપ્તિ માટે જ પૂજન કરવું જોઇએ એ વાતને વધુ ભારદાર બનાવવા માટે કહે છે કે જે માણસ “હું આ તીર્થકર ભગવાનનું અષ્ટપ્રકારી, સત્તર ભેદી પૂજન ધ્યાન વગેરે બધું સર્વવિરતિપણાની પ્રાપ્તિ માટે જ કરું છું” એમ માન્યા વગર કેવળ કરવાની ખાતર જ દ્રવ્ય પૂજન કરે તો એ વાસ્તવિક નથી. આજ હેતુથી દ્રવ્યપૂજાના બે ભાગ કરવામાં આવ્યા છેઃ- (૧) ભાવ પૂજાને લાવનાર પૂજા અને (૨) કહેણા મામા જેવી માત્ર નામ માત્રની પૂજા. આ બીજા પ્રકારની પૂજામાં સર્વવિરતિપણાનું લેશ માત્ર પણ ધ્યેય નથી હોતું. શ્રીમાન્ હરિભદ્રસૂરિ મહારાજ પણ કહી ગયા છે કે સર્વવિરતિપણાના ધ્યેય