Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૪
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર હતો, અને બીજાને રસોઈ બનાવવી હતી, છતાં ચૂલાનું કંઈ ઠેકાણું ન હતું. એ ત્રીજા માણસે કોને શું કહેવું એ સાફ સમજાય તેવું છે. એણે પહેલાને ચૂલો ઠારવા અને બીજાને સળગાવવા કહ્યું, અને આમાં ખોટું કે વિરૂદ્ધ શું હતું? રસોઈ બન્યા પછી ચૂલો સળગતો રાખનાર અને રસોઈ બનાવવાની હોવા છતાં ચૂલો નહિ સળગાવનાર બને ભૂલ ભરેલા હતા. એ માણસે એમની ભૂલ સમજાવી અને સુધારી. એજ પ્રમાણે જેને હજી સર્વવિરતિરૂપ ધ્યેય મેળવવાનું છે તેને સાધન તરીકે દ્રવ્ય પૂજા કરવી, એવું અને જેણે એ ધ્યેયને મેળવી લીધું છે અને એ નકામા સાધનને હવે હઠાવી દેવાનું કહેવામાં શું વાંધાભર્યું છે ? કશુંય નહિ. ભોજન થઈ ગયા બાદ તો પત્રાવળી દૂર જ કરવી જોઇએ. ભોજન તૈયાર થવા છતાં ચૂલો સળગતો રાખતાં જેમ રસોઈ દાઝી જાય છે તેમ સર્વવિરતિ થવા છતાં દ્રવ્યપૂજન રાખવામાં કેવળ દોષનું જ પોષણ થાય છે.
એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે શ્રી તીર્થંકર મહારાજે પૂજા કરવામાં લાભ બતાવ્યો એ કઈ દૃષ્ટિએ? શું તે માણસો (પૂજા કરનારા) આગળ ઉપર પૂજા કરવાના ફળરૂપે છકાયની રક્ષા કરનારા વિરતિને પાળવાવાળા થાય એ દષ્ટિએ કે પોતાની પૂજા જગતમાં વધે એ દૃષ્ટિએ ? તીર્થકર ભગવાન એ વાત સારી રીતે જાણે છે કે આ પ્રમાણે દ્રવ્યપૂજા કરવામાં સ્થાવર જીવોની વિરાધના થાય છે. જે તીર્થકર મહારાજે સાધુઓને એ પ્રમાણે આજ્ઞા ફરમાવી છે કે થોડું પણ કાચું પાણી પીવાથી તમારા પ્રાણ બચતા હોય તો પણ તે વખતે પાણી ન પીશો અને એ ધર્મપાલન વખતે તમારા પ્રાણની પણ દરકાર ન કરશો. તેવીજ રીતે અગ્નિકાય, વાઉકાય, પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વિગેરેને માટે પણ પ્રાણની કીંમત ન ગણવી. આ પ્રમાણે છકાયના જીવોની રક્ષા માટે સાધુ મહારાજના જીવનની કોડી સરખી પણ કીમત નથી ગણતા. તેજ તીર્થકર મહારાજ પોતાના માટે યોજના પ્રમાણ માપના નાળચાવાળા મહાન કળશો દ્વારા થતા (દેવોના) અભિષેક માટે કેમ કંઈ કહેતા નથી ? આનો અર્થ એ થયો કે “આપણી એટલી લાપશી અને પરાઈ એટલી કુશકી.” સાધુ પોતાનો જીવ બચાવવા થોડું પણ કાચું પાણી વાપરે તેમાં પાપ અને ભગવાનના પોતાના માટે યોજન માનવાળા ૧ કરોડ ને ૬૦ લાખ કળશો ભરીને પાણી ઢોળાય એમાં પુણ્ય ! કેવો ન્યાય ? એક તરફ અતિ જરૂર હોવા છતાં છાંટો પાણી વાપરવામાં પણ નુકસાન અને બીજી તરફ કોઇપણ મતલબ વગર અઢળક પાણી વેરવામાં આવે છતાં લાભ ! ભલા આવા હિસાબનો મેળ કેવી રીતે મળે? આનો ટૂંકો પણ સચોટ જવાબ એજ છે કે એ માનવામાં આવેલ નુકસાન અને એ માનવામાં આવેલ લાભ-એ બન્નેમાં ઉદ્દેશ એકજ છે, અને તે સંયમ ટકાવવાનો. જયાં ઉદ્દેશ એકજ હોય ત્યાં કદાચ કોઈ