Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૫-૩૪
૩૬૦
શ્રી સિદ્ધચક્ર આરંભાદિકમાં પડેલ છે તેના કરતાં વધારે આરંભાદિમાં એને આવતા ભવે પડવું પડશે, અને આનું પરિણામ એ આવે કે ભવિષ્યમાં અધિક ધનમાલ મેળવવાની ઈચ્છાએ અત્યારે થોડું પણ છોડવામાં આવે, આથી ત્યાગ થયો અને તેનું ફળ આગલા ભવમાં ભોગમાં આવી ફેર પાપમાંજ પડવાનો દેવલોકમાં વધારે ઋદ્ધિ મળશે એ આશાએ અહીં ૧૦૦ ખરચવા, વધારે સુખ મળે એ ઇચ્છાએ પાંચેક દિવસના સુખનો ત્યાગ કરવો, એટલે ટૂંકમાં ભવિષ્યમાં વધારે પાપ કરવાની ભાવના સાથે અત્યારનું થોડુંક પાપ છોડવું; એમ પહેલાં કહ્યું તે પ્રમાણે ઓલામાંથી ચુલામાં પડવા કરતાં જરા પણ સારું પરિણામ ન જ આવે. એટલા માટે એવા દેવાદિની ઉપાસના કરતાં જો મહાપાપમાં પડાતું હોય તો તેના કરતાં થોડું પાપ ન છોડવું એજ બેહત્તર છે, પરંતુ આ બધી પંચાત તો તેજ માણસોને નડે છે કે જેઓ દેવાદિનું આરાધન ભવ-ભ્રમણના નિવારણ માટે કરવાના બદલે પરલોકના સાંસારિક સુખ માટે માને છે. આ થઇ એક વાત.
બીજું-જો દેવાદિનું આરાધન દુનિયાદારીના ઉદય માટે કરવામાં આવતું હોય તો ઇદ્રોને કદાપિ તીર્થકર મહારાજની સેવા-ઉપાસના કરવાની જરૂર ન પડત; કારણકે ૩૨ લાખ વિમાનોના માલિક જે સૌધર્મ ઈદ્ર જેને અખૂટ સંપત્તિ, ઠકુરાઈ અને સત્તા પોતાની મેળેજ મળેલી છે એમાં તીર્થકર ભગવાન લેશ માત્ર પણ વધારો કરતા નથી. ઇદ્ર મહારાજ તીર્થંકર ભગવાનની ગમે તેટલી સેવા-ભક્તિ કરે છતાં કદી પણ તેના ૩૨ લાખ વિમાનના ૩૩ લાખ વિમાનો નથી જ થવાનાં. વળી આ સાંસારિક બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ તો તીર્થકર મહારાજ પાસે ઈંદ્ર મહારાજની સમૃદ્ધિનો લાખમો હિસ્સો પણ નથી. અરે ! કંઈ પણ નથી એમ કહેવામાં પણ કંઈ અતિશયોક્તિ નથી. આથી આપણે સમજી શકીએ છીએ કે દેવાદિનું આરાધન દુનિયાદારીના ઉદય જેવા અતિ તુચ્છ ફળ માટે નથી કરવામાં આવતું પરન્તુ ભવભમણ હઠાવવાના પવિત્ર ઉદ્દેશથીજ કરવામાં આવે છે, અને એટલા જ માટે દેવતાઓ, કે જેઓ કોઈપણ પ્રકારનું વિરતિ પાલનરૂપ કાર્ય નથી કરી શકતા તેઓ શ્રી જિનેશ્વર મહારાજની પવિત્ર વાણી સાંભળવા માટે હંમેશાં અનેક પ્રયત્નો કરે છે. ઈદ્ર મહારાજનું આયુષ્ય બાવીસ સાગરોપમનું છે અને એ ૨૨ સાગરોપમના અતિ લાંબા સમય દરમ્યાન અસંખ્યાત તીર્થંકર ભગવાનના વ્યાખ્યાનો સાંભળે છે, અને પોતાનું કલ્યાણ કરે છે, પણ આટલા વ્યાખ્યાનો સાંભળવા છતાં એણે જે પોતાનો મોક્ષમાર્ગ ગીરવે મૂકયો છે તે દેણામાંથી એને શ્રી તીર્થકર મહારાજ પણ નથી છોડાવી શકતા. દેવતાઓ માટે મોક્ષમાર્ગ ગીરવે મૂકેલોજ હોય છે; કારણકે કોઇપણ દેવને કદાપિ મોક્ષ મળ્યો નથી, મળતો નથી એ મળશે પણ નહિ, અને સમ્યગુદષ્ટિ દેવતાઓ આ વાત જાણે પણ છે. છતાં તીર્થકરમહારાજની પવિત્ર વાણી દ્વારા પોતાની હલકાઈ સાંભળવા આદિનો તો ઉદ્યમ કરે જ છે.