Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૫-૨૪
૩૫
શ્રી સિદ્ધચક્ર તત્ત્વથી વિચારીએ તો સૂર્યાભદેવતાએ તેમજ બીજા દેવોએ પણ પોતાની ઉત્પત્તિની વખતે પોતાને અનુપમ ઉપકાર કરનાર એવા પૂર્વભવના ધર્માચાર્યને વંદનાદિક કરવાનો ઉદ્યમ જાણ્યા છતાં પણ ન કર્યો અને જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું પૂજન વિગેરે કર્યું અને ખુદ જિનેશ્વર મહારાજનું આરાધન પણ તે ભગવાનની પ્રતિમાના પૂજન પછી જ કર્યું, એટલે જિનેશ્વર ભગવાનની અને તેમની પ્રતિમાની આરાધનામાં સમવસરણમાં બેસતી પર્ષદાની રીતિએ કોઈપણ જાતનો ફરક ન ગણ્યો અને ઉપકારી મુનિ મહારાજ કરતાં પણ જિનેશ્વર ભગવાનની સ્થાપનાને પણ મહત્તાવાળી ગણી. આજ કારણને ઉદ્દેશીને ભગવતીજી સૂત્રમાં પણ અસુરોને ઉર્ધ્વલોકમાં જવાના ત્રણ કારણો બતાવતાં ભાવિત મુનિમહારાજાઓ કરતાં પણ અરિહંત મહારાજાઓના ચૈત્યોને અગ્રસ્થાન આપવામાં આવેલું છે. જ્યારે ભગવાનની મૂર્તિને ભાવિતાત્મા અણગારો કરતાં અગ્રપદ આપવામાં આવે તો જિનેશ્વર ભગવાનનું નિર્જીવ શરીર કે જેના આલંબને જિનેશ્વર ભગવાનોએ કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરી છે, તેને ભાવિત અણગારો કરતાં અગ્રપદ અપાય તેમાં આશ્ચર્ય જ શું ?
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઇને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તરત લખી જણાવવું.
લી. તંત્રી
મારા
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો. શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ -૮-૦ - શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. -૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.