Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૪
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક સત્કારાદિનો પણ નિષેધ વિગેરે કરવો જોઇએ. જો આવી રીતે ન થાય અને સેંકડો વરસથી તેઓમાં ચાલ્યું આવ્યું છે તેમજ ચાલ્યા કરે અને ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજાદિકનો નિષેધ થયા કરે અને આચાર્યાદિના કલેવરનો પણ સત્કાર પ્રવર્યા જ કરે તો સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તે મતવાળાઓની માન્યતા અર્ધજરતીય ન્યાયને અનુસરતી હોઈ કોઇપણ બુદ્ધિશાળીને તે આદરવાલાયક થઈ શકે નહિ. જ્ઞશરીરના સત્કાર આદિને અંગે થતી હિંસા તે માત્ર સ્વરૂપહિંસા છે પણ અનુબંધે તેજ ભાવદયારૂપ છે. આ હકીકત સમજવા માટે સ્થાપના નિક્ષેપાને અંગે કરેલું આ બાબતનું વિવેચન ફરી ધ્યાનમાં લેવું એટલું જ બસ છે. આરાધના કરવા લાયક ગુણોના સ્મરણદ્વારાએ ભક્તિ, બહુમાન થવા એજ જો આરાધનાનું પ્રયોજન હોય તો આરાધ્ય ગુણોના સ્મરણાદિક જેવા ભાવનિક્ષેપાને અંગે થાય છે તેવાજ સ્મરણાદિક આ જ્ઞશરીરના નિક્ષેપાને અંગે સ્પષ્ટ તરીકે અનુભવવામાં આવે છે. ભાવનિક્ષેપામાં પણ રહેલા સમ્યગ્દર્શનાદિક આરાધ્ય ગુણો કાંઈ આરાધ્યમાં સંક્રાન્ત થતા નથી પણ તે આરાધ્ય પુરુષના ગુણોના સ્મરણ અને બહુમાન આદિથી પોતાના આત્મામાં કર્મથી આવરાઈ રહેલા તે ગુણો પ્રગટ થાય છે અને તેવા આરાધ્ય ગુણો આરાધકના આત્મામાં પ્રગટ થવાનું કારણ આરાધ્ય પુરુષના આત્માના ગુણોનું સ્મરણાદિક જ છે એ વાત જૈનશાસનને માનનારો જ્યારે એકી અવાજે કબુલ કરે છે ત્યારે તેને નામસ્મરણતારાએ, આકૃતિ દેખવાધારાએ કે તેના નિર્જીવ કલેવરને દેખવાદ્વારા એ આરાધ્ય પુરુષના આત્માના આરાધ્ય એવા સમ્યગુદર્શનાદિ ગુણોના સ્મરણાદિક થવાથી સર્વત્ર એક સરખા પરિણામ રહી શકે છે, અને તેથીજ પૂર્વે સ્થાપના નિક્ષેપામાં જણાવ્યું તેમ સમવસરણમાં જિનેશ્વરનું પૂર્વાભિમુખ બીરાજવું છતાં પણ બાકીની દિશાઓમાં ભગવાન જિનેશ્વરની પ્રતિમા બીરાજેલી હોય છે છતાં તેની સન્મુખ પણ પર્ષદા સરખી રીતે બેસી શકે છે. કેટલાકો સ્થાપના નિક્ષેપાનો અનાદર જણાવતાં ભાવનિક્ષેપાની પ્રાધાન્યતા ગણવા તૈયાર થાય છે તેઓએ સમજવાનું કે ગણધરાદિક ભગવંતો ભાવનિક્ષેપો બિરાજમાન હતા છતાં પણ ઈદ્રનરેન્દ્ર વિગેરે જિનેશ્વર ભગવાનના નિર્જીવ શરીરના સત્કાર સન્માનમાં કેમ લીન બન્યા હશે ? અને ગણધર મહારાજાઓ કે જેઓ ખુદ ભાવનિક્ષેપારૂપ હતા તેઓની આરાધના કરવામાં તેટલો વખત કેમ ગાળ્યો નહિ હોય ? આ વસ્તુના તત્વને સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ગણધરાદિ ભગવંતોના ભાવનિપાના આરાધન કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનના જ્ઞશરીરરૂપી દ્રવ્યનિક્ષેપાનું આરાધન ઘણુંજ આદરવા લાયક ગણાયું હશે અને જો તેમ માને તો સ્પષ્ટ થયું કે વિશિષ્ટ ગુણવાળાની સ્થાપના અગર જ્ઞશરીરપણાનો દ્રવ્યનિક્ષેપો આરાધવાથી જે અપૂર્વ લાભ થાય તે લાભ તેમનાથી ઉતરતા પણ ઘણાજ ઉત્કૃષ્ટા ગુણવાળાના ભાવનિક્ષેપાના આરાધનથી થતો નથી એમ છૂટકે કે વિના છૂટકે માનવું જ પડશે.