Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪છે.
શ્રી સિદ્ધચક
તા.૨૯-૪-૩૪
વિરતિસ્વરૂપ માનીયે તોજ એ કષાયોને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણી-માની શકાય. વળી આત્માને વિરતિસ્વરૂપ ન માનીયે ત્યારે અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણની ચોકડી પણ માનવાને અવકાશ રહેતો નથી. આત્મા જેટલો પ્રત્યાખ્યાન વગરનો તેટલો વિકારવાળો. એટલેકે જેટલો છૂટો-મોકળો-તેટલો વિકારી, અને વિકારી થવાના કારણે એનો (આત્માનો) વિરતિસ્વભાવ પ્રકાશમાન થઈ શકતો નથી અને એને દુનિયામાં દરેક ઠેકાણે પોતાનો સ્ત્રીપુત્રાદિ પરિવાર જ મહત્વવાળો લાગે છે, અને સદાકાળ એનો જ રંગ લાગે છે. આ પ્રમાણે આરંભમાં, પરિગ્રહમાં અને કુટુમ્બાદિકમાં ચિત્ત પરોવાય છે એટલા અંશે એ આત્માને ડુબાડનારું છે.
પરમાત્મા મહાવીરદેવ પ્રતિજ્ઞા કરે છે કે-મારા માતાપિતા જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં. આ ઠેકાણે સમજવાની વાત એ છે કે જો પુત્રીને મિલ્કત આપવી હોય તોજ દસ્તાવે જ કરવાની જરૂરત રહે છે કારણકે છોકરીનો મિલ્કત ઉપર વાસ્તવિક હક નથી ગણાતો. જ્યાં હકપૂર્વકની માલિકી હોય ત્યાં દસ્તાવેજની જરૂર જ ન હોય. કદી પણ પુત્રને વારસો આપવા માટે દસ્તાવેજ કર્યાનું આપણે સાંભળ્યું નથી. તેવીજ રીતે જો માબાપના કલ્પાંતના કારણે દીક્ષા ન લેવાતી હોત તો ભગવાન મ.રદેવને દસ્તાવેજ કરવાની શી જરૂર હતી? માબાપની રજા વગર દીક્ષા ન લેવાતી હોત તો પરમાત્મા મહાવીર સ્વામીને અભિગ્રહ કરવાની જરૂર ન હતી. માતાની ભક્તિ એ દુનિયાદારીથી લૌકિક છે. ચારિત્ર લેવાને માટે તો જ્યારે ભગવાનની દ્રવ્યપૂજાની બાધાનો પણ હિસાબ ગણવામાં નથી આવતો તો માતાની ભકિતની તો વાતજ શી. સાધુપણાની આગળ તો ત્રણ લોકના નાથની પૂજાની કે જે આત્માનું હિત કરનારી, શાસ્ત્ર વિહિત છે-તેની પણ કોડી જેટલી પણ કીંમત કરવામાં નથી આવતી; કારણકે ત્યાં સંયમની ધારણાનું જ મહત્વ છે. અહીં ભગવાન મહાવીરસ્વામીએ ચારિત્રમોહનીય તોડયું નથી, તે વખતે માબાપની દરકાર કરવાની જરૂર ન હતી. જો માબાપની રજા વગર દીક્ષા ન લેવાતી હોત તો એમને અભિગ્રહ કેમ લેવો પડત? પ્રભુ મહાવીરદેવે અભિગ્રહ કરવાનું જાહેર કર્યું તેજ કહી આપે છે કે આત્મકલ્યાણ કરનારે માબાપની દરકાર કરવાની નથી હોતી. વળી જ્યારે ભગવાન મહાવીરદેવે ચારિત્ર અંગીકાર કર્યું અને ત્યાર પછી સંગમદેવે ઉપસર્ગ કર્યો અને એ ઉપસર્ગ ભગવાનના મનને ચલાયમાન કરવાને વધુ સફળ નીવડે એ ઇચ્છાએ એણે ભગવાનની સમક્ષ ત્રિશલામાતા અને સિદ્ધાર્થરાજાના બનાવટી રૂ૫ ખડાં કર્યા અને નંદીવર્ધને અમને આમ હેરાન કર્યા છતાં તું તારા માબાપની સામે પણ જોતો નથી. કયાં ગઈ તારી અમારા પ્રત્યેની ભક્તિ? વિગેરે વિગેરે વચનો પણ એમના દ્વારા બોલાવ્યાં છતાં વિરતિપણામાં દાખલ થયેલા પ્રભુ જરાપણ ચલાયમાન થયા