Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૯-૪-૩૪
૩૪૮
શ્રી સિદ્ધચક નહિ, કારણકે જેટલી અવિરતિ તેટલોજ વિકાર, અને એ અવિરતિને તો ભગવાને હવે ફેંકી દીધી હતી, એટલે એ કયાંથી ચલાયમાન થાય ?
અવિરતિને વિકારસ્વરૂપ અને વિરતિને સ્વ સ્વરૂપ ગણવું એ બહુજ અઘરું છે, કારણકે જ્યારે જીવ પોતાના આત્માને સંયમરૂપ દેખે ત્યારે જ આ બની શકે છે. શ્રી અરિહંતદેવ અઢાર દોષોથી રહિત છે. એ દોષો હોય ત્યાં સુધી તેને શુદ્ધ દેવ તરીકે કેમ માની શકાય? કારણકે એ અઢાર દોષમાંનો એક પણ દોષ જેનામાં હોય તેને કુદેવ તરીકે ગણવામાં આવે છે. રાગ-દ્વેષ-પ્રેમ-ક્રીડા એ બધાનો સમાવેશ અઢારની અંદરજ થઈ જાય છે. જ્યારે (આ દોષો હઠી શકે છે) એવી વસ્તુસ્થિતિ છે તો આત્માને વિરતિસ્વરૂપ માનવામાં અડચણ શી? અવિરતિ એટલે આત્મામાં રહેતો દોષ. આ પ્રમાણે આત્માને વિરતિસ્વરૂપ પ્રરૂપનાર દેવજ શુદ્ધ દેવ છે, અને જ્યારે તમે બધા એ દેવના ઉપાસક છો તો પછી તમારા માટે ત્યાગ એ અવગુણ અને ભોગ એ ગુણ એ કેમ હોઈ શકે? જો ભોગને ગુણ માનીયે તો આત્માને છોડાવનાર જે દેવ તે કેવા હોવા જોઇએ? અને તીર્થકરની ઉત્તમતા તો ભોગને છોડવાના કારણે છે નહિ કે ત્યાગને છોડવાના કારણે. સાધુપણું આત્મકલ્યાણનો જ માર્ગ.
હવે આપણે એ વિચારીએ કે આપણે ગુરુને શા માટે માનીએ છીએ? શું તેઓ આપણા વિવાહ આદિ કરાવી આપે તેથી કે આપણો વ્યાપાર વિગેરે ચલાવી દે તેથી ? ગુરુ માનવામાં આપણો આમાંથી કોઇ પણ હેતુ નથી હોતો, પરંતુ માત્ર તેઓ ત્યાગમાર્ગના ઉપાસક છે તે માટે આપણે તેમને ગુરુ તરીકે માનીએ છીએ. જ્યારે આપણે આપણા સ્વભાવધર્મમાં જવું હોય ત્યારે ત્યાગની જ કિમત છે. જૈનધર્મ તો સાધુને આત્મકલ્યાણ કરનાર એક ત્યાગની આદર્શ મૂર્તિ તરીકે જ માને છે. આપણે જે શુદ્ધદેવને માનીએ છીએ તે પણ ત્યાગના અંગેજ. સંવર અને નિર્જરાઃ ધર્મનાં મુખ્ય અંગ..
હવે અંતમાં આપણે ધર્મ શી ચીજ છે એ મહત્વનો પ્રશ્ન વિચારીએ. ટૂંકમાં સમજવું હોય તો આના માટે એટલું જ કહેવું જોઈએ કે જે સંવર અને નિર્જરા એ બે તત્વોને ઉત્પન્ન કરે અને એનું પોષણ કરે તે ધર્મ. શુભ આશ્રવને પણ ધર્મ તરીકે નથી માનવામાં આવતા, પરન્તુ નિર્જરાની સ્થિતિમાં જે બને તે ધર્મ ગણાય. એકલા પુણ્યને ધર્મ નથી કહેતા, કારણકે એ પુણ્ય પ્રકૃતિબંધનો ઉદય તો સર્વને હોઈ શકે છે. શાસ્ત્રકારનું કથન છે કે જે નિર્જરારૂપ પ્રવર્તિ હોય તેને અકષાયદશા કહે છે અને આશંશા, અતિચારવાળી દશા હોય તેને આશ્રવ નામનો ધર્મ કહે છે. ખરી રીતે તો ધર્મની દૃષ્ટિમાં તો સંવર અને નિર્જરા એ બેજ ધર્મ છે. આત્મા જેટલા અંશે સંવર અને નિર્જરામાં જાય એટલો સ્વભાવવાળો. જેટલો બહાર આવે