Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૫
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર છું તો મારી દશા આમ કેમ છે? અહીં એક વાત સમજવાની છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે સમ્યગુદૃષ્ટિને જે આનંદ કે ઉલ્લાસ ન હોય, દેશવિરતિ, બારપ્રતિમા વહન કરનારને જે ઉલ્લાસ અને નિર્જરા ન હોય; ક્રોડપુરવ સુધી ચારિત્ર પાળનાર સાધુને મધ્યમ પરિણતિએ જે નિર્જરા ન હોય, તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા સમ્યકત્વ પામતી વખતે હોય. ચોથે, પાંચમે, છઠ્ઠ રહેલો જે કર્મ તોડે તે બધા કરતાં સમ્યકત્વ પામતી વખતનો જીવ તે અસંખ્યાતગુણા કર્મ તોડે. એમાં એવું શું થાય છે ? તત્ત્વત્રયી પામી ગયો, હેયાદિકનો વિવેક થયો, સાચી શ્રદ્ધા થઈ, દેશથી પાપનાં પચ્ચખ્ખાણ કર્યા, યાવત્ નિર્ચથપણું લીધું, એને જે કર્મનિર્જરા નહિ તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા સમ્યકત્વ પામતી વખતે થવાનું કારણ શું ?
એક દરિદ્ર મનુષ્ય જે પાંચ પાસે પોક મેલે ત્યારે પૈસો મેળવે, આવા દરિદ્રને કોઇ પરોપકારી મળ્યો. એ પરોપકારીએ દરિદ્રના બાપના ચોપડા જોયા. ચોપડા તપાસતાં એક જગાએ એક લાખ રૂપિયાની રકમ અનામત પડી છે એમ દરિદ્રને જણાવ્યું ત્યારે તેના અંતઃકરણમાં કેટલો આનંદ થાય? કયા ઉલ્લાસમાં હોય ? હજુ તો માત્ર રકમ માલમ પડી છે, ઉઘરાણી જશે, વખતે આપવામાં આનાકાની કરશે, કેસ કરવો પડશે, હુકમનામું થશે, એટલે લાખ મળશે, આસામી સદ્ધર છે; પણ લાખની રકમ દેખતી વખત જે આનંદ થયો છે તે આનંદ અરજી વખત કે કેસ વખત કે હુકમનામા વખતે હોતો નથી. હુકમનામું બજાવતી વખત ભલે આનંદ હોય પણ રકમ દેખી તે વખત જે આનંદ તે આનંદ બીજી વખત આવતો નથી.
જો અપૂર્વ તરીકે માલમ પડી તે વખત જે આનંદ થયો તે આનંદ તેના સાધન વખતે થતો નથી, તેમ આ એક દરિદ્રમૂર્તિ આ પાંચ ઇન્દ્રિયો આગળ પોક મૂકે ત્યારે એક વિષયનું જ્ઞાન થાય. એવા દરિદ્રનારાયણને પરોપકારી મહાપુરુષ લાખની રકમ તરીકે કેવળ જ્ઞાનાદિરૂપ પોતાનું સ્વરૂપ બતાવે છે. તીર્થકર મહારાજાએ ચોપડા બતાવ્યા તેમાં જો તું કૈવલ્યસ્વરૂપ છે વિગેરે આત્માની ઓળખ કરાવે તે વખતે જડમાં મુંજાયેલો આત્માનો અનુભવ કે ઓળખ ન હોય તેવાને સિદ્ધ સમાન ઓળખાવે તે વખતે અનહદ આનંદ થાય તેમાં આશ્ચર્ય શું ?
એ આનંદ સમ્યકત્વ થતી વખતે હોય. આત્મા તરફ દૃષ્ટિનું જવું, પોતાની સ્થિતિ જાણવી તે બધું ત્યાં બને છે. અહીં કૈવલ્યસ્વરૂપ છીએ એમ નક્કી થયું એટલે હવે ધ્યેય તે મેળવવામાં આસામી સદ્ધર દેખ્યો પછી ૯૯૯૯૯ની આશા હોય ? તેમ અહીં ભવ્યપણું મોક્ષની ઇચ્છા હોવાથી નક્કી થયું છે કે આત્મા કેવળ મેળવશે ને મેળવશેજ. શાહુકાર છે, બેસી ગયો નથી. જો ભવ્ય છે મોક્ષની ઇચ્છાવાળો છે તો સદ્ધર આસામી છે લહેણું ચોકખું છે. પછી મનમાં શંકાને કારણ નથી. આ વાત ધ્યાનમાં લેશો તો નિશ્ચય થશે કે સમ્યકત્વ પામતાંની સાથે પહેલો મુદ્દો કૈવલ્યોતિ પ્રગટાવવાનો હોય તો તે કેમ રોકાઈ છે? એ સિવાય બીજો વિચાર આવે નહિ.