Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૩
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપરના ભવસ્થ કેવળીને આપવામાં આવેલા વિશેષણો પ્રમાણે તો એમને ચાર અઘાતી કર્મના અસ્તિત્વમાં પણ મુક્ત અને તીર્ણ કેમ માન્યા ? કારણકે એમણે જન્મ છતાં નવા જન્મના કારણો તોડી નાખ્યાં છે, અને કર્મ હોવા છતાં નવો જન્મ લેવો પડે એવા કર્મ રાખ્યાં નથી. જો એ પ્રમાણે ન હોત તો એમને તીર્ણ અને મુક્ત નજ કહી શકાત. આ ઉપરથી આપણે એટલું તો જાણ્યું કે એવું પણ જન્મ કર્મ હોય છે જ કે જે નવા જન્મના કારણભૂત કર્મને ઉત્પન્ન કરતું નથી, પણ આ શા કારણે બન્યું ? જે જન્મ-કર્મની પરંપરા જે રૂપને ધારણ કરતી હતી તે રૂપને પલટાવી નાખવા માત્રથી આ બનવા પામે છે, બાકી આવેલો જન્મ નાશ કરવાની કોઈની પણ શક્તિ નથી. પ્રાપ્ત થયેલ જન્મ અને કર્મ એ બન્નેનો કદી નાશ થતો નથી. મહાપુરુષો પણ એ નથી કરી શકતા. વળી સામાન્ય પુરુષો-જેઓ ચરમ દેહવાળા ન હોય તેવાઓ તો કદાચ પોતાના હાથે કરીને (અકાળ મૃત્યુદ્વારા) પોતાના જન્મનો નાશ કરી શકે છે પણ ચરમ શરીરી અને ત્રેસઠ શલાકા તરીકે મનાતા ઉત્તમ પુરુષો તો પોતાના જન્મનો (આયુષ્ય પૂર્ણ થયા પહેલાં) નાશ નથી કરી શકતા, કારણ કે ચરમ દેહવાળાનું આયુષ્ય અનપર્વતનીય અને નિરૂપક્રમ હોય છે.
હવે કર્મને અંગે વિચારીએ. વર્તમાન ભવનો નાશ કેમ નથી થઈ શકતો ? કારણકે અમુક આયુષ્યના કર્મોને એ વ્યક્તિ ખસેડી શકતી નથી. ચરમ શરીરી પોતાના જન્મ આયુષ્ય કર્મનો નાશ કરી શકતા નથી. માત્ર એટલું જ કે એ જન્મ એવો હોય છે કે એ નવા જન્મના કારણભૂત કર્મને નથી બાંધતો. હવે એ વિચારવાનું રહે છે કે આ કર્તવ્ય કયારે નિશ્ચિત થાય ? અમુક સંયોગો મેળવવામાં આવે તો આ જન્મ બીજા જન્મના કારણભૂત કર્મો બંધાવે છે, કારણકે દરેક કર્મ એવા સંયોગોમાં મૂકાયેલું હોય છે કે એ નવા કર્મ અને જન્મને ઉત્પન્ન કર્યા વગર રહી શકતું નથી. જન્મ અને કર્મ પરંપરાએ એવી શક્તિવાળા છે કે જેનાથી નવા જન્મ અને કર્મને મેળવી લે છે. જ્યારે વસ્તુસ્થિતિ આવી છે તો આપણું એ જ કર્તવ્ય છે કે એને એવા સંયોગોમાંથી ખસેડી લેવું. જો આપણે એને ખસેડીએ તો આ સંસારની રખડપટ્ટીને રોકી શકીએ. ધર્મિષ્ઠ અને મોક્ષાર્થી તરીકે જો આપણું કોઈ કર્તવ્ય હોય તો એ જ છે કે આ જન્મને નવા જન્મનું કારણ બનતાં અટકાવવો.
જ્યાં સુધી આપણને આ જન્મ-કર્મની સ્થિતિ ભયંકર નહિ લાગે ત્યાં સુધી આ રખડપટ્ટી મટવાની નથી, એ ધ્યાનમાં રાખવું. મિથ્યાત્વઃ અજોડ દુશમન.
હવે એ વિચારીએ કે-જન્મ કયા રૂપે કર્મને બંધાવે છે? જન્મ પડયો પડ્યો નવા કર્મને પકડતો નથી, કારણકે જો જન્મ નવા કર્મોને આપોઆપ પોતાની મેળે જ લઈ લેતો હોય