Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૪-૩૪
૩૨૦
શ્રી સિદ્ધચક્ર અપકૃત્ય લાગે ખરાબ નહિ કરવા લાયક માને. પાંચ ઈદ્રિયના વિષયોમાં ઉતર્યો. તેને વિવેક સારો લાગે. વિવેકની ઇચ્છા રહે. અર્થાત્ જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોમાં રાચ્યો નથી ત્યાં સુધી નયની નિષ્ઠા પ્રતિષ્ઠા છે. આ સંસારમાં દુઃખો ભોગવ્યાં, ભોગવે છે, અગર ભોગવશે તો તેનું કારણ પાંચ ઈદ્રિયો છે. આથી સોમપ્રભઆચાર્ય કહે છે કે જગતમાં દોષોનું સ્થાન હોય તો ઈદ્રિયોનો સમુદાય છે. અગ્નિને દૂર રાખ્યો ન પાલવે ખોળામાં રાખવો ન પાલવે. તેને સગડીમાં રાખવો પાલવે. તેમ ઈદ્રિયો વગર તમે રહેવાના નથી. તે ઈદ્રિયો તમારા વગર રહેવાની નથી પણ તમારે તેને જરૂર આધીન કરવી જોઈએ. તારી ઇચ્છાએ ઈદ્રિયો પ્રવર્તે. તું ઈદ્રિયોને આધીન ન થા. મારું મન આમ થયું છે. તે બધું ગુલામીપણું છે એને તું આધીન કર. આ સમજી પાંચ ઈદ્રિયો પોતાને આધીન જે કોઈ મનુષ્ય કરશે તે આ ભવ પરભવ કલ્યાણ મંગલિકમાળા પહેરી મોક્ષસુખ સ્વાધીન કરશે.
(પાના ૩૩૦ નું અનુસંધાન.) વચનો હોવાથી પ્રવર્તનારના હૃદયમાં વકતાનું બહુમાન હોય અને એ વકતાના વચનને આધારે પ્રવર્તે તો ત્યાં આજ્ઞા શબ્દનો અર્થ બળાત્કાર પૂર્વકનો અભિયોગ હોતો નથી, પણ જે સ્થાને પ્રવર્તનારની મરજી ન છતાં બળાત્કારે હુકમ દેવાય છે તે સ્થાને આજ્ઞાપનને દોષ તરીકે ગણવામાં આવે છે. આ જ કારણથી સાધુઓની દશા સમાચારીમાં ઈચ્છા કરનારની સમાચારી નિરૂપણ કરી મુખ્યતયા શાસનમાં બળાત્કારે હુકમ દેવાનો નથી એમ સ્પષ્ટ કર્યું છે.)
જીવો ઉપર બળાત્કાર કર્યા વગર પણ બૃત્ય, દાસ કે દાસી આદિપણે જે મમત્વ રાખીને જીવોને તાબે કરવામાં આવે તે પરિગ્રહણ કહેવાય છે. (ગુરુઆદિક મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને વૃદ્ધિના હેતુથી જે શિષ્યને વસ્ત્રાદિનો સંગ્રહ કરે તે પરિગ્રહ નથી, પણ તેમાં મમત્વ ન જોઈએ એ તો જરૂરી છે.) શરીર અને મનની પીડા ઉપજાવવી તેનું નામ પરિતાપન છે. (લોચ અને તપ વિગેરેથી જો કે શરીરની પીડા કથંચિતું થાય છે પણ તપ અને લોચ વિગેરે કરનારને તે ઈષ્ટ સિદ્ધિનું સાધન અને અરુચિ વિનાનું હોવાથી તેને પરિતાપન ગણાતું નથી) શ્રોત્રક્રિયાદિ પ્રાણોનો નાશ કરવો એ અપદ્રાવણ કહેવાય છે. (પ્રાણનો વિજોગ તે અપદ્રાવણ કહેવાય અને તે અપદ્રાવણ તો ધર્મતત્ત્વના જાણકારને સ્વ અને પરવિષયમાં વર્જવાનું છે તો પણ જે સંલેખના વિગેરે કરવામાં આવે છે તે અપદ્રાવણ નથી; કારણકે સમ્યગુજ્ઞાનાદિની વૃદ્ધિ થતી અટકે અને આયુષ્યની ક્ષિણતા નિકટમાં થવાની માલમ પડે ત્યારે જ સંલેખના કરવા પૂર્વક અણશણ કરાય છે, એટલે આયુષ્યનો સ્વાભાવિક થતો અંત માત્ર સુધારવાનો હોય છે, પણ ઉપક્રમ કરીને આયુષ્યનો અંત લાવવાનો હોતો નથી. આ જ કારણથી અયોગ્ય વખતે કરાતા અણશણને પણ શાસ્ત્રકારો આર્તધ્યાનના ભાગ રૂપે ગણાવે છે.