Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩૯
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર છતાં કેવળ ભરત મહારાજ સિવાય કોઇપણ જીવે મરીચિને વંદન કર્યું નહિ અને તે ભરત મહારાજે તે અવસ્થામાં મરીચિને કરેલું વંદન પણ મરીચિની તે અવસ્થાની અપેક્ષાએ પણ સંપૂર્ણ તિરસ્કારવાળું હતું, કેમકે ભરત મહારાજે મરીચિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું તારા પરિવ્રાજકપણાને કે આ જન્મને વાંદતો નથી પણ ચરમ તીર્થકર ભગવાન મહાવીરપણે તું વૈઇશ તેથીજ હું વાંદુ છું. આ વસ્તુમાં પરિવ્રાજકપણું અને તે જન્મને અવંદનીય ગણાવી દીધા તે મરીચિની અપેક્ષાએ તિરસ્કારનું સ્થાન ઓછું ગણાય નહિ. એવી જ રીતે શ્રેણિક મહારાજને ભવિષ્યની ચોવીશીના પહેલા પદ્મનાભ નામના તીર્થંકરપણે થવાના સકળસંઘે જાણ્યા છતાં કોઇપણ સુજ્ઞપુરુષે શ્રેણિક મહારાજને દ્રવ્યતીર્થંકરપણે વંદન કર્યું હોય તેમ શાસ્ત્રોમાં જણાવ્યું નથી. વળી ભગવાન નેમનાથજી મહારાજે કૃષ્ણ મહારાજને આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે એમ જણાવ્યા છતાં પર્ષદામાંથી કોઈપણ વિવેકી કે સમ્યગુદૃષ્ટિએ તેઓને વંદન કર્યું નથી.
આ બધાં દૃષ્ટાંતો વિચારતાં સ્પષ્ટપણે સમજાશે કે જગત શાસ્ત્રકારો અને તેને અનુસરનારાઓ અતીત કાળના પર્યાયને આશ્રીને જેવી મહત્તા અને પૂજ્યતા માને છે તેવી મહત્તા અને પૂજ્યતા ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ માનતા નથી. જો કે ઉપર જણાવેલાં દષ્ટાંતો અન્ય અન્ય ભવોની અપેક્ષાએ, ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિપામાં આવે અને તેમાં સર્વ સાધારણ પૂજ્યતા આદિ ન હોય તો પણ ખુદ તીર્થકર, ગણધર મહારાજાદિના ભવોમાં પણ તીર્થકર, ગણધર મહારાજ આદિની આરાધ્યતા જન્મથી તેવી તો ગતતીર્થના ચતુર્વિધ સંઘમાંથી કોઈપણ ગણતો નથી. કોઈપણ શ્રમણ કે શ્રમણીએ રાજ્યાવસ્થામાં કે બીજી કોઇપણ છવસ્થ અવસ્થામાં ભગવાન તીર્થંકર વિગેરેને તીર્થકર વિગેરેપણે વાંદેલા નથી. જો કે તીર્થકરના દીક્ષા મહોત્સવની વખતે પહેલાના તીર્થકરોના સાધુઓ તે તે સ્થાને આવેલા હોય છે અને ભગવાન મહાવીર મહારાજા વિગેરેની છઘસ્થ ચર્ચામાં અનેક સ્થાને પૂર્વના તીર્થકરના સાધુઓનો સમાગમ થયેલો છે છતાં પણ કોઇપણ પૂર્વ તીર્થકરના તીર્થવાળા સાધુએ ભગવાન મહાવીર મહારાજા આદિને વંદન કર્યું હોય તેમ શાસ્ત્રકારો જણાવતા નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ થશે કે ભવિષ્ય પર્યાયની મહત્તા અતીત પર્યાયના જેટલી ગણવામાં આવેલી નથી.
વળી કેટલેક સ્થાને તો પાર્શ્વનાથજી મહારાજના સાધુઓએ ગોશાળાદિકને અંગે ભગવાન મહાવીર મહારાજની વચનથી અવજ્ઞા પણ કરી છે છતાં શાસ્ત્રકારોએ તે અવજ્ઞાને તેવી દુષિત ઠરાવી નથી કે ભગવાન મહાવીર મહારાજના મોક્ષે જતાં મેલેલા નિર્જીવ શરીરની અવજ્ઞાને પણ દુષિત ઠરાવત.
આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે જ્ઞશરીર કરતાં ભવ્ય શરીરની આરાધ્યતા ઓછી ગણવામાં આવી છે અગર તેવી આરાધના કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી. જો કે દરેક ચોવીશીના પહેલા તીર્થકરની વખતે ચતુર્વિશતિસ્તવ ગણતા ત્રેવીશ આદિ તીર્થકરોની આરાધના તેઓના ભવિષ્યના