Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૪-૩૪ પ્રશ્ન- ૬૬૪-સમ્યગુદષ્ટિ આદિને પૂર્વપૂર્વથી જે અસંખ્યાતગુણી નિર્જરાવાળા માન્યા છે તેઓ કાળની અપેક્ષાએ કેટલા ગુણ હોય છે? સમાધાન-કર્મનિર્જરાના વિષયમાં સમ્યગુદૃષ્ટિ આદિ સમુદાયને આશ્રીને પશ્ચાનુપૂર્વી સંખ્યાતગુણા કાળની લેવી, એટલે કે અયોગીકેવળી મહારાજ વિગેરે જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેટલાં જ કર્મ સંયોગી કેવળી વિગેરે પહેલાના સ્થાનવાળા તેના કરતાં સંખ્યાતગુણા કાળે ખપાવે, એટલે છેવટે ધર્મ પૂછવાની ઈચ્છાવાળો જતો જીવ જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેના કરતાં ધર્મ પૂછવાના વિચારવાળો સંખ્યાતગુણો કાળ થાય ત્યારે તેટલાં કર્મ ખપાવે. પ્રશ્ન-૬૬૫-તપજ્ઞાનને ચારિત્રના ફળની પ્રાપ્તિમાં કઈ કઈ વસ્તુઓ વિદન કરે ? સમાધાન-આહાર, ઉપકરણ, પૂજા, બહુમાન, આમર્ષ, ઔષધિ આદિ લબ્ધિ અને રિદ્ધિ શાતા આદિ ગારવને લીધે જે જ્ઞાનચારિત્ર કે બારે પ્રકારના તપમાંથી કોઈપણ પ્રકારનું તપ કરવામાં આવે તો તે અનુષ્ઠાન કૃત્રિમ કહેવાય છે અને તે કૃત્રિમ અનુષ્ઠાનનું ગુણવાનપણું હોતું નથી. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે તપ, જ્ઞાન અને ચારિત્રમાં આદર કરતાં છતાં પણ આહારાદિકની ઇચ્છા તેના ફળમાં વિઘ્નરૂપ છે. પ્રશ્ન ૬૬૬-અઢીદ્વીપમાં તીર્થકરોની કયા પદે કેટલી સંખ્યા સમજવી? સમાધાન-અઢીદ્વીપમાં ઉત્સર્ગથી એટલે ઉત્કૃષ્ટપણે એકસો સિત્તેર તીર્થકરો હોય તેમાં કોઈ જાતનો મતભેદ નથી પણ જઘન્યપદ એટલે ઉત્સર્ગથી વિપરીત પદે કેટલાકો શીતા અને શીતોદાના ઉત્તરદક્ષિણના ભાગની વિજયોમાં એકેક તીર્થકરનું વિચારવું માની પાંચે મહાવિદેહમાં મળીને વીસ તીર્થંકરનું વિચરવું માને છે
ત્યારે કેટલાક આચાર્યો પૂર્વપશ્ચિમ મહાવિદેહમાં માત્ર એકએક તીર્થકર માની જઘન્યથી દસ તીર્થકરનું વિચરવું માને છે.
(જેમ સર્વ બહુ મનુષ્ય હોવાનો વખત માત્ર અજીતનાથજી મહારાજની વખતે જ માનવામાં આવ્યો છે તેવી રીતે કોઈક અવસર્પિણીમાં કોઈક વખતે સર્વ અલ્પ મનુષ્યપણાનો વખત થતો હોય ને તેવે સમયે દરેક મહાવિદેહમાં ચાર તીર્થકરોની હૈયાતી ન માનતાં માત્ર બે બે તીર્થકરોની જ હૈયાતી માની હોય તો અસંભવિત નથી, પણ તેવો પ્રસંગ કોઇક જ વખત હોવાથી દરેક મહાવિદેહમાં બે બે તીર્થકરનો પક્ષ ઘણો અલ્પ ગણાયેલો હશે. દરેક વિજયમાં તીર્થકર હોય અને ભરત એરવતમાં પણ તીર્થકર હોય અને તેથી ઉત્સર્ગ પક્ષે જે એકસો સિત્તેર તીર્થકરની હૈયાતી મનાય છે તે કંઈ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યાને આભારી નથી, અને તેથી મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા ભગવાન અજીતનાથજીના વારામાં હોય તો પણ એકસો સિત્તેર તીર્થકરોની હૈયાતી એ કંઈ અજીતનાથજી ભગવાનના વારામાં જ હોય એમ કહી શકાય નહિ. તેથી ઉત્સર્ગે એકસો સિત્તેર અને જઘન્યપદે વીસ તીર્થકરોની હૈયાતી માનવાવાળો પક્ષ વધારે પ્રચલિત લાગે છે) આ સ્થાને ઉત્કૃષ્ટ પદને ઉત્સર્ગ તરીકે ગણવામાં આવેલ છે ને તેથી જઘન્યને અપવાદ પદ લે તેમાં આશ્ચર્ય નથી, પણ શાસ્ત્રમાં રૂઢિથી જે નિષ્કારણ વિધિને ઉત્સર્ગ કહેવાય છે અને સકારણ હોવા પૂર્વક ઉત્સર્ગના રક્ષણ માટે કરાતા વિધિને જે અપવાદ કહેવાય છે તે ઉત્સર્ગ અપવાદ અહીં સમજવા નહિ. પ્રશ્ન ૬૬૭-હનન, આજ્ઞાપન પરિગ્રહણ, પરિતાપન અને અપદ્રાવણથી શું શું ગ્રહણ કરવું ? સમાધાન-લાકડી, ચાબખા વિગેરેથી હનન લેવું. (અપદ્રાવણનો અર્થ પ્રાણવિયોગ કરવાનો છે માટે હનન શબ્દથી પ્રાણવિયોગ ન લેતાં લાકડી, ચાબખા વિગેરેથી મારવું લેવું) બળાત્કારે હુકમથી જે કામ કરાવાય તેનું નામ આજ્ઞાપન કહેવાય. જો કે આજ્ઞા શબ્દથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને તીર્થકર મહારાજના વચનો કે આગમ વિગેરેનું જ્ઞાન લેવાય છે તો પણ કેટલેક સ્થળે “બાળ વર્તામયો' વિગેરે
(જુઓ અનુસંધાન પાનું ૩૨૭)