Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર ધાતુપાષાણ આદિનું મૂર્તિ તરીકે સ્થાપના સત્યપણું માનીએ તોજ પરિહાર અને દૂષણ ઘટી શકે. કદાચ કહેવામાં આવે કે તે સ્થાપનાજ અસત્ય ચીજ છે, અને તેથી તે અન્યદેવની મૂર્તિને, અન્યદેવની સ્થાપના તરીકે માનવી તેજ અસત્ય છે, અને તેથી જ તેનો પરિહાર અને દૂષણ છે. આમ નહિ કહેવાનું કારણ એ જ કે, એવી રીતે તો સર્વ વસ્તુમાં પરિવાર અને દૂષણનો પ્રસંગ આવે તો પછી કેવળ અન્યમતની મૂર્તિઓને અંગે પરિવાર અને દૂષણ કહેવાયજ કેમ? વળી શાસ્ત્રોમાં ખુદ્દે ગણધર મહારાજાઓએ અન્યદેવની મૂર્તિઓને પ્રભાવ અને ચમત્કારી વર્ણવી છે, તો જો તેના સ્થાપ્યો તેજ સ્થાપના ઉપરે અપેક્ષાવાળા ન હોત અને તે સ્થાપનાને પોતાની સત્ય પ્રતિકૃતિ તરીકે ગણતા ન હોત તો તે મૂર્તિઓ સપ્રભાવ અને ચમત્કાર કરનારી હોતજ નહિ. તત્ત્વ એટલુંજ કે ગોશાલાના મતને અનુસરનારાઓ જેમ ગોશાલાની મૂર્તિને સ્થાપના સત્ય ગણે તેવી જ રીતે ભગવાન મહાવીર મહારાજના અનુયાયીઓને પણ તે ગોશાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે ગણવાની તો ફરજ છે. ફરક એટલોજ કે ગોશાલાના મતને અનુસરવાવાળાઓ જેમ ગોશાલાને દર્શનીયતા આદિ ગુણોયુક્ત માનતા હતા, અને તેથી ગોશાલાની મૂર્તિને પણ દર્શનીયતા આદિ ગુણોયુક્ત માને પણ ભગવાન મહાવીર મહારાજના અનુયાયીઓ ખુ ગોશાલાદિને દર્શનીયતા આદિ ગુણોયુક્ત ન માનતાં અદર્શનીયતા આદિવાળો માનતા હતા, અને તેથી તે ગોશાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે માનવા છતાં પણ દર્શનીયતા આદિ ગુણોયુક્ત ન માનતાં અદર્શનીયતાદિ ગુણોયુક્ત માને. આજ કારણથી શાસ્ત્રકારોએ નાગ, ભૂત, યક્ષ આદિની પૂજા આદિને અંગે થતો આરંભ અર્થદંડમાં ગણાવ્યો, પણ જિનેશ્વર ભગવાન આદિની પૂજામાં થતી સ્વરૂપ હિંસાને અર્થદંડમાં પણ સ્થાન આપ્યું નહિ. વાસ્તવિક રીતે જોતાં પણ જણાશે કે જ્યાં દર્શનીયતા આદિ ગુણો હોય ત્યાંજ આત્મોદ્ધાર, અને સ્વપર ભાવદયાનો પ્રસંગ હોય અને તેથી જ તે સ્થાને થતી હિંસાને કેવળ સ્વરૂપ હિંસા તરીકે કહી શકાય, પણ જે સ્થાને અદર્શનીયતા આદિ ગુણોવાળાની સ્થાપના હોય ત્યાં આત્મોદ્ધાર વિગેરેનો અંશ પણ ન હોય અને તેથી તેવાઓની પૂજા વિગેરેમાં થતી હિંસા મિથ્યાજ્ઞાન તેમજ લૌક્કિ ફળ અપેક્ષાવાળી હોવાથી અર્થદંડમાં લેવીજ પડે. એવી રીતે દર્શનીયતા અદર્શનીયતા આદિનો લોકોત્તર અને લૌકિક સ્થાપનામાં ફરક હોઈ તેમાં થતી હિંસાને દંડ કે અદંડ તરીકે ભલે ગણાવાય તો પણ તેથી લૌકિક સ્થાપનાની સત્યતાને કોઈપણ પ્રકારનો બાધ આવતો નથી.
જેમ અન્ય મતોના દેવોની સ્થાપનાને અંગે સત્યતામાં બાધ નથી તેવી રીતે લોકવ્યવહારના પદાર્થોની સ્થાપનાને અંગે પણ સ્થાપના સત્યતાનો બાધ નથી એમ સહેલાઈથી સમજી શકાશે. ચાલુ અધિકારમાં જેમ લોકોત્તર માર્ગવાળાઓ જ્ઞાનપંચકને નંદી તરીકે માને છે, અને તેથી તે જ્ઞાન પંચકવાળા સાધુ આદિના આકારને સ્થાપના નંદી તરીકે માને છે. તેમ લોકવ્યવહારથી બાર પ્રકારના વાજીંજ્ઞોને નંદી તરીકે ગણવામાં આવતાં હોવાથી તે બારે પ્રકારના વાજીંત્રોની સ્થાપનાને લોકવ્યવહારની અપેક્ષાએ સ્થાપનાનંદી કહેવામાં આવે એમાં કોઇ પ્રકારની પણ હરકત નથી, અને તેથીજ શાસ્ત્રકારોએ શંખ આદિ બાર પ્રકારના વાજીંત્રો કે જેને લોકોએ ભાવનંદી તરીકે માન્યા છે તેને અવાસ્તવિક હોવાથી દ્રવ્યનંદી તરીકે જણાવી, તેજ શંખઆદિ બાર પ્રકારનાં વાજીંત્રોની સ્થાપનાને સ્થાપનાનંદી તરીકે જણાવેલ છે એટલે કે લોકોત્તરદૃષ્ટિએ જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સભાવ કે અસદ્ભાવ સ્થાપનાને સ્થાપનાને સ્થાપનાનંદી તરીકે જણાવ્યો છે, તેવી રીતે લોકદષ્ટિએ શંખ આદિ બાર પ્રકારના વાજીંત્રોની સ્થાપનાને પણ સ્થાપનાનંદી તરીકે જણાવેલ છે. હવે દ્રવ્યનંદીનું સ્વરૂપ આવતા અંકમાં.