Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૧૦
8 સુધા-સાગર ,
(નોંધ :- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાકયબિંદુઓનો સંગ્રહ ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
(તંત્રી)
૧૦૪૩ જન્મ લેવો એ બાવળના રોપવા સરખું છે. મૃત્યુ વેરાયેલા કાંટા સમાન છે. જન્મરૂપી બાવળ
રોપ્યાજ કરવા અને મૃત્યરૂપી કાંટાથી ભય પામવો એ એક બાલિશતા છે. ૧૦૪૪ અનંતા વખતથી આ જીવ રખડયા કરે છે તેનું કારણ એકજ છે કે તે મૃત્યુથી ડરે છે, પણ જન્મથી
ભય પામતો નથી. હજુ સુધી જન્મથી ડર્યો નથી. ૧૦૪૫ મરણથી ડરેલો માર્ગ ભૂલેલો છે જ્યારે જન્મથી ડરનારો માર્ગ પર આવેલો છે. ૧૦૪૬ નવપદમાં રહેલા પાંચ પરમેષ્ઠીઓ સંસારી નથી પણ સંસારનો સર્વથા ત્યાગ કરી દીક્ષિત થયેલા
પરમતારક મહર્ષિઓ છે. ૧૦૪૭ દીક્ષા એ સર્વ ભયથી મુક્ત કરાવનારી અને એકાત્તે નિર્ભયસ્થાન અને શાશ્વત સુખ સમર્પનારી
ચીજ છે. ૧૦૪૮ આધિને અટકાવનારી, વ્યાધિને વિદારનારી, ઉપાધિને ઉચ્છેદનારી, સંતાપને શમાવનારી મદોન્મત્ત
એવા જૂર કર્મરાજાને પલકારામાત્રમાં નમાવનારી એ પરમ પવિત્ર દીક્ષાજ છે. ૧૦૪૯ દ્રવ્યથી એટલે બાહ્ય ઘર છોડયા વગર તીર્થકરોને પણ સાધુપણું શાસ્ત્રકારે માન્યું નથી. ૧૦૫૦ જન્મ, જરા, મૃત્યુ આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપુર એવા અનાદિઅનંત સંસારમાં જીનેશ્વરોએ
આચરેલી અને કહેલી એવી પવિત્ર પ્રવ્રજ્યા પ્રાણીઓને ઘણીજ દુર્લભ છે. ૧૦૫૧ જ્યાં સુધી આ જીવ કર્મની સત્તામાં જકડાઈ રહ્યો છે ત્યાં સુધી અનંતા દુઃખો ભોગવી રહ્યો
છે અને ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહની શ્રેણી ચાલુ છે અને ત્યાં સુધી જન્મમરણની પરંપરા
પણ ચાલુજ છે. ૧૦૫ર અહીં સંસારમાં રહ્યા છતાં મોક્ષ સુખની વાનગી પ્રશમ અને સમતા રસમાં તરબોળ થયેલા એવા
મુનિઓજ અનુભવી રહ્યા છે. ૧૦૫૩ જીનેશ્વર મહારાજની પરમ પવિત્ર દીક્ષા કોઈ અધમ પુરુષો કે હીણભાગીજ પામી શકતા નથી.
ભાગ્યશાળી પુરુષો તે દીક્ષાનો સહેલાઈથી પાર પામી શકે છે. ૧૦૫૪ સાધુને દાનમાં અપાતો રોટલીનો ટૂકડો કે વાટકી પાણી તે નિગ્રંથપણું પ્રાપ્ત કરવાના દસ્તાવેજ
ઉપરની સહી છે. ૧૦૫૫ અહીં મેળવેલા પદાર્થો મરતી વખતે સાથે લઈ જઈ શકાય તેવા પ્રકારની શોધ હજુ સિદ્ધ થઈ નથી
કદાચ સિદ્ધ થઈ જાય તો માતા પિતા, પુત્ર, પુત્રી સ્ત્રી માટે કંઈ રાખતો જાય ખરો?